ફરી એકવાર મળીએ – ધૃતિ

[‘પંચાત’ પુસ્તકમાંથી સાભાર. આપ ધૃતિબેનનો આ સરનામે dhrutika66@hotmail.com સંપર્ક કરી શકો છો.]

ફરી એકવાર મળીએ
સખી, ચાલને ફરી એકવાર મળીએ
જે સપના જોયાં હતાં,
ને વાયદા કર્યાં હતાં,
એ યાદોના હિસાબ કિતાબ કરીએ,
સખી, ચાલને ફરી એકવાર મળીએ

પેલા આથેલાં આમળાં,
અને બરફનાં ગોળા,
એ સ્વાદના ચટાકા ફરી ભરીએ,
સખી, ચાલને ફરી એકવાર મળીએ

ભણવાના બહાને,
નવલિકા વાંચતા,
ફરી એવું કૈં છાનુંછપનું કરીએ.
સખી, ચાલને ફરી એકવાર મળીએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “ફરી એકવાર મળીએ – ધૃતિ”

Copy Protected by Chetan's WP-Copyprotect.