સમજવાનું અઘરું છે – નીતિન વડગામા

વણ કહેવાતી વાત સમજવાનું અઘરું છે
મૂંગો ઉલ્કાપાત સમજવાનું અઘરું છે.

આકાશે તો ઊગ્યા કરતાં મેઘધનુષો,
રંગોની ઠકરાત સમજવાનું અઘરું છે.

આંખો ફોડી જોવાથી ક્યાં ઉકલતું કંઈ ?
ભીતર પડતી ભાત સમજવાનું અઘરું છે.

આંધીનું રમખાણ હજીયે રોકી શકશો,
મનના ઝંઝાવાત સમજવાનું અઘરું છે

રૂડા ચહેરા દેખી નાહક ના ભરમાશો,
અંદરના આઘાત સમજવાનું અઘરું છે

કોણ જગાડે ? કોણ અહીં આવી પંપાળે ?
કોણ કરે બાકાત ? સમજવાનું અઘરું છે

ના દેખાતા, ના પેખાતા એક તત્વને,
કેવળ રાતોરાત સમજવાનું અઘરું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “સમજવાનું અઘરું છે – નીતિન વડગામા”

Copy Protected by Chetan's WP-Copyprotect.