હાસ્યમ શરણં ગચ્છામિ (રમૂજી ટૂચકા) – સંકલિત

[dc]દ[/dc]રેક ભાષામાં વિરામચિન્હોનું આગવું સ્થાન હોય છે. જો તે ખોટી જગ્યાએ મુકાઈ જાય તો કેવો ફિયાસ્કો થાય છે તે જુઓ :
પત્નીનો પતિને રમૂજભર્યો પત્ર :
વહાલા પતિદેવ, અમે મજામાં છીએ ત્યાં. તમે મજામાં હશો અહીં. મોટાભાઈ માંદા પડ્યા છે એટલે દવાખાનામાં દાખલ કર્યા છે બળદોને. હવે જોતરવામાં આવે છે બાપાને અને બાને. ચારધામની જાત્રાએ મોકલીએ છીએ ભગરી ભેંસને. ગઈ કાલે પાડીનો જન્મ થયો છે નાની વહુને. કૂતરું કરડવાથી ઈંજેક્શન મૂકાવવા માટે જવું પડે છે આપણા લાલિયા કૂતરાને. સુધરાઈવાળા પકડી ગયા છે નાની વહુને. હવે ઘણું સારું છે કૂવામાં. પાણી નથી તમારા ભાઈમાં. બુદ્ધિ ઓછી છે પાડોશીની પેલી બિલાડીને. કૂતરાંએ કરડી ખાધી આપણી ભાભીને. પિયરમાં મોકલ્યાં છે આપણાં છોકરાને. પ્રેમથી નિશાળે મોકલું છું તમને. તમે યાદ આવો છો.
તમારી પત્નીના જય શ્રીકૃષ્ણ
****

એક પહેલવાન દુબળા-પાતળા માણસની ધોલાઈ કરી રહ્યો હતો. ભેગી થયેલી ભીડમાંથી એક માણસે પૂછ્યું:
‘ઉસ્તાદ ! તમે આ માણસને શા માટે મારો છો ?’
પહેલવાને એ માણસને મારવાનું ચાલુ રાખતાં જવાબ આપ્યો : ‘મારો અગરબત્તીનો ધંધો છે. આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી ‘પહેલવાન છાપ અગરબત્તી’ અને એણે છાપી નાખ્યું- ‘અગરબત્તી છાપ પહેલવાન…!’
****

પપ્પુ એક વખત પેપ્સી સામે રાખીને ઉતરેલી કઢી જેવું મોં કરીને બેઠો હતો. એટલામાં ત્યાં ગપ્પુ આવી ચઢ્યો. ગપ્પુ પેપ્સી ગટગટાવી ગયો અને બોલ્યો :
‘કેમ પપ્પુ ઉદાસ દેખાય છે ?’
પપ્પુ રડતાં મોંએ બોલ્યો, ‘આજે દિવસ જ સાવ ખરાબ છે. સવારે ઘરવાળી જોડે ઝઘડો થયો, રસ્તામાં કાર પંચર થઈ ગઈ, ઑફિસ મોડે પહોંચ્યો તો શેઠ્યાએ બે-ચાર સંભળાવી અને નોકરીમાંથી નીકાળી દીધો અને હવે મરવા માટે જે પેપ્સીમાં ઝેર નાખીને બેઠો તો એ પણ તું પી ગયો….’
****

છગનના ઘરે ચોર આવ્યા.
તેઓએ હિંદીમાં છગનને પૂછ્યું : ‘સોના કહાં હૈ ?’
ઊંઘણશી છગન ઊંઘમાં જ બોલ્યો : ‘અલ્યા આટલી બધી તો જગ્યા છે, જ્યાં મરજી પડે ત્યાં સૂઈ જા ને. અડધી રાતે બૂમો શેનો પાડે છે !’
****

કંઈ કેટલીય છોકરીઓ સપનાં જોતી હોય છે કે એક દિવસ એક રાજકુમાર ઘોડા પર સવાર થઈને આવશે….
ખરેખર ! હવે પેટ્રોલના ભાવ જોતાં એ સપનું સાકાર થાય એવા દિવસો નજીક આવી રહ્યાં છે…
****

છગન : ‘જીવનમાં માત્ર બે શબ્દો જો યાદ રાખીશ તો અનેક દરવાજા ખૂલી જશે.’
મગન : ‘એ વળી ક્યા બે શબ્દો ?’
છગન : ‘PUSH’ અને ‘PULL’
****

પતિ : ‘શું તું મારા જીવનનો ચાંદ બનવા માંગે છે ?’
પત્ની (ઉત્સાહથી) : ‘હા…હા….!’
પતિ : ‘તો મારાથી 1 લાખ 86 હજાર માઈલ દૂર રહેજે !’
****

કર્મચારી : ‘સાહેબ, જબરજસ્ત ટેન્શન છે ! મારી પત્ની કહે છે કે વેકેશનમાં કાશ્મીર લઈ જાવ.’
બૉસ : ‘સૉરી ! રજા નહિ મળે.’
કર્મચારી : ‘થેન્કયૂ સર ! મને ખાતરી હતી કે સંકટ સમયે તમે જ મદદ કરશો !’
****

છગન : ‘સાહેબ, તાજેતરમાં મારાં લગ્ન થયાં છે, કંઈક પગારવધારો કરો તો મહેરબાની !’
બૉસ : ‘જે ઘટના ઑફિસ બહાર ઘટે તે માટે ઑફિસ જવાબદાર નથી.’
****

સુરતીલાલો પંડિતને : ‘મને સંસ્કૃત શીખવો.’
પંડિત : ‘એ દેવોની ભાષા છે.’
સુરતી : ‘એટલે જ તો શીખવી પડે ને ? મરીને સ્વર્ગમાં ગયો તો ?’
પંડિત : ‘ને નરકમાં ગયો તો ?’
સુરતી : ‘તો ક્યાં વાંધો છે ? સુરતી તો આવડે જ છે ને !’
****

દુકાનના પાટિયાં કદી ધ્યાનથી વાંચ્યા છે ? જુઓ :
(1) ગાંધી હેરડ્રેસર
(2) મલ્લિકા ટેક્સટાઈલ
(3) સલમાન મેરેજબ્યુરો
(4) રાખી સાવંત સત્સંગ મંડળ
****

આજના યુવાનોએ આજના વૃદ્ધોને માન અને સન્માન બંને આપવું જોઈએ કારણ કે આ એ પેઢી છે… જે ગુગલ અને વિકીપીડીયા વિના પાસ થઈ છે !
****

એક ભૂત સલૂનમાં વાળ કપાવવા આવ્યું.
કારીગરે કીધું : ‘બેસો, હજી કલાક થશે.’
ભૂતે જવાબમાં એવું કંઈક કહ્યું કે બિચારો કારીગર બેહોશ થઈ ગયો.
ભૂતે કહ્યું : ‘મારું માથું અહીં મૂકી જાઉં છું. તું વાળ કાપી રાખજે !’
****

છોકરી : ‘I only talk in English. So you better talk in English only. Otherwise I am not interested.’
છોકરો : ‘Ok. Walk away… How many percentage I have….’
છોકરી : ‘What ?’
છોકરો : ‘હાલતી થા… મારે કેટલા ટકા !’
****

નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકો કહે છે કે જગતની 1 ટકા મહિલાઓ માનસિક બિમારીની દવાઓ લે છે.
ટૂંકમાં ચેતજો ! 99 ટકા મહિલાઓ યોગ્ય દવાઓ વિના છૂટ્ટી ફરી રહી છે !
****

બે કીડીઓ સાઈકલ રેસ કરતી હતી.
રસ્તામાં એક હાથી આવી ગયો.
કીડીએ બૂમ પાડી : ‘અલ્યા જાડીયા, મરવું છે કે શું ?’
****

ગોલુ : ‘સર ! મારી પત્ની ખોવાઈ ગઈ છે.’
પોસ્ટ માસ્તર : ‘આ પોસ્ટ ઑફિસ છે. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવો.’
ગોલુ : ‘શું કરું ? આનંદના અતિરેકમાં મને કંઈ સમજાતું નથી.’
****

‘યાર ! હું એક બહુ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયો છું.’
‘એવું તે શું થયું ?’
‘મારી પત્નીના મેક-અપનો ખર્ચ હું બરદાસ્ત નથી કરી શકતો અને મેક-અપ ન કરે તો પત્નીને બરદાસ્ત નથી કરી શકતો !’
****

સંતા : ‘યાર ! મેં એક બાબતની ખાસ નોંધ લીધી છે.’
બંતા : ‘કઈ બાબતની ?’
સંતા : ‘રેલવે ફાટક જ્યારે બંધ હોય છે ત્યારે અચૂક ટ્રેન આવે જ છે.’
****

ડૉક્ટર : ‘હું તમને એવી દવા આપીશ કે તમે ફરીથી જુવાન થઈ જશો.’
દર્દી : ‘ના બેટા ! એવું ન કરીશ. મારું પેન્શન બંધ થઈ જશે.’
****

જાદુગર : ‘હવે હું આ ભાઈની ધર્મપત્નીના વચ્ચેથી બે કટકા કરીશ અને તમને જાદુ બતાવીશ.’
સંતાસિંગ : ‘રહેવા દો જાદુગરભાઈ…. એક સમસ્યાને બમણી કરો એ કંઈ જાદુ ના કહેવાય….!’
****

[poll id=”42″]

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “હાસ્યમ શરણં ગચ્છામિ (રમૂજી ટૂચકા) – સંકલિત”

Copy Protected by Chetan's WP-Copyprotect.