તમે શબ્દ લઈ લો તો છૂટી શકે
અને આ કહાણીય ખૂટી શકે
પ્રતિબિંબ ક્યારેય તૂટતા નથી
ફક્ત કાચ દર્પણના તૂટી શકે
જતા શ્વાસ રોકાઈ પાછા વળે
કોઈ એવું ઔષધ જો ઘૂંટી શકે
હશે ઘરમાં લૂંટાઈ જાશે બધું
સ્મરણમાં હો એને ન લૂંટી શકે
પુરાતન ગણી વાવ પૂરી ન દો
હજુ કોઈ સરવાણી ફૂટી શકે
2 thoughts on “હજુ કોઈ સરવાણી – હરકિશન જોષી”
હરકિશનભાઈ,
હા, આપણે તો વિચારવું રહ્યું હકારાત્મક જ … કે ,
શ્રદ્ધા ડગી નથી અમારી, સરવાણી કોઈ હજુ ફૂટી શકે છે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
વાહ વાહ
પુરાતન ગણી વાવ પૂરી ન દો
હજુ કોઈ સરવાણી ફૂટી શકે