બાળપણમાં
ગામના ઝાંપામાં
બાળ ભેરુ સાથે
જેની ડાળે
દિવસભર હીંચકતો હતો
તે ઠૂંઠું વૃક્ષ…..
અને વાર તહેવારે
શ્રદ્ધા ભક્તિથી
સિંદૂર ચઢાવવા જતો હતો
તે બે ચાર પાળિયા
જો પાદરમાં
નજરે ન ચઢ્યા હોત તો ?
હું મારે નહીં પણ
કોઈ બીજા ગામે ગયો હતો
તે વસવસા સાથે
અમેરિકા પાછો ફરી ગયો હોત !
2 thoughts on “વસવસો – પ્રીતમ લખલાણી”
પ્રીતમભાઈ,
વતનનો પ્રેમ હૈયે જાળવી રાખ્યો છે તે જાણી આનંદ થયો.વતનને જોઈને મનમાં એક કસક ઊઠે છે જે અમુલ્ય હોય છે તે તો જેના મનમાં ઊઠી હોય તે જ જાણે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
સરસ