[ ‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર. લેખિકાનો આપ આ સરનામે સંપર્ક કરી શકો છો : pinkidalal@gmail.com ]
જો તમે અનુભવ્યું હોય કે નોંધ્યું હોય તો આજકાલ રોજ સવારે એકમેકને મોટિવેશન મેસેજીસ મોકલવાનો શિરસ્તો વણલખ્યો નિયમ બની રહ્યો છે. માનો યા ન માનો પણ મોટા ભાગના લોકો સવારે આંખો ખોલી ‘કરાગ્રે વસતે……’ બોલ્યા ન બોલ્યા ને પહેલું કામ મોબાઈલ હાથમાં લેવાનું કરે છે. એક રાતમાં શું ઈમ્પોર્ટન્ટ મેસેજીસ આવી પડવાના હોય ? સવારના પહોરમાં તમારા ઈનબોક્સમાં ખડકાયેલા મેસેજીસ માત્ર ને માત્ર મોટિવેશનલ, પોઝિટિવ થિંકિંગના જ હશે તેની ખાતરી હોવા છતાં તે જોવા જ એ આજનો મંત્ર છે, હેપ્પીનેસ મંત્ર.
એ મંત્રનું રટણ માત્ર સવાર પૂરતું જ સીમિત નહીં. એ દોર દિનભર, રાત્રે, મધરાત સુધી ચાલ્યા જ કરે સતત, અવિરત, બી હેપ્પી, બી કૂલ, બી પોઝિટિવ, ટેક ઈટ ઈઝી, સ્માઈલ, ચિયર, પેપ- આ શબ્દો આખા દિવસમાં નહીં નહીં ને લગભગ પાંચસો વાર તમારા કાને, આંખે, મગજ પર અથડાતા હોય છે તેનો ખ્યાલ છે ? એટલું જ નહીં પુસ્તકો મેનેજમેન્ટને લગતાં હોય કે સેલ્ફ ડેવલપમેન્ટનાં, આજકાલ ‘બી હેપ્પી’ નામનો ગુરુમંત્ર વાઈરસની જેમ ચીપકી રહ્યો છે. સવાલ એ છે કે પ્લેસિબો ઈફેક્ટની જેમ આ બી હેપ્પી, બી કૂલ (Full, not fool !), બી પોઝિટિવનાં રટણ કરવાથી ખરેખર માણસ સુખી સંતોષી, આંતરિક રીતે સભર, સમૃદ્ધ થઈ જાય છે ?
છેલ્લાં દસ વર્ષથી આ ‘બી હેપ્પી’ જુવાળની ગાડી ફિફ્થ ગિયરમાં ભલે દોડી હોય પણ હવે હાંફી રહી છે. હવે ફરી એક નવી ફિલોસોફી ક્ષિતિજ પર દશ્યમાન થઈ રહી છે જે છે બી હેપ્પી, બી નેગેટિવ. નવાઈ લાગે તેવી વાત છે ને ? પણ આ થિયરી હળવેકથી પગપેસારો કરી રહી છે. જેનાં પગરણ વિદેશમાં થઈ ચૂક્યાં છે. હવે ધીરે રહીને આ ફિલોસોફીથી તમારાં ઈનબોક્સ છલકાવાનાં છે તે વાત પણ નક્કી છે. સુખી થવાનો મંત્ર નેગેટિવ થિંકિંગમાં કઈ રીતે હોઈ શકે તેવો પ્રશ્ન થાય તો ઉત્તર બહુ સહેલો છે. પોઝિટિવ થિંકિંગ શિખવનાર પુસ્તકો તમને ગમે તે શીખવતાં હોય પણ આ જ પુસ્તકોના લેખકો હવે તેમની નવી થિયરી વેચવા કમર કસી રહ્યા છે. એ થિયરી છે સુખી થવા માટે વિચાર કરી લો કે એટલાસ્ટ શું ? આખરે કંઈ જ કારગત ન નીવડે તો છેલ્લે થઈ શું શકે છે ?
જે સાઈકલ A થી B તરફ જાય છે તેના પેડલ B થી A તરફ ચલાવવાની વાત. જેમ કે કોઈક સ્વજનનું હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હોવું. એ વખતે સતત આશાવાદ સેવવાથી સ્વજન બચી જાય તેવો આનંદ જેવો તેવો ન જ હોય, અને તેનો યશ મળે પોઝિટિવ થિંકિંગને, પરંતુ ધારો કે તમામ પોઝિટિવિટી એટલે કે માત્ર આશાવાદી વિચારો જ નહીં, બાધા-આખડી, દવા, દુઆ સાથેના પોઝિટિવ થિંકિંગ પછી જો એ સ્વજનને ગુમાવવાની ઘડી આવે ત્યારે પરિસ્થિતિની વિષમતા કલ્પી શકાય ? અહીં જરૂરી બને છે સરખામણી. નેગેટિવ કે પછી વાસ્તવિક વિચારોથી પરિસ્થિતિનો સ્વીકાર આ ક્ષણને સહ્ય બનાવે ? કે પછી આશાવાદનો ભ્રમિક આશરો જ્યારે હવા હવા થઈ જાય તે પરિસ્થિતિ સહ્ય બને ? આશાવાદ એક એવી રમત છે જે માનવીય મગજને એક ભાગેડુવૃત્તિની બારી ખોલી આપે છે. જો એવું ન હોત તો છેલ્લા આશાવાદ એટલે કે, પોઝિટિવ થિંકિંગને લગતી ફિલોસોફી અને થિયરીઓનાં પુસ્તકોનું થોડા સમયમાં જે વિક્રમજનક વેચાણ થયું તે સંભવિત જ નથી.
ચાર વર્ષ પૂર્વે રહોન્ડા બર્ને ‘સિક્રેટ’ નામનું પુસ્તક શું લખ્યું કે વિશ્વભરમાં પંકાઈ ગયું. જગતની લગભગ તમામ ભાષામાં અનુવાદ થયેલા પુસ્તકની ‘સિક્રેટ’ શું ? ચાવી જ છે પોઝિટિવ થિંકિંગની. ભારતમાં ઈંગ્લિશમાં ચાર લાખથી વધુ અને ભારતીય ભાષાઓમાં વેચાયેલા તેના આંકડા પ્રાપ્ય નથી તેવા આ સિક્રેટની સિક્રેટ ગુજરાતીની જૂની કહેવતમાં છે : ‘કર વિચાર તે પામ.’ બસ આ જ બીજમંત્ર પર ‘સિક્રેટ’ નામનું વટવૃક્ષ ઊગ્યું ને પાંગર્યું. સિક્રેટ, ધ મેજિક બ્લિન્ક, હુ મુવ્ડ માય ચીઝ જેવાં પુસ્તકોની હારમાળા ચાલી છે. પુસ્તકો પછી વારો આવે છે આ પ્રકારની ફિલોસોફી શીખવતા કોર્સના કલાસીસનો. એ પછી આર્ટ ઓફ લિવિંગ હોય કે એસ્ટ કે પછી પાવર યોગા. મન અશાંત છે ? મગજ વ્યગ્ર છે ? ભસ્ત્રિકા કરો, કપાલભાતિ કરો, સ્ટ્રેસ દૂર થઈ જશે, પણ સ્ટ્રેસની ઉત્પત્તિ વિશે મૂળમાં ઊંડા ઉતરવાની સલાહ કોઈ ‘Be’ પોઝિટિવવાળા જ્ઞાનીઓ આપતા નથી. એમ શા માટે ? એવો પ્રશ્ન પણ કરાય નહીં, કારણ કે કેમ ? શા માટે ? કેમ નહીં ? એમ ? એ તમામ શબ્દો નેગેટિવ કેરેક્ટર ધરાવે છે, અલબત્ત, એવું આ વિષયના જ્ઞાની લોકો માને છે. ખરેખર તો હવે વાત થોડી સ્પષ્ટ થતી જાય છે. સવારની પહોરમાં એસએમએસ દ્વારા, ઈમેઈલ દ્વારા કે પછી ફેસબુકની વૉલ પર, ટ્વીટ દ્વારા પોઝિટિવ થિંકિંગના મેસેજ આપનારા શક્ય છે બીજાને નહીં, બલ્કે પોતાની જાતને જ આશ્વાસન આપતા હોઈ શકે. એવા સંજોગોમાં પરિસ્થિતિ સામે બાંયો ચઢાવી જંગે ચઢવાના એટિટ્યૂડમાં થોડું પરિવર્તન લાવી તેનો સહજ રીતે સ્વીકાર કરવાની કલ્પના કેટલાં દુઃખ ને સમસ્યા હળવાં કરી શકે છે તે હવે આવી રહેલો નવો થિયરીફીવર કહેશે.
આજકાલ તમે ફેસબુક વૉલ પર જાતભાતના પોઝિટિવ નેગેટિવ સંદેશાનું ફ્યુઝન જુઓ તો નવાઈ ન પામતા, કારણ કે આ આવતીકાલે આવી રહેલા ટ્રેન્ડનું ટ્રેલર છે. અમારા એક કલ્યાણમિત્ર અમને હંમેશ આ પોઝિટિવ, નેગેટિવ થિંકિંગના ઓવરડોઝથી દૂર રહેવાની સલાહ આપતાં કહે છે કે ખરેખર તો દરેક વ્યક્તિએ પોતાની સામે એક કાલ્પનિક બોર્ડ મૂકી રાખવું જોઈએ. જેના પર માત્ર બે વાક્ય લખાયાં હોય. એક : છેલ્લે થઈ શું શકે છે ? એટલે મન તરત જ એ, બી, સી, ડી માર્ગ શોધવા માંડશે. જેમાંથી એક તો તમારો હાઈવે હશે જ અને ન પણ હોય તો શું ? અને બીજું મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાક્ય : હેવન વૉન્ટ ફોલ. એટલે કે જે થશે જોયું જશે, આકાશ નથી તૂટી પડવાનું. છે ને નેગેટિવ થિંકિંગમાં પોઝિટિવ વાત ? કાળા વાદળની રૂપેરી કોર !!
[poll id=”56″]
11 thoughts on “એક નવો ટ્રેન્ડ – પિન્કી દલાલ”
પોઝીટીવ થીંકીંગને લગતા પુસ્તકો વાંચવા અને તે પુસ્તકો વિષે કે તેના લેખકો વિષે ચર્ચાઓ કરવી એ આજકાલ સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે .
તમે શિવ ખેરા ની બુક વાંચી?
તમે જીતેન્દ્ર અઢીયાની બુક વાંચી?
તમે ડેલ કાર્નેગીની બુક વાંચી?.
જો તમે આ લેખકોને ઓળખતા હોવ અને તેમને વાંચતા હો તો તમારું સ્ટેટસ ઊંચું અને સારું કેવાય !!!
પણ હકીકતમાં આ પૈસા કમાવાની વૃતિ સિવાય બીજું કઈ નથી ….તેનાથી માણસ ખુલીને જીવી શકતો નથી પણ કડક શિસ્તના ભાર નીચે દબાઈ જાય છે . કેમ કે જ્યાં જુઓ ત્યાં ફોર્માલીટી થી કેમ વર્તવું તે જ શીખવાડાય છે .
સરસ લેખ છે
પોઝિટિવ એટીટ્યુડ રાખવો જોઈએ જે વાસ્તવિકતા છે એનો સ્વીકાર કરી લેવો જોઈએ
એ વાત બરાબર પણ કસોટી હમેશા સત્ય નિ થાય માટે માટે દરેક માણસ જો સત્ય
ના પ્લેટફોર્મ પર રહિને પછી જો પોઝિટિવ એટીટ્યુડ રાખે તો એને જે પરિણામ મલે
પછી એને સવાર મા મેસેજ જોવાનિ જરુર્ નહિ પણ આત્મ મનન ક્રરવાનિ જરુર્
પડે કે નહિ સત્ય એજ ઇશવર છે સત્ય એજ શિવ છે
દિનેશભાઈ ભટ્ટ
બી પોઝિટીવ હોય કે બીજો કોઈ હોય, મંત્ર ફક્ત રટણ માટે નથી હોતો – આચરણમાં ઉતારવા માટે હોય છે. આશાવાદી રહેવાનો અર્થ આળસુપણું ન હોઈ શકે. જો આ બે વાત સમજાઈ જાય તો જ આશાવાદ ફળે.
કાળા વાદળમાં છુપાયેલો વરસાદ…રૂપેરી કોર,એના ઉપર પણ દે જરા જોર.. સુંદર લેખ. ઓવરડોઝ કે ઠાલા આશ્વાસનો કરતા હ્રદયથી ખંભે મુકાયેલો એક હાથ કે અંદરથી હિંમત આપવાની લાગણી સાચી. અભિનંદન.
જિવનમા હકારાત્મકતા હોવેી જરુરેી.બોલવુ સહેલુ અમલ કરવો કથેીન્.
ઘાયલકેી ઘત ઘાયલજ જાને. કેમ ખરુને?
Really a very timely article thak can make one trend towards Rational Thinking with real positivty of mind…!!
G Raval,
Salisbury-MD,USA
thanks for this artical
પીન્કી દલાલ,
આપના લેખ બદલ ખુબ ખુબ અભિનંદન. પોઝીટીવ અને નેગેટીવ વચ્ચે માનવ મન ઝોલા ખાતું રહે છે. પણ કહેવાય છે કેમંસ જો આવી પરિસ્થિતિમાં પોતાના દિલને પૂછે તો ચોક્કસ સાચો માર્ગ મળે છે જે પોઝીટીવ જ હોય છે.
તમારો લેખ પોઝીટીવ અને નેગેટીવ ના કારણે મન માં થતી અથડામણો વિશે છે અમે લાગે છે.
મારી દ્રષ્ટિ થી દરેક માણસ positive વિચારો ધરાવતો હોય જ છે પરંતુ પરિસ્થિતિઓ અને સંજોગો તેને negetive બનાવી દે છે.હા તેનાથી ડર્યા વગર જો પોતાના મન થી લીધેલા positve નિર્ણય પર અડગ રહીશું અને સફળતા મળી તો હા,,positive થીન્કીંગ સાચું છે અને જો નિષ્ફળતા મળે તો તે ખોટું બની જાય છે..
વાસ્તવિકતા સ્વીકારવાની ટેવ રાખવી, પોસિટીવ બનવા કરતા વાસ્તવિકતા વાદી બનવું સારું. જીવનમાં ફક્ત સારા લખાણો જ કે સુવાક્યો કામમાં નથી આવતા. અમે એન્જિનિરીંગ કોલેજ માં એક વિષય ભણતા હતા, તે મને આજે વર્ષો પછી પણ યાદ છે. ( Applied Mechanics )
આપણે જે સિદ્ધાંતો ભણ્યા તેનો અમલ કેવી રીતે કરવો તે વિષય અમે ભણતા હતા. ફક્ત સિદ્ધાંતો ગોખવાથી જીવન નહિ સુધારે. સારા સુવાક્યો નો વધુ માં વધુ અમલ જીવન સુધારશે. જીવન માં ક્યારેક બાંધ છોડ કરવી પડે તો કરવી. પગ જમીન પર રાખવા, હવા માં નહિ.
વાસ્તવિકતા જાણ થાય પછી પણ લોકો ને ટોકવા પડે માટે ,રોજ ગોખવા માટે નહીં પણ વાસ્તવિકતા નો ખ્યાલ આવે એના માટે પણ એક કે બે line ના મોટિવેશન વાક્યો વાંચવા જ જોઈએ. જેમ રોજ તૈયાર થવા માટે અરીસા માં જોવું પડે, એમ જ આપણા ચરિત્ર નો ચેહરો સરખો કરવા માટે પણ આ જરૂરી છે.