વાજસુર, તું ક્યાં છો ? – રજનીકાન્ત ધીરજલાલ ભટ્ટ

[ સત્યઘટના પર આધારિત આ કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી રજનીકાન્તભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે rajni_bhatt@yahoo.com સંપર્ક કરી શકો છો.]

[dc]ઈ.[/dc]સ.1994ની સાલ હતી. હું મારી ચેમ્બરમાં બેઠો હતો. એટલામાં લઘર વઘર કપડાં પહેરેલ એક માલધારી બેંકમાં પ્રવેશ્યો. જૂતાં ઉતારીને મંદિરમાં પ્રવેશ કરતો હોય તેમ બેન્કનાં પગથિયાં ચઢ્યો. કાચની બારીમાંથી મારી નજર પડી. આગંતુક શા કારણે આવ્યો હશે ? જીજ્ઞાસા થઈ. અમારી બેંક શહેરી હોઈને આવા ગામઠી લોકોને એની જરૂરિયાત નથી હોતી. એના હાથમાં ચેક હતો. મેં પટાવાળા મારફત ચેમ્બરમાં બોલાવ્યો. સંકોચ સાથે સામે ખુરશીમાં બેઠો.

મેં પાણી મંગાવ્યું અને પૂછ્યું : ‘શું કામ પડ્યું ?’ મને ચેક બતાવ્યો. ચેક પેએબલ એટ ‘ધારી’ હતો. એ વખતે કોર બેન્કિંગનો જમાનો નહોતો. સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર –ધારી વસુલ કરવા મોકલવો પડે. 10-15 દિવસે વસુલ થાય અને કમિશન લાગે. મેં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની ઉના શાખામાં ખાતું ખોલાવવા સલાહ આપી. ‘સાહેબ, કોઈ ખાતું ખોલી દેતું નથી….’ કહેતાં એની આંખમાંથી આંસુ ટપકી પડ્યું ! મને લાગી આવ્યું. હું પણ ગામડાંની ધૂળમાં મારું બાળપણ રજોટીને આવ્યો હતો. મને તેનામાં મારો કોઈ બાળપણનો ગોઠીયો દેખાયો. ખાતું ખોલવા માટે મેં તેના વિષે પૃચ્છા કરી. ત્યારે રૂલ્સ આકરાં નહોતા પરંતુ ખાતું ખોલવા માટે રહેણાંક ઓળખાણ વિગેરે જરૂરી હતું. પરંતુ આ તો માલધારી ! આજે અહીં તો કાલે ક્યાંક બીજે ! છેવટે એટલું જાણવા મળ્યું કે તેનો જન્મ બાણેજ નેસમાં થયો હતો. હાલ જસાધાર પાસે મીંઢા નેસમાં તેનો ‘માલ’ એટલે કે ઢોરઢાંખર છે. ઉના દૂધ વેચવા આવે. કોઈ પણ પુરાવા ઉપલબ્ધ નહિ. ખાતું ખોલવું તો કેમ ? પરંતુ મેનેજરને મારી અંદર પડેલા માણસે પડકાર્યો.

વધારે પૂછપરછ કરતાં થોડો સમય વડવિયાળા ગામે તે રહેલો એમ જાણવા મળ્યું. મારું કામ થોડું સરળ થયું કારણ કે વડવિયાળા ગામે મારી બેન્કના ઘણા બધા ગ્રાહકો હતાં. ચેક શેનો મળ્યો પૂછતાં કહ્યું : ‘સાવજે ગાય મારી નાખી, તેનો જંગલ ખાતાએ આપ્યો છે.’ પ્રાથમિક વિધિ પતાવી તેનું ખાતું ખોલી ચેક વસુલ કરવા મોકલી દીધો. એની આંખમાં મેં આભારની લહેરો જોઈ પરંતુ મારા જીવનમાં આ ધન્ય ક્ષણ હતી ! એ માત્ર હું જ સમજી શક્યો. એણે પણ મારા રહેઠાણ વિશે પૂછ્યું અને કહ્યું કે હું તે બાજુ દૂધ દેવા આવું છું, મારે તમને દૂધ આપવા આવવું છે. મેં કહ્યું, ભલા માણસ હું એકલો જ છું મારી જરૂરિયાત નથી. પણ એ મારું ન માન્યો. આખરે હું હારી ગયો. મેં શરત મૂકી કે 1 લીટર દૂધ ગામને જે ભાવે આપે છે તેનાથી ઓછો નહિ અને તદ્દન ચોખ્ખું હોવું જોઈએ. મારી શરત તેણે માની. દરરોજ નિયમિત એ મને દૂધ દેવા આવતો. જે પણ વાસણ હોય તેમાં છલોછલ દૂધ ભરી દેતો અને એ પણ સળી ઊભી રહી શકે તેવું ચોખ્ખું !

મારા ભગવદ્ગોમંડલમાં મેં નવો શબ્દ ઉમેરી દીધો ‘વાજસુર વૃતિ’…! ઈશ્વર દરેકને તેની પાત્રતા મુજબ જ આપે છે. આપણું વાસણ ખાલી પણ નથી રાખતો અને છલકાઈ જાય એટલું ભરી પણ નથી દેતો. મારો આ વાજસુર પણ એમ જ ! જેવડું વાસણ એટલું દૂધ. ખાલી પણ ના રાખે છલકાવા પણ ના દે. મારા સામે રહેતાં એક પટલાણી ક્યારેક પૂછતાં : ‘આ વાજસુર, તમને કેવું દૂધ આપે છે ?’
મેં પૂછ્યું : ‘કેમ ?’
તો કહે : ‘મારો પીટ્યો મને તો પાણી જેવું દૂધ આપે છે.’
મારે એમને કેમ સમજાવવું કે આ દૂધની મલાઈમાંથી દર 15 દિવસે 1 કિલો ઘી હું ઘરે મોકલું છું ! અમે બંને એકબીજાને હૃદયસ્થ હતા ! તે સદા તંગીમાં રહેતો. માલઢોર માટે ખોળ કપાસીયા લેવા ક્યારેક હું દૂધ પેટે એડવાન્સ આપી દેતો. એને જયારે ખબર પડી કે મને વાઇલ્ડ લાઈફનો શોખ છે ત્યારે સાવજના વાવડ મને નિયમિત પહોંચાડતો. અને હું પણ ક્યારેક એકલો તો ક્યારેક મારા કુટુંબ સાથે એના નેસડામાં પહોંચી જતો. મારા બે દીકરા – સારંગ અને સ્વર પૈકી એક દૂધનો હેરી અને એક દૂધનો વેરી છે ! સ્વર સદાય દૂધ મળે તો અન્ય બધું તજી દયે જયારે સારંગ દૂધવાળી મીઠાઈ પણ ત્યજી દે. વાજસુરની પરોણાગત દૂધથી જ હોય ! તાજું દોયેલું દૂધનું બોઘરું સવા શેરના લોટામાં ભરી ‘મારા સમ, મારો દાડો ખાવ’ કહી પીવરાવે. અમે બાપ દીકરો બે લોટા પી જઈએ અને સારંગ દૂરથી તમાશો જોયા કરે !

એક વાર હું નેસડા બાજુ ગયો ત્યારે વાજસુર વ્યથિત હતો. મેં કારણ જાણ્યું. તેણે કહ્યું : ‘ગાય જંગલમાંથી આવી નથી….ગોતવા જવું પડશે….’ એક માલધારી અને એક મેનેજર વાજસુરની ગાય ગોતવા જંગલમાં નીકળી પડ્યા ! આ મારા જીવનની અદભૂત પળ હતી ! બાવળની કાંટાળી ઝાડી, બોરડીના કાંટા, સાવજના ભયને ગણકાર્યા વિના માત્ર એક ડાંગના આધારે અમે જંગલ ખૂંદયા….આખરે ઈશ્વરે અમને ગાય ગોતી આપી અને એ પણ સાવજ નજીકમાં હોવા છતાં સાવ સલામત ! આ અમારું સખ્ય હતું. એ મારો મેનેજર અને હું તેનો માલધારી બની ગયા હતા ! ક્યારેક તુલશીશ્યામ જતા જંગલમાં વાજસુર ભેટી જતો. તેના ખખડધજ રાજદૂત પર નેસડામાં દૂધ ભરવા જતો. દૂરથી મને જોતા મોટર સાયકલ પરથી ઉતરી દોડી મને ભેટી પડતો, પગે લાગતો અને હું પણ આ ભોળા આહીરને મળી કૃત્યકૃત્ય થઈ જતો.

ઈ. સ. 1997ના આખરમાં મારી બદલી થઈ. આ વાતની કર્ણોપકર્ણ વાજસુરને જાણ થઈ. મેં હજુ તેને જાણ કરી નહોતી ! કારણ કે એની પાસે મારા 3 થી 4 હજાર બાકી હતાં. જો હું જાણ કરું તો મારાથી મોટો સ્વાર્થી કોણ ? પરંતુ મારા આશ્ચર્ય વચ્ચે બદલીના સમાચારને બીજે જ દિવસે સવારે દૂધ દેવા આવ્યો ત્યારે મને પૈસા આપી ગયો. મેં સ્વીકારવાની ના પાડી છતાંય ‘મારા સમ અને મારો દાડો ખાવા’નું કહી હિસાબ ચુકતે કરી ગયો ! એની પ્રમાણિકતા મને પ્રભાવિત કરી ગઈ. મેં ઉના છોડ્યું. કેટલાક દિવસ પછી મને ખબર પડી કે મારા પૈસા ચૂકવવા એણે અન્ય પાસેથી ઉધાર લીધેલાં. મારું મન સંતપ્ત થઈ ગયું. ત્યારબાદ જયારે પણ તુલશીશ્યામ જતો ત્યારે વાજસુર જ્યાં હોય ત્યાં મળવા જતો ! રાત્રીના 12 વાગ્યા હોય તો પણ વાજસુરને મળવા નેસડે પહોંચી જતો ! ધીમે ધીમે દૂર હોવાથી તુલસીશ્યામ જવાનું ઓછું થતું ગયું. વાજસુરના સમાચાર પણ નહોતાં જાણી શકતો. 2010માં મારી પુનઃ ઊના બદલી થઈ. મારી ગાડીમાં જરૂરી સામાન સાથે રાજકોટથી જંગલ રસ્તે હું જસાધાર નાકે પહોંચ્યો. મને મારો વાજસુર સાંભર્યો. ફોરેસ્ટ ગાર્ડને પૂછ્યું :
‘વાજસુરભાઈ ક્યાં છે ?’
‘તમને ખબર નથી ?’
મેં પૂછ્યું : ‘શું ?’
તો કહે : ‘ઝેરી મેલેરિયામાં વાજસુરભાઈ બે વરસ પહેલાં દેવ થઈ ગયા અને મારી આંખમાંથી ભરઉનાળે શ્રાવણ ભાદરવો વરસ્યો. મેં સ્વસ્થ થઈ તેના પરિવાર વિશે પૂછ્યું તો કહે : ‘હવે બહુ સારું છે માલ (ઢોરઢાંખર) પણ વધાર્યો છે..’ આ જાણી મને આશ્વાસન મળ્યું. મારો વાજસુર મને ત્યજી ગયો તેની વેદના મને રૂંવેરૂંવે થઈ.
આજેય કોઈ ઉદાસ સાંજે આકાશમાં જોઉં છું ત્યારે કોઈ પ્રકાશિત તારલિયામાં મને મારો વાજસુર દેખાય છે. હું મનોમન વિચારું છું કે મેનેજર વાજસુર મારા જેવા માલધારીનો લાગણીનો ચેક ક્યારે વસુલી દેશે ? મને ખાતરી છે જ એ ક્યારેય કમિશન નહિ ઉધારે ! એ વાજસુરભાઈ તું ક્યાં છો ?….

[poll id=”58″]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કહ્યું એમ નહિ, કર્યું એમ…..! – કલ્પના જિતેન્દ્ર
‘સુપરમૂન’ – રશ્મિન મહેતા Next »   

16 પ્રતિભાવો : વાજસુર, તું ક્યાં છો ? – રજનીકાન્ત ધીરજલાલ ભટ્ટ

 1. Heart touching ,Loved as well as liked

 2. Kaivalya.Nilkanth says:

  મુરબ્બિ

  રજનીકાન્ત ધીરજલાલ ભટ્ટ;

  ખુબ સુન્દર ને રહ્દય ને સ્પર્શેી તેવિ વાત.

  i like it very Much.

  Regards

  kaivalya.Nilkanth.

 3. Kalidas V. Patel { Vagosana } says:

  રજનીકાન્તભાઈ,
  પોરબંદરમાં હું જ્યારે D.E.T. PORABANDAR, BSNL હતો ત્યારે મને આવી “રાજસુર વૃત્તિ “નાં દર્શન એકદમ છેવાડાના માણસોમાં થયેલાં. ખરેખર માણસાઈ આવા નાના માણસોના મોટા દિલોને કારણે હજુ પણ રળિયાત છે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 4. geeta chawhan says:

  સત્-યુગનિ વાત લાગે આજ્નિ ન્ હિ
  સ્ ત્ય ર્ હેતા પુસ્ત્ કિ લાગે
  દિલ્વાલા સમ્જે દિમાગ્વાલા ન્ હિ

 5. ખુબ સુંદર….

  આને જ કહેવાય રુણાનુબંધન

 6. ખુબ જ સુંદર !!!
  મને મારી મોટેલમા વર્શોથી રહેતો ટેક્ષી ડ્રાયવર જીમી, આવો જ અણિસુધ્ધ પ્રમાણીક,નિસ્વાર્થ,અજાતશત્રુ,અસાધારણ માનવની સ્મ્રુતી ચીર્ંજીવ રહેશે.

 7. Navin N Modi says:

  લેખના અંતે આપેલા પ્રશ્નનો જવાબ મેં “શહેરીકરણને કારણે” આપેલ છે એ બાબત થોડી સ્પષ્ટતા કરવી જરુરી સમજુ છું.
  ભૌતિક સુખ-સગવડ પ્રત્યે લગભગ બધાને લગાવ થાય છે. શહેરોમાં એ સુલભતાથી પ્રાપ્ય હોય છે, પરંતુ તે માટે કિંમત ચુકવવી પડે છે. આથી એ મેળવવા વ્યક્તિ વધુ ને વધુ સંપત્તિ એકઠી કરવાના પ્રયાસને લીધે ‘વાજસુર વ્રુત્તિ’ કેળવી શક્તો નથી.
  આ બાબતમાં અન્ય વાંચકોના વિચાર જાણવા મને ગમશે. એ માટે મારું ઈ-મેઈલ સરનામું – navinnmodi@yahoo.com છે.

 8. Pravin V. Patel says:

  સાચી જ વાત છે.
  આને જ રુણાનુબંધન કહેવાય.
  હૃદયસ્પર્શી સત્યઘટના,પ્રેરણાદાયક આચરણમાં અપનાવાલાયક.
  આભાર અને અભિનંદન.

 9. Madar Dave says:

  વાહ વાહ ખરેખર ખુબજ સરસ બહુજ ગમ્યું..આભાર….

 10. bimal kamdar says:

  હ્રદય સ્પર્શિ…

 11. nitin says:

  રજનિકાન્તભાઈ ને મારા અન્તર ના અભિનન્દન્.તમે વાત નથિ લખિ,પણ તમારુ હ્રદય ખોલિ નાખિ ને ક્રુતિ લખિ છે.ંમેનેજર માહેનો માણસ જગાડી ને સરસ કાર્ય થયુ છે.

 12. bakul lakhnotra says:

  વાહ વાજસુર વાહ

 13. TIMIR SHAH says:

  વાહ વાહ ખરેખર ખુબજ સરસ બહુજ
  ગમ્યું..આભાર….//..

 14. Raju bhutaiya says:

  હુઁ ખુબ ખુશકિસ્મત છુ વાજસુર વ્રુતિના હ્રદયના પડઘા હિમાલયમાઁ સાઁભળી માનવતાની મહેકથી આપની લાગણીનો મુરીદ છૂ

 15. ભરત કાપડીઆ says:

  રજનીભાઈ,

  સાફદિલ, નેકદિલ અને તમારા શબ્દોમાં કહીએ તો ‘વાજસુરવૃત્તિ’ના માણસોનો ફાલ ઊતરવો જાણે ઓછો થઇ ગયો છે, અથવા આપણને દેખાતો નથી. એને માટે પણ લાયકાત જોઈતી હશે ને !
  ખૂબ સરસ ચિત્રણ ! અભિનંદન. લગે રહો રજનીભાઈ. આવા બીજા પ્રસંગમોતી મનના મહેરામણમાંથી ગોતીને આપતાં રહેજો.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.