તને ગમે તે મને ગમે – નવીન જોશી

[ ગીત, ગઝલ અને બાળગીતોના તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘તને ગમે તે મને ગમે’ માંથી કેટલીક રચનાઓ અત્રે સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી નવીનભાઈનો (ધારી, જિ. અમરેલી) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 9427230254 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત અંતે આપવામાં આવી છે.]

[1] દંપતી

તું ઘરવાળી હું ઘરવાળો
30 વરસનો કર સરવાળો

બાળકો તો મોટા થઈ ગયા
ધ્યાન રાખતો કૃષ્ણકાળો

તારા હાથમાં હાથ મૂકી
હાલી નીકળ્યો હું પગપાળો

ક્યાં મળ્યા’તા યાદ કરી જો
ઓટો હતો એ પીપરવાળો

માંડ કરીને શાંત થયો
ત્યાં કોઈ કરે ના કાંકરીચાળો

રાત થોડી ને વેશ ઝાઝાં છે
મારી જાતે હું તરગાળો

સાત જનમના પુણ્ય ભર્યા છે
મેળાપ કરશે ઉપરવાળો
.

[2] ગમતું એક ગીત

મને ભલેને ભૂલી ગયા એ, તો ય વસે ભીતરમાં
બારીમાંથી સૂર્યકિરણ જેમ પ્રવેશે ઘરમાં.

રણઝણતું એકાંત લઈને વાટલડી હું જોતી
યાદ કોઈની એમ સમાણી જેમ છીપમાં મોતી
મારો ચહેરો મને ગમે ના સામે દર્પણ ધરમાં
મને ભલેને ભૂલી ગયા એ, તો ય વસે ભીતરમાં

ઝૂરવું એટલે ચડી બેસવું ઉજાગરાના ઢગલે
ખાલીપો તો સૂના ઢોલિયે આવે બિલ્લી પગલે
આકળવિકળ આંખને મારી ખોડી છે ઉંબરમાં
મને ભલેને ભૂલી ગયા એ, તો ય વસે ભીતરમાં

રહી સહી જે આશ હતી તે તોડી દીધી કાગે
આ આંખ જાણે સરવરમાં હોડી તરતી લાગે
તો ય જીવું છું કારણ ભરચક શ્રદ્ધા છે ઈશ્વરમાં
મને ભલેને ભૂલી ગયા એ, તો ય વસે ભીતરમાં
.
[3] ભાઈ બહેનની જોડી (બાળગીત)

બેની મારી નાનકડી છે રમકડાંથી રમે
નાની થાળીમાં ઘી-ખાંડ-ભાત જમે

નિશાળે હું જાવ તો હાથને હલાવી
‘ટાટા ટાટા’ કરે પાછી મોં ને મલકાવી

ટાટા કરી પોતે પાછળ પાછળ આવે
મમ્મી મારી માંડ માંડ એને સમજાવે

ભાઈ હમણાં આવે ત્યારે ચોકલેટ લાવે
ભાઈને પણ ભાવે ને બેનને પણ ભાવે

આવું ત્યારે ભાઈ ભાઈ કરી વળગી પડે
મમ્મી મને વહાલ કરે તો તેની સાથે લડે

કોઈ મને ખોટું ખોટું હાથ પણ અડાડે
તો તો વાઘણ થઈને કપડાં એના ફાડે

[કુલ પાન : 60. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : નવદુર્ગા પ્રકાશન, સ્પંદન, યોગીનગર, ધારી-365640. ફોન : +91 2797 222281.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મુખોમુખ – ડૉ. સતીન દેસાઈ ‘પરવેઝ’
વિજયી સ્મિત – કલ્યાણી વ્યાસ Next »   

11 પ્રતિભાવો : તને ગમે તે મને ગમે – નવીન જોશી

 1. Bhavesh Raval says:

  તને ગમે તે મને ગમે ખુબ જ સુન્દર રીતે લખેલ જે મને ખુબ ગમ્યુ. કવિ શ્રી ને મારા અભિનન્દન.

 2. Kalidas V. Patel { Vagosana } says:

  નવીનભાઈ,
  આપનું ” દંપતી ” ગમ્યું.
  બીજા ગીતની પાંચમી લીટીમાં … ધરમાં ને બદલે’ ધર મા’ હોવું જોઈએ.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 3. Kalidas V. Patel { Vagosana } says:

  નવીનભાઈ,
  પાંચમી લીટીમાં … ધરમાં ને બદલે ધર મા = ધરીશ ના … મતલબ કે મા ઉપર અનુસ્વાર ન હોવો જોઈએ. કદાચ ટાઈપની ભૂલ છે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  • Naveen Joshi says:

   આપની વાત સાચી છે. આવી ૪ ટાઇપ ભૂલ થઈ છે. ધ્યાન દોરવા બદલ આભાર શબ્દ “ધર મા”હોવો જોઈએ.અને રચના ૫ણ તે જ્ અર્ ધરાવે છે

 4. gita kansara says:

  સુન્દર અતિ સુન્દર્.
  કવિન ધન્યવાદ્.ભાઈ બેનનેી જોદેી કાવ્ય બહુ ગમ્યુ.બાલપન યાદ આવ્યુ.

 5. Lata Bhatt says:

  ખૂબજ સુંદર કાવ્યો આખો કાવ્યસંગહ સુંદર નવીનભાઇને મારા અભિનંદન.

 6. paresh Mehta says:

  ખુબ સરસ્..

 7. SANDIP PANDYA says:

  તને ગમે તે મને ગમે ખુબ જ સુન્દર રીતે લખેલ જે મને ખુબ ગમ્યુ.

 8. NAVEEN JOSHI,DHARI,GUJARAT says:

  લતાબેન, પરેશ મહેતા,ગીતા કંસારા,કાલિદાસ પટેલ, તથા ભાવેશ રાવલ આપ સૌનો આભાર. નવીન જોશી,ધારી.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.