અંઘોળ – ભગવતીકુમાર શર્મા

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

હરિ, તમે અંઘોળ કરો,
…………… હું કેસરિયાળું પાણી;
કોકરવરણા જળની તમને
…………… સુગંધ લેશે તાણી…. હરિ.

નહિ ટાઢું, નહિ ઊનું,
…………… હરિવર આ તો શિયાળુ તડકો;
આંચ ન આવે એક રૂંવાડે,
…………… એનો મનમાં ફડકો

યમુના-ગંગા-સરસ્વતી મમ જિહવાગ્રે વાણી…
હરિ, તમે અંઘોળ કરો, હું કેસરિયાળું પાણી.

હું જ વસ્ત્ર થઈ વીંટળાઉં ને
…………… અંગ કરું હું કોરું;
ચંદન-અર્ચા કરું કપાળે
…………… તિલક થઈ હું મ્હોરું;

મન-સિંહાસન તમે બિરાજો, મારે રોજ ઉજાણી….
હરિ, તમે અંઘોળ કરો, હું કેસરિયાળું પાણી…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “અંઘોળ – ભગવતીકુમાર શર્મા”

Copy Protected by Chetan's WP-Copyprotect.