મારી વાડીમાં – લાલજી કાનપરિયા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

મારી વાડીમાં ખીલ્યો ગલગોટો હો જી
મારો પરભુજી સૌથી છે મોટો હો જી

હરિજીએ હળ હાંકિયાં ને મા લખમીએ ઓર્યાં છે બીજ,
ઈન્દર રાજાએ ઓળઘોળ થૈને આકાશે ચમકાવી વીજ !

ધરતી ફાડીને ઊગ્યો કોંટો હો જી,
મારી વાડીમાં ખીલ્યો ગલગોટો હો જી.

કોનું તે ખેતર ને કોનાં તે બીજ ને કોની મોલાતું હિલ્લોળે ?
કોનો તે મારગ ને કોની તે કેડિયું ને કોનાં પગલાં કોણ ખોળે ?

પડે અટકળનો દાખલો ખોટો હો જી
મારી વાડીમાં ખીલ્યો ગલગોટો હો જી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

One thought on “મારી વાડીમાં – લાલજી કાનપરિયા”

Copy Protected by Chetan's WP-Copyprotect.