અંતરનો અજવાસ – ભાનુપ્રસાદ પંડ્યા

[‘શાશ્વતગાંધી’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર.]

સૂતરશા તંતુથી ગૂંથી સતના શ્વાસે શ્વાસે,
ભોજનથી નહીં નભી જિંદગી ઝાઝેરા ઉપવાસે.

પવનપાતળી કાયા કરતી બલવાનોને મ્હાત,
વેણથકી અણિયાળી ભારે મૌનતણી તાકાત.

હાથ જોડતાં વહે નમ્રતા નિશ્ચયમાં નક્કરપોલાદ,
ફૂલસમાણી કોમળ વાણી દે ક્રાન્તિને સાદ.

કરી મહેલની નહીં ઉપેક્ષા વધુ કુટિરની પાસ,
આમ જુઓ તો દંડી સાધુ કર્યો નગરમાં વાસ.

આંખોથી ‘રામાયણ’ વ્હેતી સ્કન્ધ વહે ‘ભારત’નો ભાર,
ડગલે ડગલે મળી જાય ભગવદગીતાનો સાર !

અંધકારમાં દોરે એને અંતરનો અજવાસ,
ઈશ્વર જેવો એને માનવમાનવમાં વિશ્વાસ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “અંતરનો અજવાસ – ભાનુપ્રસાદ પંડ્યા”

Copy Protected by Chetan's WP-Copyprotect.