[‘શાશ્વતગાંધી’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર.]
સૂતરશા તંતુથી ગૂંથી સતના શ્વાસે શ્વાસે,
ભોજનથી નહીં નભી જિંદગી ઝાઝેરા ઉપવાસે.
પવનપાતળી કાયા કરતી બલવાનોને મ્હાત,
વેણથકી અણિયાળી ભારે મૌનતણી તાકાત.
હાથ જોડતાં વહે નમ્રતા નિશ્ચયમાં નક્કરપોલાદ,
ફૂલસમાણી કોમળ વાણી દે ક્રાન્તિને સાદ.
કરી મહેલની નહીં ઉપેક્ષા વધુ કુટિરની પાસ,
આમ જુઓ તો દંડી સાધુ કર્યો નગરમાં વાસ.
આંખોથી ‘રામાયણ’ વ્હેતી સ્કન્ધ વહે ‘ભારત’નો ભાર,
ડગલે ડગલે મળી જાય ભગવદગીતાનો સાર !
અંધકારમાં દોરે એને અંતરનો અજવાસ,
ઈશ્વર જેવો એને માનવમાનવમાં વિશ્વાસ.
3 thoughts on “અંતરનો અજવાસ – ભાનુપ્રસાદ પંડ્યા”
પંડ્યાસાહેબ,
ભોજનથી નહિ પણ ઉપવાસોથી જેની જિંદગી ટકેલી અને પવનથી પણ પાતળી કાયા ધરાવતા મનના અને મૌનના પહેલવાન ગણાતા એ નાગા ફકીરની નમ્રતામાં પણ કેવી પોલાદ જેવી નક્કર નિશ્ચયાત્મકતા હતી કે અહિંસાની અણીએ એણે આઝાદી આણી આપણા ભારતની. … સુંદર રચના. અભિનંદન.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
સત્ય અહિન્સાના માર્ગે આપના ભારત દેશને ગુલામેીનેી ઝન્ઝેીર માથેી મુક્ત કરેી આઝાદેી અપાવનાર મુક સેવકને સો સો સલામ્. આવેી સુન્દર રચના ધન્યવાદ્.
ગાંધીજી પરની સુંદર રચના માટે પંડ્યાસાહેબને અભિનન્દન !
=નવીન જોશી, ધારી