[ ‘ફીલિંગ્સ’ સામાયિક ડિસેમ્બર-2012માંથી સાભાર. શ્રી ગૌરાંગભાઈનો (સુરત) આપ આ નંબર પર +91 9825799847 સંપર્ક કરી શકો છો.]
જે સાચું કે ખોટું, થવાનું થશે
ચરણ તો ઉપાડું, થવાનું થશે
ઘણાંએ કહ્યું ઘાત પાણીની છે
કિનારે શું ન્હાવું, થવાનું થશે
મને દુઃખની ફરિયાદ ગમતી નથી
વધારે કે ઓછું, થવાનું થશે
બધાએ કહ્યું એમ કરવું નથી
હું મારો તો લાગું, થવાનું થશે
મને કોઈપણ રીતે તું જોઈએ
આ હોવાપણાનું, થવાનું થશે
આ શબ્દો જ મારું ગમે એ કરે
મૂકી દઉં છું માથું, થવાનું થશે
અહીં કોઈના આંસુ લૂછી શકું
નથી એમ કહેવું, થવાનું થશે
4 thoughts on “થવાનું થશે – ગૌરાંગ ઠાકર”
Good
મજા આવેી.
Really ,good….!
Khub j saras….