એક સંઘર્ષભરી જીવનયાત્રા – મૃગેશ શાહ

[dc]હિં[/dc]મત અને સાહસના ગુણોને આત્મસાત કરવા એ કંઈ કાચાપોચા માણસના ખેલ નથી, એવું મને આજે મારા પિતાજીને જોતાં સમજાય છે. આમ તો દરેક માનવીનું જીવન એક નવલકથા જેવું હોય છે; પરંતુ કેટલીક નવલકથાઓ સાવ અનોખી હોય છે. તેની કથાપ્રવાહના વળાંકો અકલ્પનીય હોય છે. એ વળાંકો અને કપરાં ચઢાણો કેવા ભયંકર હોય છે, એ તો એમાંથી જે પસાર થયું હોય તે જ સમજી શકે.

‘સેવા’ અને ‘સંઘર્ષ’ – એ બે શબ્દો પિતાજી સાથે જાણે આજીવન જોડાઈ ગયા છે. એમનો જન્મ થતાં અગાઉ જ તેમની માતાને લકવા હતો જેથી તે ઘરકામમાં મદદરૂપ થઈ શકે તેમ નહોતાં. એમનો ઉછેર દાદીના હાથે થયો. આ રીતે જીવનની શરૂઆતથી જ ઝઝૂમવાનું શરૂ થયું. સંયુક્ત કુટુંબમાં ભાઈ-બહેનોનો સાથ હતો પરંતુ ઘરના કામકાજની જવાબદારી તેમના માથે રહેતી. બાનું માથું ઓળવાથી માંડીને ઘરનાં અનેક નાના-મોટાં કામ તેઓ હર્ષભેર કરતાં. ગરીબીમાં કરકસર કરતાં બાળપણ તો વીત્યું પરંતુ યુવાનીના ઉંબરે કમાવવાનો એક નવો સંઘર્ષ શરૂ થયો. એ સમયમાં સરકારી નોકરીને ખૂબ માન હતું. એ મેળવવા માટે અમુક વય નિશ્ચિત હતી. ખૂબ પ્રયત્ન કરવા છતાં નોકરીનો કોઈ મેળ પડતો નહોતો. વયમર્યાદાના છેલ્લા વર્ષનો છેલ્લો મહિનો ચાલતો હતો. કોઈ આશા બચી નહોતી ત્યારે આકરી કસોટી બાદ અચાનક પ્રકાશનું એક કિરણ દેખાયું અને છેવટે બેંકમાં નોકરી મળી. ડૂબતાને તરણું મળ્યા જેવી હાલત હતી.

ત્યારબાદ કુટુંબમાં એક પછી એક લગ્નપ્રસંગો આવતાં ગયાં અને સૌ કોઈ ઘરથી જુદા થતાં ચાલ્યાં. બધા પોતપોતાના સંસારમાં વ્યસ્ત બન્યાં. ઘરડાં માતા-પિતાની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર નહોતું. પિતાજી માટે તો એ જવાબદારી હતી જ નહીં. એમને માટે તો એ સેવાનો સુઅવસર હતો. પોતાની આવકનો ભરપૂર ઉપયોગ કરીને તેમણે માતાની સેવા કરી અને પિતાને તીર્થયાત્રાઓ કરાવી. મારા દાદા ગુજરાતી ભાષાના શિક્ષક, વ્યાકરણના ખૂબ જાણકાર અને વાર્તાકાર હતાં. પરંતુ તેઓ અત્યંત લાગણીશીલ હતાં. પોતાનાને પારકાં થતાં જોઈને બદલાતા જીવનપ્રવાહોને તેમનું નાજુક હૃદય સહન ન કરી શક્યું અને તેઓ પણ જીવનની પાછલી અવસ્થામાં લકવાનો ભોગ બન્યાં. પિતાજીને બેંકની નોકરી સાથે ઘરની જવાબદારીમાં એક ઓર વધારો થયો.

વ્યક્તિએ બાળપણમાં કદાચ સંઘર્ષ કર્યો હોય પણ જ્યારે તે કમાતો થાય અને લગ્ન બાદ ઠરીઠામ થાય, એ પછી તો એને એમ થાય છે કે હવે જીવનનો આનંદ બરાબર માણી લેવો જોઈએ. પિતાજીના જીવનમાં કદાચ એ આનંદ હજુ એટલો હાથવગો નહોતો કારણ કે લગ્ન બાદ ખબર પડી કે ધર્મપત્નીને તો અસ્થમાનો રોગ છે ! સેવાનું ચક્ર ફરીથી શરૂ થયું. જીવનમાંથી દાદા, દાદી, માતા, પિતાએ જેવી વિદાય લીધી કે તરત પત્નીની સેવા આવી પડી ! એ સમયની કારમી મોંઘવારી, ટૂંકી આવક, મારા મમ્મીનો દવાઓ અને હોસ્પિટલનો ખર્ચ પિતાજીની જાણે અગ્નિપરીક્ષા લઈ રહ્યો હતો. મને યાદ છે કે જ્યારે હું આઠમા ધોરણમાં ભણતો હતો ત્યારે એમની બદલી આણંદ નજીક સારસા ગામે થઈ હતી. તેઓ અપડાઉન કરતાં. બેંકની નોકરી હોવા છતાં ઘરખર્ચ એટલો બધો હતો કે તેઓ બસ ભાડા માટે ઘરમાંથી રૂપિયાના સિક્કા અને જૂની નોટો શોધીને જેમ-તેમ કરીને લઈ જતાં હતાં. એ સંઘર્ષ એમની સત્યનિષ્ઠાને કારણે હતો. પોતાના જીવનમૂલ્યોમાં તેઓ એકદમ કડક અને શિસ્તપ્રિય રહ્યાં છે. નીતિની બાબતમાં તેમનું મન ક્યારેય ચલિત નથી થયું. ગમે તેવી આકરી કસોટીઓમાં પણ તેમણે ઈશ્વર પરની શ્રદ્ધા ગુમાવી નથી. એમનું નામ ધનંજય છે એટલે તેમણે અર્જુનની જેમ ખોટું કામ કરતાં અને કપટવૃત્તિ રાખતાં પોતાનાં સગા-ભાઈબહેનો સાથે એક ઝાટકે છેડો ફાડીને પોતાની રીતે એકલાં જીવવાનું વધુ પસંદ કર્યું છે.

મારા બાળપણ અને મમ્મીના અસ્થમાના રોગને કારણે તેમણે કંઈકેટલાય પ્રમોશનો જતાં કર્યાં છે. હમણાં આવેલી ‘ઈંગ્લિશ-વિંગ્લીશ’ ફિલ્મમાં શ્રીદેવીના છેલ્લા વક્તવ્યમાં એક વાક્ય છે કે ‘જીવનમાં બીજું ગમે તે હોય કે ન હોય, પરંતુ પરિવાર એ સૌથી પહેલી બાબત છે એટલું ખ્યાલ રાખજો.’ – આ ઉક્તિ મેં મારા પિતાજીના જીવનમાં ચરિતાર્થ થતી જોઈ છે. ‘સ્વીકાર’ એ એમના જીવનની મુખ્ય બાબત રહી છે. જે કોઈ પરિસ્થિતિ હોય તેને સ્વીકારીને તેઓ આગળ વધતાં રહે છે. દિવાળી, ઉત્તરાયણ, રક્ષાબંધન જેવા અનેક તહેવારો એમણે મમ્મી સાથે હોસ્પિટલમાં રહીને વીતાવ્યાં છે, છતાં મેં ક્યારેય એમના મોં પર નિરાશા કે ગ્લાની જોઈ નથી. ‘જે છે તે છે’ એ જાણે એમનો જીવનમંત્ર છે. ઈશ્વર પર એમને અપાર શ્રદ્ધા છે. આ ભીષણ સંઘર્ષને ચીરતાં તેમણે સામાન્ય કારકૂનમાંથી મેનેજર સુધીની યાત્રા કરી છે. ભાડાથી એક ઓરડીમાંથી ત્રણ રૂમનું ઉત્તમ કહી શકાય તેવું પોતાનું મકાન ઊભું કર્યું છે. પોતાના પરસેવા વડે તેને જીવનોપયોગી તમામ સાધનોથી સુસજ્જ કર્યું છે. મમ્મીને એવી હાલતમાં પણ કાશ્મીરથી લઈને બદ્રીનાથ સુધીની અનેક યાત્રાઓ કરાવી છે. જીવનની ઊંડી સમજ તેમણે મને આપી છે. આજે પણ ગમે તેવી પરિસ્થિતિઓ સામે ટક્કર ઝીલવા તેઓ સતત મારા મનોબળને મજબૂત કરતાં રહે છે.

એ પછી જેમ જેમ વર્ષો વીત્યાં તેમ તેમ મમ્મીની તબિયત કથળતી ચાલી. છેલ્લાં વીસેક વર્ષમાં તો ઘરની જવાબદારી બમણી થઈ ગઈ. તેમણે આ પરિસ્થિતિ સમજીને બેંકમાંથી રાજીનામું આપ્યું અને ઘરનું રસોડું સંભાળી લીધું. રોજ સવારે પાંચ વાગ્યે ઊઠીને કચરો વાળવાથી માંડીને રાત્રીએ પથારી કરવા સુધી સતત ખડેપગે રહેવા માંડ્યું. સવારની ચા તો એમના હાથની જ બને ! ધીમે-ધીમે મમ્મીનું માર્ગદર્શન લઈને પપ્પાએ દાળ-ભાત-શાક વગેરે બધું જ બનાવતા શીખી લીધું. બાર મહિનાનું અનાજ ભરવાનું, કઠોળ સાફ કરવાના, ઘઉં-ચોખા દળવાના સહિત જાણે આખા રસોડાનો ભાર તેમના માથે આવી પડ્યો. મમ્મીને અસ્થમાનો હુમલો આવે અને હોસ્પિટલમાં દાખલ કરી હોય ત્યારે આખી રાત હોસ્પિટલમાં ગાળે. વહેલી સવારે ઘરે આવીને ચા બનાવીને પહોંચાડે. હું થોડી વાર મમ્મી પાસે બેસું એટલામાં કપડાં ધોવાથી લઈને ઘરનું બધું વાસી કામ પતાવીને હોસ્પિટલ પહોંચી જાય. મારા ટ્યુશન કલાસનો સમય થાય ત્યારે મને ભણવા મોકલીને એકલાં હોસ્પિટલમાં બેસી રહે. ‘કોઈક આપણને મદદ કરશે’ – એવી આશા એમણે ક્યારેય નથી રાખી. ‘આપણું કામ આપણે જાતે જ કરી લેવું’, તેમ તેઓ દ્રઢપણે માને છે. કોઈ પણ કામમાં એમણે ક્યારેય શરમ અનુભવી નથી. ઘરમાં ક્યારેય તેઓ ઑફિસના સ્ટેટ્સથી જીવ્યા નથી.

સંસારમાં બહુધા એમ બને છે કે જે લોકો સંઘર્ષમાં પસાર થયા હોય તેઓ પોતાની પછીની પેઢી સુખરૂપે જીવન જીવે એ માટે ભરચક પ્રયત્ન કરતાં હોય છે. બાળકો કેમ કરીને ડૉક્ટર કે એન્જિનિયર થઈ જાય તેના સપનાં માતા-પિતા સેવતાં હોય છે. મારા પિતાજીએ એવું કોઈ સપનું મારે માટે સેવ્યું નથી. તેઓ એમ ચોક્કસપણે માને છે કે જીવનમાં જે સહજ હોય અને જે રુચિ હોય તે કામ કરવું જોઈએ. તેઓ કહે છે કે કુદરતે આપણા માટે કોઈક કામ નક્કી કરેલું જ હોય છે, માટે તેની આંગળી પકડીને એ જ્યાં લઈ જાય ત્યાં જવું જોઈએ. મેં ક્યારેય મારા પિતાજીના મોઢે પૈસા, કેરિયર કે ઉચ્ચ હોદ્દાઓની વાતો નથી સાંભળી. જીવનની દોડમાં ક્યારેય તેમણે મને સ્પર્ધામાં જીવવાનું નથી શીખવ્યું. તેમણે મારામાં શ્રદ્ધા રાખી છે. એથી જ તો જ્યારે સાહિત્યના ક્ષેત્રમાં પ્રવેશવાનું નક્કી કર્યું ત્યારે તેમણે મને કદી નથી પૂછ્યું કે ‘આમાંથી શું મળશે ?’ ઉલ્ટાનું તેઓ મને સતત લખવાનું અને નવું નવું કરવાનું પ્રોત્સાહન આપતાં રહે છે. હું તો ઘણીવાર થાકી અને હારી ગયો છું પણ તેઓ મને સતત બેઠો કરતાં રહે છે. અમારા ઘરમાં ક્યારેય ‘મારા પૈસા-તારા પૈસા’, ‘મારી કમાણી-તારી કમાણી’ એવા શબ્દો ચર્ચાયા નથી. જે કંઈ છે એ આપણાં સૌનું છે એવું શિક્ષણ તેમણે પાયામાંથી મને આપ્યું છે. બાકી તો, આજના કહેવાતા સભ્ય લોકોની દ્રષ્ટિએ જેમાંથી કંઈ ન મળે એવા સાહિત્યના ક્ષેત્રમાં કોઈ પોતાના એકના એક સંતાનને જવા દે ખરું ? આ પ્રકારના ક્રાંતિકારી નિર્ણયો વખતે સગા-સંબંધી-સમાજના કડવાવેણ કેવી રીતે ગળી જેવા તે પણ તેમણે જ મને શીખવ્યું છે. ધીરજપૂર્વક શાંતિથી, મનને સ્થિર કરીને કામ કરવાની સમજણ તેમણે મને આપી છે.

ક્યારેક હું ધ્યાનપૂર્વક વિચારું છું તો મને એમ થાય છે કે એમનામાં ગજબની હિંમત છે. 2009માં મમ્મીનું મૃત્યુ થયું ત્યારે પણ તેઓ માનસિક રીતે એટલા જ સ્વસ્થ અને આવનારી પરિસ્થિતિથી સુસજ્જ હતાં. તેમણે સંસાર જોયેલો હતો અને અનુભવી હતાં તેથી એ સમયે મને પાસે બોલાવીને મૃત્યુની શીખ આપતાં હતાં. મમ્મીના ધબકારા જેમ ઓછાં થતાં જતાં હતાં એમ મને શાંતિથી એ સમજાવતાં હતાં કે ‘આ જો હવે હાથની નાડી બંધ થઈ ગઈ…. હવે જો પગમાંથી ચૈતન્ય ગયું…. આમાં ડરવાનું નહિ…. આ પણ જીવનનો એક ભાગ છે….’ આટલી સ્વસ્થતા તો ભાગ્યે જ કોઈ રાખી શકે. મૃત્યુના દિવસે જ અમારા ઘરે આવનારા અનેક લોકો કહેતા હતા કે અહીંથી કોઈ ગયું હોય એમ જરાય લાગતું નથી. હજારો પુસ્તકો વાંચવા છતાં જે સમજ મારામાં આવી નથી એ મને મારા પિતાજી પાસેથી સહજ મળતી રહી છે. અંતિમ દિવસોમાં મમ્મીની ઈચ્છા ખૂબ હતી કે મારા લગ્ન થઈ જાય તો સારું… (એકના એક સંતાનનું લગ્ન થાય એવી ઈચ્છા કઈ માતાની ન હોય ?) એ માટે ખૂબ પ્રયત્નો થતાં પરંતુ સાહિત્યની વાત આવે ત્યારે આમાં તો પોતાની દીકરીની આર્થિક ‘સ્ટેબિલિટી’ અને ‘સિક્યોરીટી’ જોખમમાં છે એમ સમજીને જોવા આવનારાં બધા દૂર ભાગી જતાં ! કોઈ મોટો હોદ્દો અને સ્થાયી આવક જેવું તો કશું હતું નહિ એટલે પિતાજીએ ‘આ સંસાર તો આવો જ છે…’ એમ કહીને અધ્યાત્મ દ્વારા મમ્મીના મનને વાળવાનો ભરપૂર પ્રયાસ કર્યો અને અંતે છેલ્લે એને તે વાતમાંથી બહાર કાઢીને સાચું સુખ શેમાં છે તેનું પૂરેપૂરું માર્ગદર્શન કર્યું. એમણે અધ્યાત્મ ફક્ત વાંચ્યું જ નથી, જીવી જાણ્યું છે.

મમ્મીના મૃત્યુ પછીથી આજ દિન સુધી તેઓ ઘરકામની પ્રવૃત્તિમાં ઓતપ્રોત રહે છે. રિટાયર્ડ લોકોને થતો ‘હવે શું કરીશું ?’ – એ પ્રશ્ન આજે 68 વર્ષની ઉંમરે પણ પિતાજીને કદી થયો નથી. રસોઈમાં તો જાણે એમણે માસ્ટરી હાંસલ કરી છે. હું ક્યારેક રમૂજમાં પપ્પાને કહું છું કે ‘જો ટી.વી પર પુરુષોનો રસોઈ-શૉ ચાલુ થાય તો તમારો પહેલો નંબર આવે !’ લાડવા, લાપસી, કંસાર, સુખડી થી લઈને પિઝા-પાસ્તા સહિત અનેક અઘરી વાનગીઓમાં એમની એવી તો હથોટી છે કે અમારા પડોશીઓથી લઈને કેટલાંક સગાં-સંબંધીઓ પણ માપ કે મસાલા પૂછવા માટે પિતાજીને ફોન કરે છે. અમારા ઘરની દાળ ચાખીને પડોશમાં રહેતાં બાળકો એમની મમ્મીને કહે છે કે ‘તને તો આ દાદા જેવી દાળ બનાવતાં આવડતું જ નથી….’ ક્યારેક તો મને એમ લાગે છે કે મારા મમ્મી મારા પપ્પામાં સમાઈ ગયાં છે ! પિતાજીને ફક્ત વણવાની બાબતમાં વાંધો છે. પરંતુ એમાં મારી માસ્ટરી છે ! રોટલી, પૂરી, પરોઠા સહિત બધી જ વણવાની વસ્તુઓ મને આવડે એટલે અમારી તબલાં-હાર્મોનિયમની જેમ સંગત નભી જાય છે ! સમાજમાં આપણે જોઈએ છીએ કે પુરુષોને બે-ચાર દિવસ જમવાનું બનાવવાનું હોય તો પણ લાચારી અનુભવે છે. મોટેભાગે તો બહાર જઈને જ જમી લે છે ! એની સામે હું માનું છું કે મારા પિતાજીનું જીવન સમાજને ખૂબ પ્રેરણા આપે તેવું છે.

આ ઉંમરે પણ પિતાજી નવું નવું વાંચતા રહે છે, નવા લેખો શોધીને મને આપતા રહે છે. ઉત્તમ ફિલ્મો જુએ છે અને સાથે સાથે મનગમતાં ગીતો પણ માણે છે. સવારના પાંચથી રાતના દસ સુધી ઘરના ખૂણેખૂણાની દરકાર કરતાં પિતાજીને ક્યારેક થાકીને હાંફી જતાં જોઉં છું ત્યારે બોલી ઊઠું છું :
‘બસ પપ્પા, હવે ક્યાં સુધી કરશો…? તમારી તબિયતને અસર થાય છે….’
એ ધીમે રહીને મને એક જ વાક્ય કહે છે : ‘મારી ચિંતા ના કરીશ…. તારા લગ્ન થયા વગર હું આ પૃથ્વી છોડીને જવાનો નથી….’ ખરેખર, દેવતાઓ કંઈ હિમાલયમાં જ નથી વસતાં. એ આપણી આસપાસ જ હોય છે. આપણે ફક્ત એમને ઓળખી લેવાની જરૂર હોય છે. મને ગર્વ છે કે આજે હું જે કંઈ છું તે એમના લીધે છું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous યુ.એસ.-કેનેડાનાં સરોવરો – ગિરીશભાઈ પંડ્યા
ચોરીનું ધન – રવીન્દ્રનાથ ટાગોર Next »   

85 પ્રતિભાવો : એક સંઘર્ષભરી જીવનયાત્રા – મૃગેશ શાહ

 1. નિલેશ થાનકી says:

  મૃગેશભાઈ,

  આપના પુજ્ય પિતાશ્રીના સંઘર્ષ અને સાધના તથા ત્યાગની ભાવનાનાં સવિશેષ દર્શન કરાવીને અમને સૌને જીવનનો એક સબળ અને સચોટ માર્ગ દર્શાવ્યો છે. આપની ઉત્તમ અભિવ્યક્તિની પાછળ પણ જે અવ્યક્ત છે તે પણ અકલ્પનીય જ રહેવાનું છે ! થોદા સમય પહેલાં મેં એક અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ અહીં મૂક્યો હતો”સંગીત સાધના” . તેને અહીં ફરી વાર મૂર્તિમંત થતો જોયો. આવા આદર્શ પિતા અને પૂત્રને ધન્યવાદ સાથે વંદન !!

 2. Vaishali Maheshwari says:

  Wow – Mrugeshbhai, your father is a true inspirational human being. He went through many ups and downs and still won all the battles of life without any grudges – which is very difficult to do.

  While reading about your father’s struggle, it reminded me about the conversations that I had with my father several years ago. My grandfather passed away when my father was very young and as my father was the eldest among 4 brothers and 3 sisters he had to take all the responsibilities of looking after the family. He also faced lot of challenges and passed all the exams of his life.

  Mrugeshbhai, now I know that you and your father cook delicious food too. I am eagerly waiting to be your guest when I visit India 🙂

  Jokes apart, after knowing about all the struggles that our Grandparents and Parents have faced, we should be very thankful to God for giving us such an easy life. Our Parents have sacrificed a lot in our upbringing. We cannot repay what they have done, but we can at least try to keep them happy at all times and value their sacrifice and love.

  Once again, it was wonderful to read about your father’s life. My salute to him…There is a lot to learn from the way he has lived his life and is continuing living with such great spirit and courage.

 3. Pravin Shah says:

  ખુબ જ સન્ઘર્ષ મય જિવન પન ઉત્તમ કક્ષાનુ જિવન્. તેમનિ
  ઇચ્છા પુરિ થાય એવિ આશા રાખિએ

 4. જીવન એ સઘર્ષ નો પર્યાય છે તે આનુ નામ.

 5. Chintan Oza says:

  મૃગેશભાઈ..આપના પિતાજીનો જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ જાણીને ખુબજ અહોભાવ થયો. એમની સાદગી અને મૃદુતાનો અનુભવતો જ્યારે આપને મળવાનું થયુ ત્યારે અનુભવેલોજ છે. જીવનનાં દરેક તબક્કે સમભાવ રાખવો અને પોતાના સંતાનમાં પણ એજ ગુણો એટલીજ નિખાલસતાથી આપવા એ કદાચ બહુ જૂજ વિરલ વ્યકિત્વ નિભાવી શકે છે. મને લાગે છે કે આપણા જેવા યુવાનોએ આજ એક વાત આપણા વડીલજનો પાસેથી ગ્રહણ કરવાની છે. આપના લેખનમાં પણ ખુબજ ગહનતા અને વિષયવસ્તુ પરની પકડ અમે વાંચકવર્ગ નિહાળી રહ્યા છીયે એ પણ વિવિધ વૈવિધ્ય ધરાવતા વિષયો પર..આપના પિતાજીને અમારા વંદન કહેજો અને પ્રભુને દિલથી પ્રાર્થનાકે એમને ખુબજ સરસ સ્વાસ્થય મળતુ રહે.

 6. JITENDRA J TANNA says:

  ખુબ જ સરસ. હ્રદયસ્પર્શી તેમ જ પ્રેરણાત્મક આલેખન.

 7. urmila says:

  You are lucky to have such loving and caring father – My salute to him.His life story teaches us big lessons in life of how to deal with stress and when money is tight, how to do without basic without grumbling or getting depressed.

 8. Vijay says:

  વ્હાલા મૃગેશભાઈ,
  તમારા પિતાજીના જીવન વિશે વાંચીને લાગ્યુકે ” જિંદગી જીંદા-દિલીનું નામ છે ” એ કહેવત એઓ સાર્થક કરીને જીવ્યા છે।
  ઈશ્વર એમની ઈચ્છા જલ્દી પૂરી કરે એવી પ્રાર્થના।

 9. Jyotindra says:

  મૃગેશભાઈ, સેવા અને સંઘર્ષની પ્રેરણા આપતી તમારા પિતાશ્રીની સત્ય વાત વાંચી. આવા મજબુત મનોબળ વાળા મનુષ્યો જીવનમાં બહુજ ઓછા જાણવા મળે છે. તમારુ સદભાગ્ય છે કે આવા ઉચ્ચ કોટીના ઇન્સાન તમને પિતા તરીકે મળ્યા. એમનું ઋણ તમારે જ અદા કરવાનું છે. તમારા લગ્નની એમની ખ્વાહીશ તમારે પૂરી કરવી જોઈએ એમ હું મારા ૭૪ વર્ષને લક્ષ્યમાં રાખીને કહી રહ્યો છું. આટલું સુખ એમની ઢળતી ઉમરે એમને મળશે તો તેમના અંતરના આશિષથી તમારું જીવન આનાથી વધુ ઉજ્જવળ બનશે.

 10. Nirav says:

  ખુબ જ અદભુત અને અનુકરણીય . કેટલીક વાર જ્ઞાન આપણને જે સમજાવી નથી શકતું , તે આપણને દેવતુલ્ય માનવીઓ તેમની સમજણ દ્વારા સમજાવી જાય છે . . . કારણકે તેઓ પોતાના અનુકરણીય આચરણથી જ આપણને જીવનના પાઠ શીખવી જાય છે .

  આપના પિતાને મારા દંડવત પ્રણામ . મારા પપ્પા પણ જાણે એક દેવદૂત જ હોય , તેટલી હદે અદભુત છે અને તેમની કાર્યનિષ્ઠા અને ધગશનો તો હું 100મો ભાગ પણ નથી .

 11. Parthvi Patel Shah says:

  Realy very inspirational life, I would like to salute your father who have never run away from his responsibilities. I have seen so many people around who are ready to do anything to run away from their responsibilities towards family, parents even wife & children. We need your father kind of people in our society.

 12. Mayur Mehta says:

  મૃગેશભાઈ

  આપના પિતાજી ના ચરણો મા વંદન.

 13. Kartik says:

  સો ટકા સાચું કે હજાર પુસ્તક વાંચવા કે ગમે તેટલું ભણવા છતાં – પોતાનાં પિતા જ સંકટ કે મુશ્કેલીભર્યા સમયે જે માર્ગદર્શન આપે તે વધુ ડ્હાપણ ભર્યું, સચોટ અને સાચું હોય છે. પોતે મુશ્કેલીભર્યું જીવન જીવીને પણ પોતાનાં સંતાનો માટે માર્ગ સરળ કરે છે. અને, આવા માનવીઓનાં જ સંતાનો સમાજમાં ઉદાહરણ પૂરા પાડે છે.

  બ્રેવો મૃગેશભાઇના પપ્પા અને મૃગેશભાઇને!

 14. Mukund P. Bhatt says:

  ખુબ જ પ્રેરણાદાયિ લેખ. ૨૦૧૩ ના વર્ષમાં એમની,આપની અને અમે સર્વે વાચકોની (આ લેખથી તમે અપરિણિત છો એ જાણ્યા પછી)ઈચ્છા પુરી થાય એવી પ્રભુને પ્રાર્થના.

 15. Very inspraing .a true fighter!!!!

 16. jignesh says:

  બહુ સરેસ મિત્ર આ તમારિ વાર્તા સાભદિ ને ખુબ અનન્દ થયો ……..

  તમરા પિતાજિ નિ વિચાર શેર્નિ અને સહન શક્તિ બહુ સરેસ ચે……….

  અભર દોસ્ત

  જિગ્નેશ

 17. Sunil Bhavsar says:

  ખરેખર ખુબજ સરસ લેખ છે…આભાર્

 18. જે છે તે છે’ એ જાણે એમનો જીવનમંત્ર છે. ઈશ્વર પર એમને અપાર શ્રદ્ધા છે. …………. ખરેખર, દેવતાઓ કંઈ હિમાલયમાં જ નથી વસતાં. એ આપણી આસપાસ જ હોય છે. આપણે ફક્ત એમને ઓળખી લેવાની જરૂર હોય છે. મને ગર્વ છે કે આજે હું જે કંઈ છું તે એમના લીધે છું…. ૧૦૦% સાચી વાત કહિ આપે.

 19. dinesh tilva says:

  મૃગેશભાઈ, જાજુ નહિ આકરું લખું છું કે ચોત્રીસ વર્ષે સમજણ કેળવો…

 20. ઘણો સરસ લેખ. હાર્દીક ધન્યવાદ.
  આ વાંચીને મને મારી માની સંઘર્ષમય જીવનયાત્રાનું સ્મરણ થાય છે. અમને બે ભાઈઓને પીતાનો નહીં પણ માનો સહારો હતો, અને સ્વમાનપુર્વક જીવવાનો પાઠ અમને મા પાસેથી મળ્યો હતો.

 21. Gaurang Dilipbhai Oza. says:

  Dear Mr. Mrugesh Shah,
  Very good. I appreciate your Pitru Bhakti. I am also a pitru bhakt so I have enjoyed a lot. Really, now very difficult to be a ‘savaya’ than Father for us. Since May 2012, I am passing through his ways to lead the family so, now I can understand him well his unfold part of great life of simply great personality. My loving & care Taker Father, Friend & Guide I have lost on 09th May of this year.
  I prey to almighty to give you long long time to do the Pitru Bhakti.
  VANDAN to Great Personality who has live the life without any complains.
  He has accepted 100% which God has given him. He has never asked to the GOD why to me?
  Endless Acceptance Power always wins so NIJA ANAND. Kyay, Koi Dukh chhe j Nahi.
  Big Lucky you are sorry we are.

 22. kalyani vyas says:

  મૃગેશભાઈ, તમારા પિતાના જીવનસંઘર્ષ વિશે લખીને તમોએ આજની પેઢીને એક સરસ ઊદાહરણ પૂરુ પાડ્યું છે.સેવા , ત્યાગ અને સંઘર્ષ ભર્યું જીવન જીવીને અને “જે છે તે છે” એ જીવનમંત્ર ને કેમ સાર્થક કરવો તેની પ્રેરણા આ લેખ વાંચીને મળે છે. આપના પપ્પાને મારા પ્રણામ કહેશો તથા તેમની જે તમારા લગ્ન થઈ જાય તે ઈચ્છા છે તે આવતા આ નવા વર્ષમાં જરૂર પૂરી થઈ જાય તેવી અમોને આશા છે. અમારી દુવા પણ છે.

 23. સુભાષ પટેલ says:

  ‘એક સંઘર્ષભરી જીવનયાત્રા – મૃગેશ શાહ’ આ લેખ પ્રસ્તુત કરતાં પહેલા મૃગેશભાઇને ઘણી દ્વિધા થઇ હશે. ગાડરિયા પ્રવાહે ન ચાલનારાના જીવન હંમેશા સંઘર્ષમય રહ્યા છે. આ લેખ વાંચીને તેમને લાયક પાત્ર મળી જાય તેવી હાર્દિક શુભેચ્છા. અને ઇશ્વરિય નિયમ પ્રમાણે મળી જ જશે.

 24. shweta says:

  બહુ જ સુન્દર્

 25. હેમાન્સુ પરીખ says:

  બહુ જ સુન્દર લેખ આપણા પોતાના જીવનમા ઉતારવા અને શીખવા જેવુ. આભાર અને તમને બન્નેને ઘણી બધી શુભેચ્છા.

 26. મૃગેશભાઈ,

  આપના પિતાજીનાં સંઘર્ષમય જીવન ની હકીકત જે રજૂ કરી છે તે માટે એટલું જ કહી શકાય કે ઈશ્વર તેણે તેમજ તમારા પરિવારને સદા આવા ઉત્તમ જીવન જીવવાની તેમજ વિપત્તિઓ સામે સુખરૂપ પાર ઉતરવાની શક્તિ સાથે પ્રેરણા અર્પે.

  આજે આવા સંઘર્ષમય જીવનની વાત સમજવી અને સાંભળવી કદાચ કલ્પનાતિત હોઈ શકે ! આજે ધીરજ – નીતિમત્તા – ખંત – અને શ્રદ્ધા જેવા ગુણો સામન્ય માનવીના જીવનમાંથી અલોપ થઇ ગયા છે.

  પરમકૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કે આપની મમ્મી અને પિતાશ્રીની અધૂરી રહી ગયેલ મનોકામનાઓ, આવતીકાલથી શરૂ થતા નવા વર્ષમાં પરિપૂર્ણ થાય તેવી કૃપા આપ સર્વે પર કરે. આપ સર્વેને શક્તિ સાથે સદા આવું ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા અર્પે.

 27. RASHMIN PATHAK says:

  acceptance power always wins,Heartly salute to your Great—Great father who did not run away from his responcibilities.,again my head bowed infront of him

 28. viranchibhai says:

  આપનો આપના પિતાશ્રિ નો લેખ વાચી મને મારો ભુતકાલ યાદ આવિ ગયો,
  મારુ સમ્ગ્ર જીવન આવિ જ રિતે વિતેળ હાલ ૬૪ વર્શે શન્તિ મલિ.

 29. kalpana desai says:

  આજના જમાનામાં પણ આટલા ક્ડક નિયમોનું પાલન કરનાર છે ખરા!
  સલામ અને વંદન ખરા ગુરુજીને.કાશ….દર સોએ એક વ્યક્તિ પણ આવી પાકે!

 30. Jagdish Visave says:

  Respected Shri Mrugeshbhai,

  Very Great, Solute for your father’s life style

 31. Piyush S. Shah says:

  મૃગેશભાઈ,

  પરમાત્માને એ જ પ્રાર્થના કે આપની મનોકામનાઓ, આવતીકાલથી શરૂ થતા નવા વર્ષમાં પરિપૂર્ણ થાય તેવી કૃપા કરે. આપને શક્તિ સાથે સદા આવું ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા અર્પે.

  ખુબ પ્રેરણાદાયી…

 32. Raj says:

  Mrugeshbhai,
  Very good and very inspiring.hope his wishies come true in New year.
  and Happy New Year to your family
  raj

 33. ushma says:

  મૃગેશભાઈ,
  આપના પિતાજી ને વંદન.
  પ્રભુને દિલથી પ્રાર્થના કે આપના પિતાજી ની મનોકામનાઓ, આવતીકાલથી શરૂ થતા નવા વર્ષમાં પરિપૂર્ણ થાય.

 34. Dr. Rajesh mahant says:

  ખરેખર, દેવતાઓ કંઈ હિમાલયમાં જ નથી વસતાં. એ આપણી આસપાસ જ હોય છે. આપણે ફક્ત એમને ઓળખી લેવાની જરૂર હોય છે.
  ખરેખર ખુબ જ સાર્થક રિતે જીવનને નિહાળે છે.
  સલામ છે એમને.

 35. ખુબજ પ્રેરક,અતિસંઘર્શમય જિવન. સત્યઘટના છતાંયે કાલ્પનીક વાર્તા હોય તેવુ લાગે!
  ઘણાં કુટુંબો વધતી ઓછી મુશ્કેલીઓમાથી પસાર થતા જ હોય છે. મારા પિતાજીનો જિવનમંત્ર હતો “આ દિવસો પણ ચાલ્યા જશે”!

 36. kalidas gohel says:

  કર્મન્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન્

 37. manubhai1981 says:

  સદ્ગત માતૃ ને પરમ વઁદનીય પિતૃ ને ભાવભર્યાઁ વઁદન !
  તમારી હજાર પુસ્તકો અને મમ્મી પપ્પામાઁ સમાવાની વાત
  અવિસ્મરણીય બની રહેશે..જલ્દી લગ્ન કરી લો !આભાર !

 38. કાકાને જય શ્રી કૃશ્ણા

 39. gita kansara says:

  મ્રુગેશભાઈ,
  ૨૦૧૩ના નવા વર્શનેી અનેકાનેક શુભેચ્હાઓ.આપના પિતાશ્રેીને કોતેી કોતેી વન્દન્.
  આપના પિતાશ્રેીનેી સન્ગર્શયાત્રાનેી જિવનકહાનેીનો પ્રેરનાદાયેી લેખ આજનાસમાજ્મા ખરેખર જિવન જિવવાનો સન્દેશ આપ્યો.પિતાજિનેી રાહે આપશ્રેી પન રેીદ ગુજરાતેીના
  વાચકોને નવા નવા લેખનેી પ્રસદેી નેી લ્હાનેી આપેી ને ઉમદા ભગેીરથ કાર્ય કરોચ્હોજ્.
  પિતાજિનેી મનોકામના ને સ્વપ્ના પરિપુર્ન થાય એજ અભ્યર્થના.

 40. gita kansara says:

  પ્રેરનાદાયેી લેખ્.પિતાશ્રેીને કોતેી કોતેી વન્દન્.નવા વર્શનેી અનેકાનેક શુભેચ્હા.
  સહન્શક્તિ ના ઉમદા ગુન નો સન્દેશ શેીખવા મલ્યો.પિતાશ્રેીનેી મનોકામના પરિપુર્ન થાય્
  જલ્દેી જલ્દેી આપ જિવનમા પ્રભુતાના પગલા પાદેી જિવન સુગન્ધમય બનાવો ને નવા નવા લેખોનેી પ્રસાદેી નેી લ્હાનેી વાચ્કોને આપ્યાજ કરો એજ અભ્યથના.

 41. Aarti Bhadeshya says:

  wow mrugeshbhai nice i have no word ……………

 42. HARSHAD THAKER says:

  some times we feel that how struggleful life! but at the same time Mr. shah has never uttered a word for that, what a bravery! Mrugeshbhai it is good to hear my father but if you have mentioned the great name, we could have better saluted him; now we came to know that how you get courage to have such a big site
  (sight).
  Thanks for the article.

 43. anjana says:

  Inspirational heart touching story..
  Thanks for sharing..

 44. Pravin V. Patel says:

  ભાઈશ્રી મૃગેશભાઈ,
  વાસ્તવિક દુનિયાની તાસીર અહીં આપે સુપેરે રજુ કરીને કેટલાયે યુવાનોને માટે સફળ
  હકારાત્મક જીવનની કેડી કંડારી છે.
  આપના પિતાશ્રીએ એક પેઢી આગળ ચાલીને જે સાહસ કર્યું છે,એ અમૂલ્ય છે.
  એવા વીરલા કોક!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
  આપનું મૂંગું બલિદાન અને આપે વર્ણવેલો સામાજિક મુલ્યાંકનના માપદંડનો
  પર્દાફાશ કોઈકની આંખમાં ચમકારો જરુર લાવશે.
  કુટુંબ માટે ન્યોછાવરી કરતા પિતાઓનું અંતઃકરણ રડતું હોય પણ તેઓનું હાસ્ય વિલાતું
  નથી કે જોમ ઘટતું નથી, આ હકિકત પ્રભુકૃપાએ ૭૫ની વયે કરી શકું છું.
  ભાઈશ્રી ધનંજયભાઈને કોટિ—કોટિ—-વંદન.
  સાહસ બદલ અભિનંદન.
  આભાર.

 45. પ્રદીપ શાહ says:

  મારા સ્વ. પિતાશ્રેી પણ આ પ્રકારનુઁ વ્યક્તિત્વ ધરાવતા હતા. તમારેી અઁગત વાતો જાણેી ,તમારાઁ તથા તમારાઁ પિતાશ્રેી પરત્વેનાઁ મારાઁ માન-અહોભાવમાઁ વધારો થયો છે.હુઁ પણ આવો સારો પિતા બનેી શકુઁ,તેવેી ઇચ્છા ધરાવુ છુઁ.આપ બઁન્નેને મારાઁ વઁદન !

 46. Kishore Patel says:

  મૃગેશભાઈ, આપના પિતાશ્રીને મારા શત શત વંદન.

 47. Raksha Sisodia says:

  મૃગેશભાઈ સૌ પ્રથમ આપણે અભિનંદન કે તમારા આ લેખથી ઘણા એવું કહેશે કે ભાઈ રે આપણાં દૂ:ખનું કેટલું જોર? આ લેખ ખરેખર પ્રેરણાદાયી છે.આપના પિતાશ્રીને કોટિ કોટિ વંદન સાથે ખૂબ ખૂબ ધન્યવાદ!!! કદાચ એમના શબ્દકોશમાં કંટાળો- શબ્દને સ્થાન નહીં હોય. તેથી જ આવા સંઘર્ષોમાં ઝઝૂમી શકે છે. તેઓએ તો ઈશ્વરે સોંપેલું કામ કરવાનૂ નક્કી કર્યું છે. આને કદાચ સંઘર્ષ નહીં પણ જિંદગીમાં સેવા કરવાની સુવર્ણ તક મળી છે કે જે ભાગ્યશાળીને જ પ્રાપ્ત થાય છે. અને હવે તમને પણ એવું જ ભાગ્યશાળી પાત્ર મળે કે જેમને આવા જિંદાદિલી વ્યક્તિની સેવા કરવા મળે.

  નવું વર્ષ આપની તથા આપના પિતાશ્રીની દરેક મનોકામના પૂર્ણ કરે એ જ શુભેચ્છા
  રક્ષા સિસોદિયા – વડોદરા

 48. Nilesh Shah says:

  Good Article.Prey God To fulfil your father desire.Wish you Happy & Fruitful New year.

 49. કવિતા મહેતા says:

  મૃગેશ ભાઈ,
  આ લેખ વાંચી ને જીવન ના સંઘર્ષ ને નવેસર થી સમજવાનું જોમ મળ્યું.
  સંઘર્ષ છતાં સરળતા જાળવી રાખવી અત્યંત અઘરી છે.
  તમે કહ્યું કે સંઘર્ષ અને સેવા એમના જીવન મંત્ર રહ્યા, પણ હું કહીશ કે સંઘર્ષ, સેવા અને સરળતા એ જીવન મંત્ર રહ્યા.
  મને જીવન ના નવા ઉત્સાહ નો અનુભવ થયો, ખુબ પ્રેરણા મળી મને જીવન ના સત્ય સામે સંઘર્ષ કરવા ની.
  આટલી સરસ પ્રેરણાત્મક ઝીંદગી જીવવા બદલ આપના પિતાજી ને પ્રણામ અને સુંદર લેખ દ્વારા એ અમારા સુધી પહોચાડવા બદલ તમારો પણ આભાર.

 50. jyotindra bhatt says:

  મન ભાવન સરસ

 51. Bhumika says:

  Wish you very Happy New Year-2013.

  Mrugheshbahi thanks for sharing such types of true story of your own, it gives inspiration to all of us to live a good life. May god fulfill all ur wishes.

 52. mukesh pandya says:

  પિતા વિશે લોકો ખુબ કમ લખયુ ચે. લોકો માત્ર માતા માટૅ જ લખ લખ કરે ચે.પિતા ના બલિદાન માટે કોઇ ને જાનેં મતલબ જ નથિ બાપ નુ બાલિદાન માતા ના બાલિદાન કર્તા જરાય્ કમ નથિ. પિતા એ પત્ત્થર ચે જેના પર માતા પોતાનુ સર્વસ્વ સોપિ પોતાનિ સુવાસ ફેલાવતિ રહે ચે.

 53. Paresh Shah says:

  Very heart warming article. Most of us love our parents and they are our inspiration. I live with my parents, wife and kids in London for 20 years. A lot of people say that it is nice that you are taking care of your parents. But I always say they are taking care of me, even at this age and this is the truth.
  I am very glad that you have such a great father and it is because of his inspiration you are doing “sahitya seva”.
  Congratulations and best wishes for your father’s health.
  Aavjo.

 54. Ashwin Shah says:

  મૃગેશભાઈ
  ચિંતન,મનન કરાવે તેવી , પ્રેરણાદાયક, અને માર્ગદર્શક સુંદર સ્વાનુભવની વાત રજુ કરી એક અલગ અનુભૂતિ અને અભિગમનો અનુભવ કરાવ્યો તે બદલ અભિનંદન ,વિકટ પરિસ્થિતિ, સંજોગો અને સમયને સુઅવસરમાં પરિવર્તિત કરી જીવનને કેવું મધુર , રળીયામણું અને , સરળ બનાવાય તે વાતને સરસ રીતે પ્રસ્તુત કરી બાકી પરિચય, પ્રતિભાવ, આભાર જેવી બાબતે કહેવામાં વ્યક્તિ વિનમ્ર, ઉદાર બની વધુ ખીલે છે અને ઉદાર ભાવે પોતાના વિચારોને રજુ કરે છે તેમાં તેને કોઈ જ કંજુસાઈ કરવાની હોતી અને કાંઈજ ગુમાવવાનું હોતું નહી બલકે મેળવવાનું જ હોય છે હા માત્ર અતિશયોક્તિ ન હોય તો ગમે –અશ્વિન શાહ, માંજલપુર, વડોદરા

 55. Gajanan Raval says:

  dear mrugeshbhai,
  On the very first day of 2013 I send warm wishes to you and your loving father that during this year your wedding
  takes place and your father starts DADAGIRI in near future

  With due affection….
  G Raval & Family
  Salisbury-MD,USA

 56. devina says:

  dear mrugeshbhai wish yu good luck in the new yr ,n my salute to real hero..thnx for sharing..

 57. Dhruti says:

  નવા વર્ષની શુભકામના મૃગેશભઇ… એકદમ અસરકારક લેખ…

 58. Madhavjibhai Gamdha says:

  જીવન એ સઘર્ષ નો પર્યાય છે તે આનુ નામ.

 59. Amit Patel says:

  Congratulations Mrugeshbhai, no word for your father’s care for family and your’s respect for father.The way you written this article, i have no doubt that you are in a perfect profession.

  Wish you a very happy new Year and a successful career.

 60. govind shah says:

  YOU HAVE ALSO ACCEPTED & followed footstep of yr. father- i.e sangrsh & seva by serving gujarati bhasha. wish you all the best in new year. thanks- govind shah

 61. Rajni Gohil says:

  પ્રેરણાદાયક લેખ બદલ આભાર. જીવનના મૂલ્યોનું જતન કરીને જીવે તેનેજ સાચા અર્થમાં જીવન જીવ્યું કહી શકાય.

 62. મુગ્રેશભાઈ નમસ્કાર,

  ખુબજ લાગણીશીલ અને પ્રેરણાદાયક લેખ બદલ આપનો આભાર, આ લેખમાંથી આજની પેઢી ની શીખવા માટે નો ઉતમ છે.

  આપના પિતાજી નો જે મંત્ર છે પોતાનું કામ પોતે કરવું આ જ મંત્ર મારા પિતાજી મને કહે છે.

  આભાર્

 63. રતિભાઈ પટેલ says:

  શ્રી ભ્રુગેશભાઈ

  માતૃદેવો ભવ: પિતૃદેવો ભવ: સનાતન સત્ય છે એની પ્રતીતિ લખેલા “સંઘર્ષ”માં પ્રત્યક્ષ થાય છે. માતા-પિતાનો અમૂલ્ય ખજાનો ભાગ્યશાળી સંતાનોને મળે છે પિતાનો સંઘર્ષ આપણા જીવનને ચણવામાં અને ઘડવામાં કેટલો બધો ભાગ ભજવે છે એનો ચિતાર તમારા લખાણથી પ્રસ્તુત થાય છે. લખાણ ના શબ્દો .સાદા, સરળ છે પણ શબ્દોમાં રહેલી પ્રચંડ શક્તિ માણસને જીવવા માટેની દિશા, હિમંત અને આશા આપે છે. પૈસા ખરચતા સઘળું મળશે પણ મા-બાપ નહિ મળે અને ગયો સમય પાછો નહિ આવે એની શ્રુતિ અને સ્મૃતિ કરાવતા ચિંતનીક ભોજન આપવા માટે આભાર, ધન્યવાદ. મા-બાપના ઉપકારો એટલા અગણિત છે કે ગણતાં થાકી જવાય. આપણા બાળકોમાં તમારા પૂજ્ય પિતાશ્રીના સેવાભાવી વિચારી તથા આદર્શોનું સિચન કરીશું તો આપણે આપના મા- બાપના સાચા અનુયાયી, વંશજ ગણાઈશું . તમારા પિતાશ્રી જય જયકાર

  શુભેચ્છા સાથે ,

  રતિભાઈ પટેલ

  વાશિંગટન ડી. સી.
  યુ. એસ. એ.

 64. gajanand trivedi says:

  તમઆરો લેખ વન્ચ્યા પચ્હિ કઐઇ કહેવા નિ તાકાત નથિ રહિ મારા મિત્ર. આભાર્

 65. Vijay says:

  Mrugeshbhai,

  My heartly Thanks to you and your Dad. આપના પિતાએ જીવન જીવ્યુ છે. મારા નમસ્કાર.

  વિજય

 66. suryakant shah says:

  Dear Mrugesh,

  Thanks for sharing such types of true story of your own, it gives inspiration to all of us to live a good life. May god fulfill all yr best wishes & dreams and keep yr health healthy and make yr life cheerful,enjoyable and colourful.

  I prey to almighty to give you long long time to do the Pitru Bhakti.
  VANDAN to Great Personality who has live the life without any complains.
  He has accepted 100% which God has given him. He has never asked to the GOD why to me?
  Endless Acceptance Power always wins and make yr life cheerful,colourful & enjoyable.
  Thanks & Regards
  suresh shah

 67. Hiral says:

  આપની અને આપના પિતાની સંઘર્ષ યાત્રાને સલામ.

 68. Kamlesh says:

  મુગેશભાઈ અદભુત!! જોરદાર લેખ. તમારા પપ્પા ને સાચા હૃદય થી સલામ!!!

 69. Arvindkumar Madhavlal Parikh says:

  Dear Mrugeshbhai
  I do not wish to add to a lot of letters of compliments to you for writing the article abut your father,and to your father for
  raising you with the fatherly care,devotion and love. I only want you to know that in the preface of my autobiography (yet unpublished) that “every one thinks that his/her life is unique and interesting” How true is this? PLease tell your father to write his biography,we will learn a lot from it.

 70. Manish Shah says:

  સૌ પ્રથમ આપના પિતાજી ને મારા નત મસ્તક વન્દન

  We all can feel your father’s hard life, although words
  can not describe actual thing specially when it comes to feelings.

  Thanks for sharing with us such a inspiring life of your father in best possible manner.

  at this moments, I like to thanks my father-mother who make
  me a routine habit to read alteast one page of good written paragraphs everyday. Today you make my day.

  Long live life to Uncle.

  Wish you will get your dream life partner in this year.

  Once again thanks for sharing with us.

 71. vandana shantuindu says:

  મ્રુગેશ ભઇ , આપના પપ્પાને ઓળ્ખુ , પણ આજે નવો પરિચય મલ્યો . તમે કેમ આવા છો એ સહ્જ સમ્જાયુ . આપ્ના પપ્પા એ કરેલા તપનુ તેજ હુ આપ્ના ઘરમા અને આપ મા પણ વિલસતુ જોઉ છુ . ખરેખર પ્રરેરણાદાયઈ.

 72. NAVEEN JOSHI,DHARI,GUJARAT says:

  શ્રી મૃગેશભાઈ,
  આ૫નાં પિતાશ્રીને મારાં પ્રણામ.સાથે આપનાં જેવાં સમજું પુત્ર પણ નસિબદારને જ પ્રાપ્ત થાય છે.
  નવીન જોશી,ધારી,ગુજરાત્

 73. Sandhya Bhatt says:

  જીવનની કપરી વાસ્તવિકતાઓને હકારાત્મક રીતે લેવાથી કેટલો આત્મવિકાસ થાય છે, તે તમારા પિતાજી પાસેથી શિખવા મળ્યુ.આવુ સત્વભર્યુ જીવન હોવાને કારણે જ તમારી ભાષાનો રણકો સ્પર્શી જાય છે.

 74. jitu J L says:

  i really don’t know what to say !just my pranam to your great father .

 75. Eshwarne shodhwa Mandir Masjid ke charchma jaiye chhe shu Te Aapna niwasma nathi ?

 76. vishnu desai says:

  મૃગેશભાઈ,
  અપનો હ્દયસ્પર્શી લેખ વાંચ્યો. આપના પિતાજીનાણા સંઘર્ષમય જીવનને પ્રણામ છે. સમય આગળ બધા જ લાચાર હોય છે. તેમ છતાં જે વિત્વાનું હતું તે વીતી ગયું. ભવિષ્ય માટે ખુબ ખુબ શુભકામનાઓ.
  = વિષ્ણું દેસાઈ.

 77. Nitin says:

  Mrugeshbhai,

  Heartly thanks to you

 78. pooja parikh says:

  aapna pitaji ne shat shat pranaam…

 79. dharmesh says:

  Very Great
  it gives inspiration to all of us
  thanks to you

 80. jagrutiben rajyaguru says:

  ‘જનનીની જોડ સખી…’ આ પંક્તિ તમારો લેખ વાંચ્યા પછી અહીં હું બદલાવુ છુ. ‘જનક્ની જોડ નહિ જડે…’ સમાજની કઠોર વાસ્તવિક્તાને ઝેલીને અને ઝીલીને પ્રેમની ગંગા વહાવનાર પિતાજીને સલામ.
  કોઇ ખુશનશીબને આ વડલાની આવી શીતળ છાયા મળે અને આપના હમસફર્ બને તેવી શુભેચ્છ!!!!

 81. Dhiren Shah says:

  Very nice inspirational article. Salute to your father & you. Very rarely we see articles showing great side of a man/father..Really good.

 82. Bina Desai says:

  Somehow read this article today and it saddened me completely, once again. What an irony. The father who said I will not leave until you get married had to say good bye to the son. How can God be so cruel?

 83. Prexa says:

  No words for MRugeshbhai’s father , after struggling so much in life now he s by himself again.feeling so bad after reading this article as the person who did this much for everyone is alone again.

 84. Premkunj says:

  Selute to your father

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.