મારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ…. – અનુ. વૈશાલી માહેશ્વરી

[ ઈન્ટરનેટ પર જુદા જુદા સ્વરૂપે લખાયેલી પ્રચલિત અંગ્રેજી વાર્તાનો અનુવાદ કરીને રીડગુજરાતીને મોકલવા બદલ વૈશાલીબેનનો (અમેરિકા) ખૂબ ખૂબ આભાર. પ્રસ્તુત વાર્તા માટે કોઈ ચોક્કસ સર્જકનું નામ અપ્રાપ્ય છે તેથી અહીં માત્ર અનુવાદકનું નામ પ્રકાશિત કરવામાં આવ્યું છે. વૈશાલીબેનનો આપ આ સરનામે vaishalismaheshwari@gmail.com સંપર્ક કરી શકો છો.]

[dc]એ[/dc] દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે. મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું, છતાં હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું. મેં સ્વસ્થ થઈને શાંતિથી મારી વાત શરુ કરી અને કહ્યું કે : ‘મારે છુટાછેડા જોઈએ છે….’ મારી ધારણાં મુજબ જ આ વાક્ય સંભાળતાં એના મોં પર સંતાપ ન દેખાયો, બલકે એણે નમ્રતાપૂર્વક મને પૂછ્યું, ‘શા માટે ?’

મેં એના પ્રશ્નનો વળતો જવાબ ન આપ્યો. આ વાતથી તે ખૂબ ગુસ્સે થઈ. લાકડાનો તવેથો એ મારી તરફ ફેંકીને આક્રોશમાં બોલી, ‘તું તો માણસ જ નથી….’ તે રાત્રે અમે બન્નેએ એકબીજા જોડે વાત ન કરી. તે રડતી હતી. મને ખ્યાલ હતો કે એને એ જાણવું હતું કે અમારા વૈવાહિક જીવનને થઈ શું ગયું છે ? પરંતુ હું એને સંતોષકારક જવાબ ના આપી શક્યો. મારું હૃદય હવે ‘જેન’ નામની સ્ત્રી માટે ધડકતું હતું. હું મારી પત્નીને પ્રેમ નહોતો કરતો. મને તો એના માટે માત્ર દયા ઉપજતી હતી.

છેવટે અપરાધની અત્યંત લાગણી સાથે મેં છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કર્યા અને એમાં નોંધ કરી કે મારી પત્ની અમારું મકાન, અમારી ગાડી અને અમારી કંપનીમાં 30% નો ભાગ પોતાની માલિકીનો કરી શકશે. મારી પત્નીએ તે દસ્તાવેજો પર એક નજર ફેરવી અને પછી ફાડીને એના ટુકડા કરી દીધા. જે સ્ત્રીએ મારી સાથે એની જિંદગીના દસ વર્ષ વીતાવ્યાં હતાં તે મારી માટે આજે એક અપરીચિત વ્યક્તિ બનીને રહી ગઈ હતી. મને એનો સમય, સહારો અને ઉત્સાહ વ્યય કરવાનો ભારે પછતાવો હતો છતાં મેં જે કહ્યું એ શબ્દો હું પાછા નહોતો લઈ શકતો કારણ કે હું જેનને બહુ જ પ્રેમ કરતો હતો. મારી ધારણા મુજબ દસ્તાવેજો ફાડ્યા બાદ મારી પત્ની મારી સામે બહુ જ મોટેથી રડી પડી. મારી માટે એના આંસુએ મારી આઝાદી કે મારા છુટકારાનો સંકેત હતો. છૂટાછેડાની વાતે મારા મન પર છેલ્લા કેટલાક સમયથી કબજો કરી લીધો હતો; એ હવે વધુ દ્રઢ અને સ્પષ્ટ થતી જણાઈ. બીજે દિવસે જ્યારે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો મારી પત્ની કંઈક લખી રહી હતી. આખો દિવસ પેલી જેન જોડે વિવિધ પ્રસંગોમાં વીતાવ્યા બાદ હું ખૂબ જ થાકી ગયો હતો, તેથી રાત્રી ભોજન કર્યા વગર જ ઊંઘી ગયો. હું વચ્ચે ઉઠ્યો ત્યારે મેં જોયું તો હજુ તે કંઈક લખી રહી હતી. ખેર, મને એની કોઈ પરવા નહોતી એટલે પીઠ ફેરવીને હું સૂઈ ગયો.

સવારે એણે અમારા છૂટાછેડા માટે અમુક શરતો મારી સમક્ષ મૂકી. એને મારી જોડેથી કશું જોઈતું નહોતું પણ એને છૂટાછેડા પહેલા એક મહિનાની નોટીસ જોઈતી હતી. એણે એવી વિનંતી કરી કે એક મહિના દરમ્યાન અમે બન્ને એક સરળ વૈવાહિક જીવન જીવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. એની આ શરતો માટેના કારણો બહુ સરળ હતા કારણ કે અમારા પુત્રને એક મહિનાના સમયગાળામાં પરીક્ષાઓ હતી અને અમારા છૂટાછેડાને લીધે એના અભ્યાસમાં કોઈ બાધા આવે એવું તે ઈચ્છતી નહોતી. આ શરત મને મંજૂર હતી. પરંતુ એણે કેટલીક અન્ય શરતો પણ મૂકી હતી. એ ઈચ્છતી હતી કે હું એ સમય યાદ કરું જ્યારે મેં અમારા લગ્નના દિવસે તેને ઊંચકી હતી એને અમારા શયનખંડમાં તેને લઈ ગયો હતો. એણે એવી વિનંતી કરી કે હું એને આ એક મહિના દરમ્યાન રોજ સવારે અમારા શયનખંડથી અમારા ઘરની મુખ્ય ઓરડીના દરવાજા સુધી ઊંચકીને લઇ જઉં ! શરત વાંચીને મને એમ થયું કે આ હવે ગાંડી બની ગઈ લાગે છે ! પણ અમારા સાથે રહેવાના માત્ર છેલ્લા દિવસોને સહન કરી શકાય એવા બનાવવા ખાતર મેં તેની આ વિચિત્ર માંગ પણ સ્વીકારી લીધી… ખાનગીમાં મેં જેનને પત્નીના છૂટાછેડાની શરતો વિશે વાત કરી ત્યારે તે આ વાહિયાત વાતો સાંભળીને હસી પડી. તેણે ધિક્કારપૂર્વક કહ્યું : ‘તારી પત્ની ભલે ગમે તે તર્ક અપનાવે પરંતુ એણે આ છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે…’

મેં જ્યારથી અમારા છૂટાછેડા વિશે મારી પત્નીને સ્પષ્ટ વાત કરી ત્યારથી અમારા બન્ને વચ્ચે કોઈ જ શારીરિક સંબંધ નહોતો. તેથી શરત પ્રમાણે પ્રથમ દિવસે જ્યારે મેં એને ઊંચકી ત્યારે અમને બન્નેને બહુ અતડું લાગ્યું. અમારો દીકરો તો અમારી પાછળ તાળીઓ પાડતો ખુશીથી કહેતો હતો કે : ‘આજે ડેડીએ મમ્મીને એમના હાથોમાં ઊંચકી છે……’ એના આ શબ્દોથી મને વેદના થઈ. શયનખંડથી મુખ્યખંડમાં અને તે પછી દરવાજા સુધી – એમ દસ મીટર કરતાં પણ થોડું વધુ અંતર મેં એને મારા હાથમાં લઈને કાપ્યું. એણે એની આંખો બંધ કરી અને મને એકદમ નમ્રતાપૂર્વક કહ્યું : ‘આપણા પુત્રને આપણા છૂટાછેડા વિશે વાત ન કરતાં.’ થોડા દુઃખ સાથે મેં હકારમાં માથું ધૂણાવ્યું. મેં એને દરવાજાની બહાર હાથમાંથી નીચે ઉતારી. તે કામ પર જવા બસની રાહ જોઈને ઊભી રહી અને હું કારમાં મારી ઑફીસે જવા રવાના થયો.

એ પછી બીજા દિવસે તો અમે બહુ સહજતાથી વર્તી શક્યા. તેણે મારી છાતી પર ટેકો લીધો. મને એના વસ્ત્રોમાંથી આવતી સુવાસનો અનુભવ થયો. મને એ સમજાયું કે આ સ્ત્રીને મેં છેલ્લાં ઘણા સમયથી ધ્યાનથી જોઈ પણ નથી. મને એ પણ સમજાયું કે તે હવે યુવાન નથી રહી. તેના મોં પર નાની કરચલીઓ છે અને એના વાળ પણ સફેદ થઈ રહ્યા છે. અમારા વૈવાહિક જીવને જાણે એના જોડેથી કર વસુલવાનું શરુ કર્યું હતું. એક ક્ષણ માટે તો હું વિસ્મયમાં મુકાઈ ગયો કે મેં આની જોડે શું કરી દીધું છે ! ચોથા દિવસે મેં જ્યારે એને ઊંચકી ત્યારે અમે ફરી નિકટ થઈ રહ્યાં હોઈએ એવું મને લાગવા માંડ્યું. આ એ જ સ્ત્રી હતી જેણે એની જિંદગીના દસ અણમોલ વર્ષ મને સમર્પિત કર્યા હતાં. પાંચમાં અને છઠ્ઠા દિવસે મને એહસાસ થયો કે અમારી નિકટતા વધી રહી હતી. મેં જેનને આ વાતની જાણ ના કરી. જેમ જેમ મહિનો વીતતો ગયો એમ એમ એને ઊંચકવું મારે માટે સહેલું થતું ગયું. કદાચ આ રોજની કસરત મને મજબુત બનાવી રહી હતી !

એક સવારે તે અમુક વસ્ત્રો પસંદ કરી રહી હતી. તેણે અમુક પહેરીને માપી જોયાં પરંતુ બરાબર ફીટ બેસે તેવા એકેય કપડાં નહોતાં. નિસાસો નાખતાં તે બોલી : ‘મારા બધા વસ્ત્રો માપ કરતાં મોટા થઈ ગયા છે.’ ત્યારે અચાનક મને એહસાસ થયો કે તે કેટલી બધી પાતળી થઇ ગઈ છે. કદાચ એટલે જ હું એને સહેલાઈથી ઊંચકી શકતો હતો. મનોમન મને થયું કે અરેરે… એણે પોતાના દિલની અંદર કેટલી કડવાશ અને દર્દ છુપાવી રાખ્યાં હશે. હું એની નજીક ગયો અને તેના મસ્તકનો સ્પર્શ કર્યો. બરાબર તે જ સમયે દીકરો અંદર આવ્યો અને કહ્યું : ‘ડેડ, મમ્મીને ઊંચકીને બહાર લઈ જવાનો સમય થઇ ગયો છે….’ એની માટે તો એના ડેડી રોજ એની મમ્મીને ઊંચકીને બહાર લઈ જાય એ એની જિંદગીનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો હતો ! મારી પત્નીએ દીકરાને ઈશારાથી નજીક બોલાવ્યો અને એને હૃદય સરસો ચાંપી લીધો. મેં મારું મોં બીજી તરફ ફેરવી લીધું કારણ કે મને ભય હતો કે ક્યાંક છેલ્લી ઘડીએ હું મારું મનનાં બદલી દઉં ! પછી મેં તેને રાબેતા મુજબ મારા હાથોમાં ઊંચકી એને શયનખંડમાંથી મુખ્ય ખંડ અને પછી મુખ્યખંડના દરવાજા સુધી એને લઈ ગયો. એના હાથ મારા ગળા ફરતે એકદમ નાજુક રીતે વીંટળાયેલા હતાં. મેં એનું શરીર એકદમ સજ્જડ રીતે પકડી રાખ્યું હતું. બરાબર એ જ રીતે જે રીતે અમારા લગ્નના દિવસે પકડ્યું હતું. પરંતુ એના આટલા ઓછા વજનને લીધે હું દુઃખી હતો. મને થતું કે શું કામ એ જીવ બાળતી હશે ?

છેલ્લે દિવસે જ્યારે મેં એને મારા હાથમાં ઊંચકી ત્યારે હું એક કદમ પણ આગળ ન વધી શક્યો. દીકરો એ સમયે નિશાળે ગયો હતો. મેં એને એકદમ સજ્જડ રીતે પકડીને કહ્યું, ‘મને એવી ખબર પડી ગઈ છે કે આપણી જિંદગીમાં નિકટતાનો અભાવ હતો….’ એ પછી હું કાર લઈને ઓફીસ ગયો. કારને લોક કર્યા વગર એમાંથી ઝડપભેર કૂદકો માર્યો કારણ કે મને એ ભય હતો કે કોઈપણ પ્રકારનો વિલંબ મારો વિચાર બદલી દેશે. હું સીડીઓ ચઢીને ઉપર ગયો. જેને દરવાજો ઉઘાડ્યો અને મેં એને કહ્યું :
‘સોરી જેન, મારે હવે છૂટાછેડા નથી જોઈતા…’
તેણે મારી સામે આશ્ચર્યપૂર્વક જોયું અને પછી મારા કપાળ પર હાથ ફેરવ્યો : ‘તને તાવ તો નથી આવ્યો ને ?’
મેં એનો હાથ મારા કપાળ પરથી હટાવ્યો.
‘સોરી જેન….’ મેં કહ્યું, ‘હું છુટાછેડાં નહીં લઉં. ખાસ તો મારું વૈવાહિક જીવન એટલે નીરસ હતું કારણ કે અમે અમારી જિંદગીના મૂલ્યોની કિંમત સમજતા નહોતાં. હકીકતે એવું નથી કે અમે એકબીજાને પ્રેમ નહોતા કરતાં. હવે મને એહસાસ થાય છે કે જ્યારથી અમારા લગ્નના દિવસે હું એને મારી ઘરે લઈ ગયો હતો ત્યારથી અમારું મૃત્યુ અમને અલગ ન કરે ત્યાં સુધી મારે એને સાથ આપવાનો જ હોય.’ મારી વાત સાંભળીને જેન જાણે અચાનક નિંદ્રામાંથી ઉઠી હોય એમ આવાક થઇ ગઈ અને મને જોરથી એક તમાચો માર્યો અને પછી એટલા જ જોરથી દરવાજો બંધ કરીને ચોધાર આંસુએ રડી પડી. હું સીડીઓ ઊતરીને નીચે ગયો અને પછી કાર લઈને નીકળી ગયો.

રસ્તામાં એક ફૂલોની દુકાનમાંથી મેં મારી પત્ની માટે ગુલદસ્તો ખરીદ્યો. દુકાનદારે મને કાર્ડમાં કંઈક લખવા વિશે પૂછ્યું. મેં સ્મિત કર્યું અને લખ્યું, ‘મોત આપણને અલગ ન કરી દે ત્યાર સુધી હું દરરોજ સવારે તને ઊંચકીશ….’ તે સાંજે હું ઘરે આવ્યો. મારા હાથોમાં ગુલદસ્તો અને મુખ પરની મુસ્કાન સાથે હું સીડી ચઢી ઉપર મારી પત્નીને મળવા ગયો…. પણ એ સમયે એણે એના દેહનો સાથ છોડી દીધો હતો.

એ પછી મને ખબર પડી કે મારી પત્ની છેલ્લા અમુક મહિનાઓથી કેન્સરથી પીડાતી હતી. તેનું વજન ઘટતું જતું હતું. પરંતુ હું તો જેન સાથે એટલો વ્યસ્ત હતો કે મેં આની કોઈ નોંધ જ લીધી નહોતી. એને ખબર હતી કે તે જલ્દી જ આ સંસાર ત્યજી દેશે. મારા દીકરા સામે મારી કહેવાતી છાપ ખરાબ ન થાય એટલે તેણે છૂટાછેડાની વાત આગળ ન ધપાવી. કમસેકમ હું મારા પુત્રની સમક્ષ એની આંખોમાં એક પ્રેમાળ પતિ તરીકે રહી શકું તેથી તેણે આમ કર્યું.

ખરેખર તો આપણા જીવનની સુક્ષ્મ બાબતો જ આપણા જીવનમાં સૌથી અગત્યની હોય છે. એ નથી હવેલી, નથી ગાડીઓ, નથી મિલકત કે નથી બેંકમાં જમા કરેલાં આપણા નાણાં. આ બધી ભૌતિક વસ્તુઓ ખુશીઓનું કારણ બની શકે પરંતુ એ પોતે તો ખુશીઓ ન જ આપી શકે. એટલે તમારા જીવનસાથીના મિત્ર બનવા માટે સમય ફાળવો અને એકબીજા માટે એ તમામ નાની ઝીણી-ઝીણી વસ્તુઓ કરો કે જેનાથી તમારી નિકટતા વધી શકે. ખરા અર્થમાં ખુશખુશાલ વૈવાહિક જીવનની તમને શુભકામનાઓ !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સપોર્ટિંગ એન્જિન – મુર્તુઝા પટેલ
આ વર્ષ કેવું જશે ? – હરેશ ધોળકિયા Next »   

40 પ્રતિભાવો : મારી પત્નીને ઉંચકવાના એ ત્રીસ દિવસ…. – અનુ. વૈશાલી માહેશ્વરી

 1. અંગ્રેજી અવેલેબલ હોય તો પાના પર મથાળૂ અને સર્જકનુ નામ તો હોયજને,અજ્ઞાત કેમ હોઈશકે?!!!!

  • Editor says:

   અનુવાદક પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે જુદા જુદા સ્વરૂપે લખાયેલી પ્રચલિત વાર્તાને કારણે કોઈ એક સર્જકનું નામ જોવા મળ્યું નથી. જો મળશે તો અહીં જરૂર અપડેટ કરવામાં આવશે. વધુ માહિતી માટે આપ અનુવાદકનો સંપર્ક કરી શકો છો. આભાર.

   લિ.
   તંત્રી.

 2. થાનકી એનપી. says:

  જીવનની કરૂણ વાસ્તવિકતાનું નિરુપણ કરતી આ કથાને સામાન્ય માનવાની ભૂલ કરવા જેવું નથી જ. આજ જ્યારે નેટ જેવાં સામુહિક સંપર્કનાં વિવિધ માધ્યમો હાથવગાં છે ત્યારે માનવ માનવ વચ્ચેનું અંતર વધતું જાય છે એ પણ એક હકીકત છે.અને અંતર જ આજની દારુણ સમસ્યા છે તે સમજવાની જરૂર પણ છે.

 3. mahesh desai says:

  Bahuj sundar story . lagan jivan ni nani vato nu mahatav ketlu te bahuj sundar rite batavel chhe.

 4. Jigisha says:

  અત્યન્ત સુન્દર વાર્તા!

 5. NAVEEN JOSHI,DHARI,GUJARAT says:

  સુન્દર વાર્તા, જાણે ગુજરાતી નવલિકા. અન્ત ૫ણ ચોટદાર. અભિનન્દન.
  ======નવીન જોશી,ધારી,ગુજરાત્.

 6. sarvaani says:

  ખુબ જ હ્રદયસ્પર્શી વાર્તા……

 7. yogi pande says:

  Really nice one –but I HAVE seen that in US even woman are also responsible –so many are careless –they do not prepare food –husband has to take bkfast –lunch –dinner out side –and the results with contact some one else and divorse –but atleast indian origins should not follow this –atleast take bkfast and dinner with share –then that will make a sure foundation of marriage –we have manged our dinner since last 25 years together -and i never took dinner out side how much late it may be !!!!!

 8. devina says:

  વાર્તા નિ સુન્દર રજુઆત ..

 9. gita kansara says:

  ર્હદયસ્પર્શેી વાર્તા.શુભારમ્ભ ને અન્ત સચોત મનોમન્થન વિચાર કરતો ગયો.

 10. Ashish Makwana says:

  very nice..

 11. Bhumi says:

  I read this one on Facebook…it is a nice story….

 12. MANOJ DOSHI, AHMEDABAD. says:

  વૈશાલીબેન,

  ખુબજ ઉત્તમ. લેખકને અભિનન્દન.તમારી મહેનત સફળ્.
  વાર્તા સ્વયમ બધુ સમજાવી જાય છે. છેલ્લા ફકરાની જરુર નથી.

  મનોજ દોશી.

 13. SANSKRUTI says:

  really very nice story

 14. Pravin V. Patel ( USA ) says:

  વૈશાલીબેન,
  સુંદર રજુઆત અને મહેનત.
  ધીરે ધીરે મૌલિક પણ આવતું રહેશે.
  પ્રગતિની કેડી કંડારતા જાવ એવી હાર્દિક શુભેચ્છાઓ.
  અભિનંદન.

 15. Sonal says:

  ખુબ જ સુન્દર વાર્તા. સાચે જ આજ ના વ્યસ્ત યુગ નો ચિતાર. માત્ર પતિ-પત્નિના જ નહિ પરન્તુ કોઇ પણ સમ્બન્ધમા સમય ઘણો મહત્વનો ભાગ બજવે છે.

 16. Vipul says:

  ખુબ જ સરસ!!!!!!!! અભિમન્ન ચે અમ્ને કે વૈશલિ ફમિલ્ય મેમ્બેર ચે……

 17. Heema Doshi says:

  Really heart touching story.Thank you Vaishali Maa’m for sharing this precious….splendid story

 18. Megha Bhatt says:

  really a heart touching story…

 19. Hitesh Thacker says:

  Amazing story…

 20. kumar says:

  અદભુત
  હ્રદયસ્પર્શિ

 21. pankaj nath says:

  શાચુ પ્રેમ…………

 22. krishna says:

  really nice story.. thank you editorji and you too vaishaliji

 23. raju parikh says:

  Sir

  Really good story. we do not take care of wife and so we donot come to know her problems

 24. hardik khant says:

  nice
  this story forced our mind to rethink about our relationship and its importance

 25. Darshankumar Sojitra says:

  really a heart touching story…

 26. sumit davdra says:

  જોરદાર ..

 27. komal maheshwari says:

  Di…. really very nice story… heart touching & intresting story…

 28. vishnu desai says:

  વૈશાલી,
  તમારો આ લેખ ખરેખર ખુબ જ હ્દયસ્પર્શી અને કરુણ છે. આ લેખ જો આપે લખ્યો હોય તો આપને વિનંતી છે કે આટલી કરુણતા હદયને ખુબ દુખી કરે છે. માટે વાર્તાનો અંત પોઝીટીવ અને સુખદ આવે તેવું લખો. એક લેખક તરીકે આપણો પ્રયત્ન વાચકને હકારાત્મક અને સારા વર્તનનું પરિણામ જીવનમાં સુખદ આવે છે તે સમજાવવાનો છે. લેખ વાંચ્યા પછી વાચક એક પોઝીટીવ થીન્કીંગ સાથે આનંદ અનુભવે તેમ થવું ઇચ્છનીય છે.અગર આ સત્યઘટના છે તો તેમાં ફેરફારને અવકાશ નથી.
  વિષ્ણું દેસાઈ.

 29. LALJIBHAI TUKADIYA says:

  વૈશાલી,
  આ લેખ માં બેજ બાબત માં લેખ પૂરો થયો, પ્રથમ રહી શરતો તી વાત તે સામાન્ય જ કેવાય, બીજી વાત cancer જેવી બીમારી તમોને નથી લાગતું આવી બીમારી નું આટલું ટૂંકું સ્વરૂપ ની યોગ્યતા બરાબર છે ? છતાં ગમ્યો કારણકે આપણા ગુજરાતી લેખકો ની બાબત થી થોડું અલગ તો રહેજ, મારા મન માં આ લેખ નો end હું કાદાસ નીચે આપુછું તે રીતના આપેત ને યોગ્ય લાગે તો reply કરશો,

  ‘રસ્તામાં એક ફૂલોની દુકાનમાંથી મેં મારી પત્ની માટે ગુલદસ્તો ખરીદ્યો,
  ‘mr,jen, તમો મારા પાડોશી ખરા નહિ કે,મને લાગે છે મેં તમોને first time મારી દુકાને જોયા any way,
  please, કોનું નામ અને કોઈ સંદેશ હોઈ તો જણાવો,હું દુકાનદારની વાત સમજી જ ગયો હા, તે ચોક્કસ બાબત છે કે મેં મારી પત્ની ને ઘણો અન્યાય કર્યો આજ દિન સુધી,ને હું કઈ ન બોલ્યો ગુલદસ્તો લઇ ને નીકળી પડ્યો હા, સંદેશ હું જ લખીસ તેમ જણાવી ને રેડ પેન લઇ ને નીકળી ગયો હા, સંદેશ માં શું લખવું તે વિચાર કરતા હવે જુદા થવાનો સમય આવ્યો આગળ ન વિચારતા હું ખરેખર બેવશ થઇ ને office ન જતા આજ return ઘર તરફ થોડા ભગ્ન દિલે હાલી નીકળ્યો એક મહિના ની શરત આજ પૂરી થઇ તે બાબત મને જાણે કેમ આઘાત લાગતો હોઈ તેમ જણાયું ને હા, કદાસ શરત મુજુબ અમો આવતી કાલે જો છુટા પડીશું તો હું ન વિચારી શક્યો આગળ,હા બસ એક મહિના નો સહવાસ કેટલો મધુર હતો ન કોઈ ફરિયાદ,ન કોઈ ગમો અણગમો, ખાસ મારા વહાલસોયા પુત્ર ની અપેક્ષા માં પુરા કેમ પડતા હોઈ તેના ચહેરા પર નો આનંદ આ બધું યાદ આવ્યું ને હું મારા ઘર ના ગેટ આગળ આવ્યો ને મારો પુત્ર આજ રડતા રડતા મને પૂછ્યું કે mom ક્યાં જાય છે?
  આજે તેના ચહેરા ઉપર ની કરુણતા દુખ બેવાશતા હું જોઈ ન શક્યો ને ઘર ના મુખ્ય દરવાજા ઉપર બેગ બિસ્તરા સાથે બે ત્રણ bag નું પેકિંગ જોઈ ને ફસડાઈ જ પડ્યો ને રડતા રડતા હું બિસ્તરા ઉપર બેસી જ ગયો,
  ‘મારી આ એક ભૂલ તું ભૂલી ન શક please એક મોકો આપ જીવન માં ક્યારે પણ આવું બીજી વખત નહિ બને”
  ને ડર સાથે મેં ગુલદસ્તો તેના હાથ માં આપ્યો એ સાથે બ્રિટીશ airways ની ત્રણ ટીકીટ પણ આપી,
  ‘બસ તને લઇ ને દૂર ને દૂર આજેજ નીકળી જાઉં બસ એક તું,એક વહાલસોયો પુત્ર,ને હું,મને ઘણી સમજ આવી ગઈ બસ આજ એક દિવસ માં” mrs jen આગળ વધી ને mr jen ના આશુ પોતાના રૂમાલ થી લૂછતાં બોલી,
  ‘નહિ જેન આપણે ક્યાય જવાની જરૂર નથી બસ તારે મને દરોજ ઉપાડવા ની તો ખરી જ, એ શરત તો હવે જીવનભર રહેવાની જ બાકી હું રહીશ તારા સાથે બસ OK,
  ને મારા પુત્ર નો ચહેરો મેં જોયો કેટલો આનંદ હતો એ ચહેરા પર તેની ખુશીની હદ ખરે ખર વટાવી જ ચુકી આજ ને ફરી તેની નજર સામેજ કાયમી દરવાજા સુધી ઉપાડતો પણ આજ દરવાજે થી અંદર જવા ઉપાડી ને તેની કીક્યારીથી મારું આખું ઘર ગુંજી ઉઠ્યું,

 30. કબૂલ, નાટ્યાત્મક વાર્તા, છતાંયે ડીવોર્સ નીવારવા માટે પ્રેરણાત્મક સુંદર વાર્તા!!!

 31. sneha says:

  Nice story.

 32. Krushang Doshi says:

  Really nice story. મઝા આવી …

 33. nevil dave says:

  it s a touchwood story…i ma not married but after marry i never give a divorse.

 34. Triku C . Makwana says:

  જે પાસે હોય તેનેી અવગણના કરેી બેીજે સુખ મેળવવા નેી મનોવ્રુતિ દુઃખેી થવાનિ હાથવગિ ચાવેી.

 35. Shrikant Mehta says:

  Very nice story. Everybody should understand the moral of story.

 36. dhara says:

  its really nice story for lover….

 37. Bhumi says:

  All Married couple should read this once !

 38. kalpna says:

  Verry nice story

 39. Suresh says:

  There is a short Hindi film titled, ‘In Your Arms’.
  Watch it on YouTube and figure out the original story.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.