તાજી-તાજી છે – હર્ષ બ્રહ્મભટ્ટ

જીભ જ્યાં લગી સાજી છે,
નકરી નાટકબાજી છે.

આશાઓ વાદળ પેઠે,
અમથી અમથી ગાજી છે.

ઉપરવાસ હતો વરસાદ,
અને અહીં તારાજી છે.

જાવ સુધારક પાછા જાવ,
જ્યાં છે ત્યાં સૌ રાજી છે.

બચપણથી તે ઘડપણ લગ,
શ્વાસો ઢગલાબાજી છે.

આંસુનાં ખળખળ ઝરણાં,
આંખો તાજી-તાજી છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous જીવનરંગ – સંકલિત
કઈ રીતે કૂદી જાઉં ? – ડૉ. કિશોર મોદી Next »   

9 પ્રતિભાવો : તાજી-તાજી છે – હર્ષ બ્રહ્મભટ્ટ

 1. gita kansara says:

  સુન્દર ભાવાર્થ ઝરે ચ્હે આ ગઝલમા.

 2. Sudhir Patel says:

  સુંદર ગઝલ!
  સુધીર પટેલ.

 3. jigna trivedi says:

  ખુબ સરસ ગઝલ છે.

 4. P U Thakkar says:

  “જીભ જ્યાં લગી સાજી છે,
  નકરી નાટકબાજી છે…

  “આશાઓ વાદળ પેઠે,
  અમથી અમથી ગાજી છે.”

  … જ્યાં સુધી જીંદગી છે ત્યાં સુધી હજારો શક્યતાઓ જીવંત છે…
  જીભની નાટકબાજી અને આશાઓનું ગાજવું !!

  “બચપણથી તે ઘડપણ લગ,
  શ્વાસો ઢગલાબાજી છે.”

  જીંદગી બીજુ શું છે ? શ્વસાતી જતી ક્ષણો અને વરાળ બની જતી યાદો અને પાછો આશા (કદાચ ઠગારી!!) નો વરસાદ..નઠારા વાદળોની જેમ ગાજીને અથવા ગાજ્યા વગર જ!!

  સરસ શબ્દો છે..આકર્ષી જાય તેવા તેના રચયિતાને સલામ…!!

 5. V.A.Patel Tampa,Fla.Usa says:

  Meaningful words ,good Gazal, keep continue. congratulation.

 6. p j paandya says:

  શબ્દોનિ સરસ ગુથનિ કરિ મજા પાદિ દિધિ ધન્યવાદ્

 7. shailesh a shah says:

  Hriday sparshi…..
  really

 8. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  હર્ષભાઈ,
  મસ્ત ગઝલ આપી. શું કરીએ, સાજી જીભ લઈને જીવવું આજની અનિવાર્યતા બની ગઈ છે ને ?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 9. અનંત પટેલ says:

  મઝા આવી ગઇ હોં.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.