તને – એસ. એસ. રાહી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.]

સાતમું આકાશ ઓઢાડું તને
ઘાસની જાજમમાં પોઢાડું તને

મનગલીમાં રાખવાની ચીજ તું
આ સ્થળેથી હું નહીં કાઢું તને

મૌનની ગુફાનો હું કેદી ભલે
સાંભળે તો એક બૂમ પાડું તને

આપજે ખુશ્બૂની હોડી તું મને
મેં દીધું છે ફૂલનું ગાડું તને

આવવું પડશે તને ‘રાહી’ સુધી
તું કહે તો સ્વપ્ન પહોંચાડું તને


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વાલમ – મીનાક્ષી ચંદારાણા
હાસ્યમોતી – સંકલિત Next »   

5 પ્રતિભાવો : તને – એસ. એસ. રાહી

 1. gita kansara says:

  સુન્દર ગઝલ્. રાહેીનેી કલ્પના મૌલિક વિચારશૈલેી ઉત્તમ્.
  સ્વપ્ના સિધ્ધ હો એજ શુભકામના.

 2. Bhavna Vasiya says:

  ખુબ સરસ લખ્યુ ………

 3. jigna trivedi says:

  નવેીન કલ્પના.બહુ મજા આવેી.

 4. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  રાહી સાહેબ,
  નવી તરાહની મજાની ગઝલ આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 5. અનંત પટેલ says:

  બહુ સુંદર ગઝલ. અભિનંદન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.