વાલમ – મીનાક્ષી ચંદારાણા

[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.]

ઊની ઊની ઊડે છે રાખ, વાલમ !
આ કોરો જાય છે વૈશાખ, વાલમ !

મદભરી ડાળ પર બંધાવ ઝૂલા,
મને જોશીલા હીંચકા નાખ, વાલમ !

બધા અજવાસ ઝટપટ ઓલવી દે,
તને દેખાડું તરસી આંખ, વાલમ !

અરે નફફટ, હવે ના બોલ ઝાઝું,
અધરને તું અધરથી વાખ, વાલમ !

લે રંગી નાખ તંતોતંત રસિયા,
જરી નહીં, આખેઆખી ચાખ, વાલમ !

તું દઈ દે ઘૂંટ બે સંજીવનીના,
અને બસ તું જ મારી નાખ, વાલમ !

ઊડ્યું છે મન નશીલા સ્વપ્નલોકે,
અને ફફડે છે બબ્બે પાંખ, વાલમ !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “વાલમ – મીનાક્ષી ચંદારાણા”

Copy Protected by Chetan's WP-Copyprotect.