મોહન મળિયા – પુષ્પા વ્યાસ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

રાંધણિયામાં મોહન મળિયા,
હળવે હળવે હરજી હળિયાં !
જીવનભર જે દળણાં દળિયાં,
રાંધણિયામાં કેવાં ફળિયાં ?

માળા ને ના મંતર જપિયા,
અગનિ સાખે અંતર ધરિયાં !
અંતર ધરતાં અંતર ટળિયાં !
એમ નિરંતર અંતર મળિયાં !

અંતરગુહમાં જંતર બજિયાં,
સુરતા વાધી સુધબુધ તજિયાં.
ઉભયે કોણે કોને ભજિયાં ?
પાર ન એનો કોઈ સમજિયાં-

રાંધણિયામાં રસ ને રસિયા,
સકલ પદારથમાં એ વસિયા,
રાંધી રાંધી જો કુછ રખિયાં,
કંઈ હાથોં સે ઉસને ચખિયાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “મોહન મળિયા – પુષ્પા વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.