મોહન મળિયા – પુષ્પા વ્યાસ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

રાંધણિયામાં મોહન મળિયા,
હળવે હળવે હરજી હળિયાં !
જીવનભર જે દળણાં દળિયાં,
રાંધણિયામાં કેવાં ફળિયાં ?

માળા ને ના મંતર જપિયા,
અગનિ સાખે અંતર ધરિયાં !
અંતર ધરતાં અંતર ટળિયાં !
એમ નિરંતર અંતર મળિયાં !

અંતરગુહમાં જંતર બજિયાં,
સુરતા વાધી સુધબુધ તજિયાં.
ઉભયે કોણે કોને ભજિયાં ?
પાર ન એનો કોઈ સમજિયાં-

રાંધણિયામાં રસ ને રસિયા,
સકલ પદારથમાં એ વસિયા,
રાંધી રાંધી જો કુછ રખિયાં,
કંઈ હાથોં સે ઉસને ચખિયાં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હકનો રોટલો – પોપટલાલ મંડલી
ભવસાગર – મધુમતી મહેતા Next »   

2 પ્રતિભાવો : મોહન મળિયા – પુષ્પા વ્યાસ

  1. gita kansara says:

    પધ્યરચનામા અન્તે જોદકનાનો પ્રાસ સરસ બેસતો આવેચ્હે.મજા આવેી ગઈ.

  2. p j pandya says:

    જાને વાચ્ત વાન્ત મોહન્ને મલત હોઇએ તેવો આનન્દ આવ્યો

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.