- ReadGujarati.com - http://www.readgujarati.com -

લઈને બેઠો છું – પ્રવીણ કે. જાદવ ‘હૅન્સી’

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (આણંદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે punj_ami@yahoo.com સંપર્ક કરી શકો છો.]

આ કેવું ગાંડપણ લઇને બેઠો છું,
નામ વગરનું સગપણ લઇને બેઠો છું!

વિસ્મૃતિનો રોગ લાગ્યો છે એમને,
ને કારણ વગરનું સ્મરણ લઇને બેઠો છું!

એક સ્વપ્ન સમો બગીચો તૈયાર કર્યો હતો,
આજ કાંટાળું રણ લઇને બેઠો છું !

પ્લુટોનિક કે ટાઇટેનિક,
અંતે તો ડૂબવાનું જ;
તરાવી ન શક્યું એવું ઝરણ લઇને બેઠો છું!