[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી નાનુભાઈનો (જૂનાગઢ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે vmsofttone@yahoo.com પર અથવા આ નંબર પર +91 9429433232 સંપર્ક કરી શકો છો.]
હરિના હાથમાં કાતરને ગજ,
ઈ બેઠ્ઠો છે થઈ સજ્જ….. હરિના હાથમાં કાતરને ગજ….
ગજથી માપે કાતરથી કાપે, એને યાદ રહે રજે રજ,
વિચારીને વેંતરે છે, તારા કુડ કપટને તજ.
……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…
મોટો કારીગર કસબી મોટો, ખેલાડી ખોખડ ધજ,
માપી માપીને કાપે કાતર લઈ, સંચો હાંકે થઈ સજ.
……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…
આંટી ઘૂંટીથી માપે એ તો, ભુલા પડ્યા એમા અજ,
ક્યાં કેટલું કેમ વેંતરવું, એની એને સમજ.
……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…
‘નાનુ ભરાડ’તું નક્કી રાખજે, ઈ ખોટું માપે નહીં સહજ,
એની માપણીમાં જગત સમાયું, આખા જગતનો જજ.
……………………………….. હરિના હાથમાં કાતરને ગજ…
6 thoughts on “હરિના હાથમાં – નાનુ ભરાડ”
નાનુભાઈ ભરાડની કવિતા વાંચી ખુબ આનંદ થયો…ખુબજ સરળ ભાષામાં ચોટદાર વાત કહી શકાય….
ધન્યવાદ…આભાર
excellent poem in natural ‘Sorathi’ dilect.
નાનુભાઈ,
મજાનું, જીવન દર્શન કરાવતું માર્મિક કાવ્ય.
ગજ કાતરણી લઈને બેઠા દરજી દીન દયાળ … યાદ આવી ગયું
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
નાનુભાઈ,
બીજી એક વિનંતી કરવાની કે … છઠ્ઠી લીટીમાં—‘ ખોખડધજ ‘ શબ્દપ્રયોગ સાચો નથી , તેની જગાએ ” ખખડધજ ” = કદાવર , ઘરડું પણ મજબૂત ; હોવુ જોઈએ. સાચા શબ્દો તથા સાચી જોડણીનો આગ્રહ ગુજરાતી ભાષાની પહેલી અને અનિવાર્ય માગ છે.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
આભાર કાલિદાસભાઈ
ખુબ સરસ નનુભૈને અભિનન્દન્