ગઝલ – ભાવેશ ભટ્ટ

[‘કવિતા’ સામયિકમાંથી સાભાર.]

સદાય એક સમો થનગનાટ ના પણ હોય.
હવાની ચાલ બધે સડસડાટ ના પણ હોય.

ત્રણેય લોક ગઝલમાં સમાવી લઉં છું હું,
અહીં બધાયનાં પગલાં વિરાટ ના પણ હોય.

છતાં ઉજાસનાં ધોરણને જાળવી રાખે,
અમુક-અમુકના દિવાઓમાં વાટ ના પણ હોય.

તૂટે-ફૂટે તો હરખ-શોક બહુ નહીં કરવો,
દરેક જિંદગીઓ મોંઘી-દાટ ના પણ હોય.

ખૂટી ગયા છે કિરણ, દબદબો છતાં પણ છે,
બધા સૂરજની ભીતર ઝળ-હળાટ ના પણ હોય.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous મન વગર – દર્શક આચાર્ય
સ્વશિક્ષણ સાધના – વિમલા ઠકાર Next »   

8 પ્રતિભાવો : ગઝલ – ભાવેશ ભટ્ટ

 1. gita kansara says:

  સરસ ગઝલ્.માર્મિક અર્થ સચોત્.

 2. palak jayswal says:

  Superb Gazal Bhaveshbhai All shares are excellent but I like fouth share the most.

 3. jigna trivedi says:

  વાહ! મજા આવેી ગઈ.

 4. Kalidas V. Patel { Vagosana } says:

  ભાવેશભાઈ,
  ગઝલ મજાની આપી. આભાર. … છઠ્ઠી લીટીમાં — ” દીવામાં ” હોવું જોઈએ.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 5. HETAL PANDYA says:

  પેહેલિ પન્ક્તિ કોૂબ્જ અર્થ્પ્રુન ચે..

 6. p j pandya says:

  મઝા આવિગઐ સરસ ગઝલ્

 7. harshad solanki says:

  ખુબ સર ભાવેશ

 8. અનંત પટેલ says:

  સરસ ગઝલ. અભિનંદન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.