મન વગર – દર્શક આચાર્ય

[‘ગુજરાત’ સામયિક દીપોત્સવી-2012માંથી સાભાર.]

એક સપનાની રહી કેવી અસર,
છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર.

હું તને ક્યાંથી મળું એકાંતમાં,
આપણી વચ્ચે વસે આખું નગર.

જીવવાનો અર્થ આવો થાય છે –
પાર કરવાનો સમુંદર મન વગર.

ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર.

પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે,
મ્હેંક જેવું કોણ પામે શી ખબર !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

5 thoughts on “મન વગર – દર્શક આચાર્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.