મન વગર – દર્શક આચાર્ય

[‘ગુજરાત’ સામયિક દીપોત્સવી-2012માંથી સાભાર.]

એક સપનાની રહી કેવી અસર,
છેક થઈ ગઈ પુષ્પ સુધીની સફર.

હું તને ક્યાંથી મળું એકાંતમાં,
આપણી વચ્ચે વસે આખું નગર.

જીવવાનો અર્થ આવો થાય છે –
પાર કરવાનો સમુંદર મન વગર.

ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
જિંદગી છે એટલે રંગોસભર.

પુષ્પ માફક આ અહીં ખીલ્યા અમે,
મ્હેંક જેવું કોણ પામે શી ખબર !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હરિના હાથમાં – નાનુ ભરાડ
ગઝલ – ભાવેશ ભટ્ટ Next »   

5 પ્રતિભાવો : મન વગર – દર્શક આચાર્ય

 1. pujju says:

  સરસ….ગમ્યુ..:-).

 2. darshana says:

  ekdam saras ….

  ચિત્ર નક્કી એમણે દોર્યું હશે,
  જિંદગી છે એટલે રંગોસભર

 3. p j paandya says:

  સરસ નમન હોઇ તો માદવે જવાય સફએર પન થાય્

 4. mona patel says:

  mhek ni to khabr nhi pan dekhay 6e ama zalak koi premi yugal ni

 5. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  દર્શકભાઈ,
  આપણું કામ તો ફૂલની જેમ ખીલવાનું … મહેંક કોણે લેવી તે નક્કી કરવાનું નહિ ! આપની ખુદ્દારી ગમી.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.