ખોટું નથી – તથાગત પટેલ

[‘વિચારવલોણું’ સામાયિકમાંથી સાભાર.]

એકને એક બે થાય ખોટું નથી,
ને અગિયાર કે’વાય ખોટું નથી.

આજ રસ્તો ય ચાલ્યો ગયો ક્યારનો,
એકલા પગ અમૂઝાય ખોટું નથી.

ફૂલ પણ સાંજ પડતાં ખરી જાય છે,
કામમાં આંસુ લેવાય ખોટું નથી.

ચોતરફ ભૂખને ભૂખ દોડ્યા કરે,
ભાગતાં કોળિયો થાય ખોટું નથી.

બારણાં એટલે કાયમી જાગરણ,
એમનું માન જળવાય ખોટું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

2 thoughts on “ખોટું નથી – તથાગત પટેલ”

Copy Protected by Chetan's WP-Copyprotect.