ચર્ચાયા કરે – નટવર આહલપરા

વાત ગમતી રોજ ચર્ચાયા કરે
આંખમાં બસ તું જ અંજાયા કરે !

લાગણી કોયલ બની ગાતી રહી,
રોજ ટૌકામાં તું દેખાયા કરે !

બાગને તો અવદશા છે ભાગ્યમાં
પાનખરનો ખેલ ખેલાયા કરે !

એષણા ધુમ્મસ બની ગંઠાય ગૈ,
શ્વાસ આછા તોય મૂંઝાયા કરે !

હું ઉલેચું તોય તારા કંઠનો,
ઝાંઝવા રણના પણે હિઝરાય છે !

Leave a Reply to subhash undhad Cancel reply

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “ચર્ચાયા કરે – નટવર આહલપરા”

Copy Protected by Chetan's WP-Copyprotect.