વાત ગમતી રોજ ચર્ચાયા કરે
આંખમાં બસ તું જ અંજાયા કરે !
લાગણી કોયલ બની ગાતી રહી,
રોજ ટૌકામાં તું દેખાયા કરે !
બાગને તો અવદશા છે ભાગ્યમાં
પાનખરનો ખેલ ખેલાયા કરે !
એષણા ધુમ્મસ બની ગંઠાય ગૈ,
શ્વાસ આછા તોય મૂંઝાયા કરે !
હું ઉલેચું તોય તારા કંઠનો,
ઝાંઝવા રણના પણે હિઝરાય છે !
6 thoughts on “ચર્ચાયા કરે – નટવર આહલપરા”
સાહેબશ્રી
આપની કૃતિ વાંચી આનંદ થયો
આપ વેબ world માં આપનું યોગદાન આપો છો તે બહુ જ સારી વાત છે
આપના સાહીત્યક શક્તિ નો લાભ આધુનીક ટેકનોલોજી નો ઉપયોગ કરતા લોકોને મળે તે સારી વાત છે
કેતન પોપટ
પ્રિય આહલ્પરા સાહેબ્
આપ નિ ગઝલ વાચિ ને બહુજ આનન્દ થયો
Sundar maja padi gayi.
સુંદર ગઝલ.
ખુબ મજા પડે તેવેી ગઝલ છે. વાહ આહલપરા સહેબ્
khrekhar khub j sundar ….