ગઝલ – અનંત પટેલ

અધૂરા વાયદાઓની તને ફરિયાદ કરવી છે,
સૂણો જો ધ્યાન દઈને તો હૃદયની વાત કરવી છે.

કરી છે લાખ ક્ષતિઓ અમે અણજાણતા રહીને,
કરો જો માફ તો ગુન્હાતણી કબૂલાત કરવી છે.

સાથે કશું કોઈ જીવનમાં લઈ નથી જાતું-
કરે સૌ યાદ સદા એવી મુલાકાત કરવી છે.

અમારી ચેષ્ટાઓને ભલે સમજી શક્યું ના કોઈ-
અમારે તો મધુરા પ્રેમની ખૈરાત કરવી છે.

નવા સંબંધની વાતો હવે કરવી નથી અહિંયાં,
વિયોગ તણી ઘડિયો ફરીથી યાદ કરવી છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચાહના – ભારતી રાણે
ચર્ચાયા કરે – નટવર આહલપરા Next »   

7 પ્રતિભાવો : ગઝલ – અનંત પટેલ

  1. Kalidas V. Patel { Vagosana } says:

    અનંતભાઈ,
    મધુરા પ્રેમની ખેરાત કરતી આપની ગઝલ ગમી. ત્રણ વાર વાંચી અને મમળાવી. આવી મધુરી ગઝલો આપતા રહેશો. આભાર.
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  2. varun patel says:

    વાહ વાહ !! બહુ સરસ છે…

  3. sudhir patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  4. kalpesh says:

    સારુ લાગે ચે જ્યારે આપ્ ના લોકો મલે ચે…

  5. સ્‍નેહલભાઇ પટેલ. says:

    !! નવા સંબંધની વાતો હવે કરવી નથી અહિંયાં,
    વિયોગ તણી ઘડિયો ફરીથી યાદ કરવી છે.!!

    અતિ સુંદર અનંતભાઇ.

    નિવૃત્‍તિવયે અર્પણ આપને….

    નજદીકયા નિવૃત્‍તિ વયની, રચના બની અનંત.
    વયનિવૃત્‍તિની નજીક આ ઘડિયે, કરુ પ્રાર્થના અનંત પ્રભુને.
    છે “અનંત” અનંત અમારા, બનાવશો એમને “અનંત સાગર”

    સ્‍નેહલભાઇ પટેલ.
    ગાંધીનગર.

  6. mayur patel says:

    jordar …….. love u….

  7. નિકુંજ પટેલ says:

    બહુ સરસ ગઝલ. અભિનંદન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.