નોંધ – તંત્રી

પ્રિય વાચકમિત્રો,

સંગીત માટે એમ કહેવાય છે કે સૂરની સમજ કોઈને હોય કે ન હોય પરંતુ તાલની સમજ જન્મજાત સૌને હોય છે. આ તાલ જ્યારે ચૂકી જવાય ત્યારે અટકી જવું જોઈએ. સાહિત્યમાં પણ એમ જ છે. નવા પુસ્તકો, લેખો, વાચકોની કૃતિઓ, સંપાદિત લેખો તેમજ વાચકોના પ્રતિભાવોનું આ કાર્ય સતત ચાલુ જ રહે છે પરંતુ ક્યારેક અમુક કારણોસર તાલ ચૂકી જવા જેવું બની જાય છે. આમ થવાથી અગાઉ પ્રકાશિત થનારા લેખોનું સમીક્ષા કાર્ય વિલંબિત થાય છે અને તે કારણે એકાદ દિવસ વિરામ લેવો જરૂરી બને છે. ટૂંકમાં, કેટલાક લેખોનું સમીક્ષા કાર્ય થોડું મોડું ચાલી રહ્યું હોવાથી આજે એક વિરામ લઈશું અને આવતીકાલે બે નવા લેખો સાથે ફરી મળીશું. તાલભંગ બદલ ક્ષમા કરશો.

લિ.
મૃગેશ શાહ
તંત્રી, રીડગુજરાતી


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ભમરી – યૉસેફ મૅકવાન
લાગણીભીનાં હૈયાં – સંકલિત Next »   

7 પ્રતિભાવો : નોંધ – તંત્રી

 1. Payal says:

  Take your time Mrugeshbhai. See you tomorrow.

 2. Hiren says:

  Cool analogy!

  Thank you for a heads-up, Mrugeshbhai. You have been doing an awesome work.

  Kudos to you and keep up the good work (on behalf of all the readers).

  Thanks,
  Hiren.

 3. LATA BHATT says:

  આખુય સાહિટ્યનુ વ્યોમ
  ઘરમાં લાવે રિડ ગુજરતી . કોમ્
  ફરી મળીશુ આવતી કાલે
  સાથે લઈ નવા જોમ્

 4. વિરલ says:

  અજાણીતા, નવા અને ઉગતા લેખકોના લખાણો પ્રગટ કરો. જેઓ સારું લખી શકે છે પણ પ્લેટ ફોમ નથી મળતું. જાણીતા લેખકોને તો વાચકો શોધીને પણ વાંચશે જ.

 5. Kalidas V. Patel { Vagosana } says:

  વિરલભાઈના મંતવ્ય સાથે સંપૂર્ણપણે સહમત. ઘણા નવોદિતો ઘણું સારુ લખતા હોય છે પરંતુ તે જાણીતા ન હોવાને લીધે જ તેમનાં લખાણો પ્રસિધ્ધ થતાં નથી.નીર-ક્ષીરનો વિવેક રાખીને નવોદિતોના સારા લેખોને રીડ ગુજરાતીમાં સ્થાન મળે તેવી મૃગેશભાઈને વિનંતી છે.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 6. badruddin.ghulamhusen.surani- karachi-pakistan says:

  સાહીત્ય પ્રેમી મ્રૃગેશ ભાઈ રીડ ગુજરાત ઊપર આટ્લુ બધુ ઉચ્ચ કક્ક્ષા નુ સરસ સાહિત્ય પીરસો છો તે માટે પાકિસ્તાન ના બધા ગુજરાતીઓ વતી આપને ખુબ ખુબ અભીનન્દન. કાર્યાલય ના દરેક સભ્યો ને કરાચી થી બદરુદ્દીન સુરાણી ના સ્નેહ્વવન્દન્.

 7. sandip says:

  this is good………

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.