[ રીડગુજરાતીને આ ટૂંકીવાર્તા મોકલવા બદલ કલ્યાણીબેનનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kjvyas007@yahoo.com સંપર્ક કરી શકો છો.] [dc]શિ[/dc]ખા ક્યારનીયે બારી પાસે ઉભી રહીને સામે દેખાતા આકાશના ટુકડાને નિરખી રહી હતી. થોડીવારમાં તો તેણે કેટ કેટલા રંગ બદલ્યા હતાં. ઘડી પહેલાંનું સ્વચ્છ-નભ અત્યારે વાદળોના કાળા-સોનેરી રંગોથી ઘેરાઇ ગયું […]
Monthly Archives: January 2013
[ ‘ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર.] [dc]ર[/dc]વિવારનો દિવસ એટલે આખા અઠવાડિયાનો થાક ઉતારવાનો દિવસ. બપોરે ઊંઘ ખેંચી કાઢી. સાંજે ટી.વી. ચાલુ કર્યું. એક પછી એક ચેનલ બદલવામાં મશગૂલ હતો ત્યાં મારા ખભા પર કોઈના હાથનો હળવો સ્પર્શ થયો. પાછળ ફરીને જોયું તો તનુ. એ એકદમ ગંભીર લાગતી હતી. એણે કહ્યું, ‘તમને એક […]
[ તંત્રીનોંધ : મહાપુરુષોના જીવન વિશે કદાચ આપણે થોડું જાણતાં હોઈએ છીએ પરંતુ તેઓ કઈ દ્રષ્ટિએ મહાન છે, તેમનું જીવનદર્શન શું છે, તેમના વિચારો શું છે… વગેરે વિશે આપણને કશો ખ્યાલ હોતો નથી. તેમના વિશાળ ચિંતનનો આપણને લાભ મળે તે માટે તેમને ઊંડાણથી જાણવા ખૂબ જરૂરી છે. સ્વામી વિવેકાનંદ માટે […]
[ સંસ્કૃતસત્ર-12 ખાતે યોજાયેલા મનનીય વક્તવ્યોમાંથી કેટલાક વક્તવ્યો આપણે ‘સંસ્કૃતસત્ર : 12 ભાગ-1’માં માણ્યા હતાં. એ પછી સમય અભાવે તેનો બીજો ભાગ પ્રકાશિત કરી શકાયો નહોતો. તેથી હવે પછી બાકી રહેલા કેટલાક વક્તવ્યો અલગ લેખ સ્વરૂપે આપવામાં આવશે, જે અંતર્ગત આજે ડૉ. વસંતભાઈ પરીખનું ‘સંસ્કૃતસત્ર : 12 – લઘુકાવ્ય’ વિષય […]
[ જીવનમાં નવી સુગંધ ભરી દે તેવા વિચારોની અનોખી સરવાણી પ્રસરાવતા તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘કસ્તૂરી’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તકનું સંપાદન ‘દીકરી વહાલનો દરિયો’ અને ‘દીકરી એટલે દીકરી’ના લેખક શ્રી કાન્તિભાઈ પટેલે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] પરિવર્તનનો પડકાર – લ્યૂઝી […]
[ તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘સંતાન : સ્કૂલમાં અને ઘરમાં’થી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]અ[/dc]નુરાગ જન્મ્યો ત્યારથી જ પ્રિયાબેનનું એક સ્વપ્ન હતું કે મારે અનુરાગને ખૂબ હોશિયાર બનાવવો છે. […]
[ ‘જન્મભૂમિ પ્રવાસી’ની ‘બ્લોગ ઝરૂખેથી’ કટારના લેખક અને યુવાસર્જક વિકાસભાઈના ‘ઈન્ટરનેટ કૉર્નર’ શ્રેણીના કેટલાક પુસ્તકોથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં પ્રકાશિત થયેલું તેમનું ‘સંવાદ’નામનું પુસ્તક તેમના સ્વાનુભવ અને કેટલાક જીવનપ્રસંગો પર આધારિત છે, જેમાંથી બે કૃતિઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ વિકાસભાઈનો (મુંબઈ) તેમજ ‘ગૂર્જર […]
પત્ની : ‘કહું છું સાંભળો છો ?’ પતિ : ‘હં…..’ પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’ પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’ ****** છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો […]
[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] સાતમું આકાશ ઓઢાડું તને ઘાસની જાજમમાં પોઢાડું તને મનગલીમાં રાખવાની ચીજ તું આ સ્થળેથી હું નહીં કાઢું તને મૌનની ગુફાનો હું કેદી ભલે સાંભળે તો એક બૂમ પાડું તને આપજે ખુશ્બૂની હોડી તું મને મેં દીધું છે ફૂલનું ગાડું તને આવવું પડશે તને ‘રાહી’ સુધી તું […]
[‘નવનીત સમર્પણ’ સામાયિકમાંથી સાભાર.] ઊની ઊની ઊડે છે રાખ, વાલમ ! આ કોરો જાય છે વૈશાખ, વાલમ ! મદભરી ડાળ પર બંધાવ ઝૂલા, મને જોશીલા હીંચકા નાખ, વાલમ ! બધા અજવાસ ઝટપટ ઓલવી દે, તને દેખાડું તરસી આંખ, વાલમ ! અરે નફફટ, હવે ના બોલ ઝાઝું, અધરને તું અધરથી વાખ, […]
ભૂલવા સમું બધું ભૂલી જાઉં, એવી કૈં પળ થઈ ઝૂલી જાઉં. મોગરે મઘમઘી જઈ પાછો, ભીતરે ઘડીકમાં ડૂબી જાઉં. આમ તો તક અપાર મળી છે, થાય કે વિહગ થૈ ઊડી જાઉં. આયખું અમૃતભર્યું મળ્યું છે, એ સ્મરી સ્મરી હું યે ઝૂમી જાઉં. બ્હાર નીકળવું છે, પૂછું તેથી બિંબથી કઈ રીતે […]
જીભ જ્યાં લગી સાજી છે, નકરી નાટકબાજી છે. આશાઓ વાદળ પેઠે, અમથી અમથી ગાજી છે. ઉપરવાસ હતો વરસાદ, અને અહીં તારાજી છે. જાવ સુધારક પાછા જાવ, જ્યાં છે ત્યાં સૌ રાજી છે. બચપણથી તે ઘડપણ લગ, શ્વાસો ઢગલાબાજી છે. આંસુનાં ખળખળ ઝરણાં, આંખો તાજી-તાજી છે.