Archive for January, 2013

કસ્તૂરી – સં. કાન્તિ પટેલ

[ જીવનમાં નવી સુગંધ ભરી દે તેવા વિચારોની અનોખી સરવાણી પ્રસરાવતા તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘કસ્તૂરી’માંથી પ્રસ્તુત લેખો સાભાર લેવામાં આવ્યા છે. પુસ્તકનું સંપાદન ‘દીકરી વહાલનો દરિયો’ અને ‘દીકરી એટલે દીકરી’ના લેખક શ્રી કાન્તિભાઈ પટેલે કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] પરિવર્તનનો પડકાર – લ્યૂઝી એલ. હે (રજૂઆત : રમેશ […]

છોકરાંઓને ભણવું કેમ ગમતું નથી ? – ડૉ. ઊર્મિલા શાહ

[ તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક ‘સંતાન : સ્કૂલમાં અને ઘરમાં’થી પ્રસ્તુત લેખ સાભાર લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [dc]અ[/dc]નુરાગ જન્મ્યો ત્યારથી જ પ્રિયાબેનનું એક સ્વપ્ન હતું કે મારે અનુરાગને ખૂબ હોશિયાર બનાવવો છે. માત્ર હોશિયાર જ નહીં પણ […]

સંવાદ – વિકાસ ઘનશ્યામ નાયક

[ ‘જન્મભૂમિ પ્રવાસી’ની ‘બ્લોગ ઝરૂખેથી’ કટારના લેખક અને યુવાસર્જક વિકાસભાઈના ‘ઈન્ટરનેટ કૉર્નર’ શ્રેણીના કેટલાક પુસ્તકોથી આપણે પરિચિત છીએ. તાજેતરમાં પ્રકાશિત થયેલું તેમનું ‘સંવાદ’નામનું પુસ્તક તેમના સ્વાનુભવ અને કેટલાક જીવનપ્રસંગો પર આધારિત છે, જેમાંથી બે કૃતિઓ અહીં સાભાર લેવામાં આવી છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ વિકાસભાઈનો (મુંબઈ) તેમજ ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. આપ […]

હાસ્યમોતી – સંકલિત

પત્ની : ‘કહું છું સાંભળો છો ?’ પતિ : ‘હં…..’ પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’ પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’ ****** છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા […]

તને – એસ. એસ. રાહી

[‘અખંડ આનંદ’ સામાયિકમાંથી સાભાર.] સાતમું આકાશ ઓઢાડું તને ઘાસની જાજમમાં પોઢાડું તને મનગલીમાં રાખવાની ચીજ તું આ સ્થળેથી હું નહીં કાઢું તને મૌનની ગુફાનો હું કેદી ભલે સાંભળે તો એક બૂમ પાડું તને આપજે ખુશ્બૂની હોડી તું મને મેં દીધું છે ફૂલનું ગાડું તને આવવું પડશે તને ‘રાહી’ સુધી તું કહે તો સ્વપ્ન પહોંચાડું તને

Copy Protected by Chetan's WP-Copyprotect.