કોણ માપે છે હૃદયની છાપને ?
કોણ પૂછે લાગણીની જાતને ?
બ્હારનો દેખાવ હોવો જોઈએ,
સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને.
આંખમાં આંખો પરોવી જોઈ લો,
તારવીને આપશે એ સાચને.
એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે,
ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ?
એ જ મારે, એ જ તારે છે સમય,
કોઈ ભૂંસી ના શકે એ શાપને.
5 thoughts on “હૃદયની છાપ – દિનેશ દેસાઈ”
J poshtu aj martu, su nathi kram a kudrati.
(Vishay vastu thodi alag hova chatay Kalapi ni yaad aavi gai…Sundar rachna che)
સુંદર ઝઝલ્
અએક વધુ શેર્
પાંખમાં આખુ ય આકાશ લૈ ફરે
કાપ ના પંખીની એ તુ પાંખને
દિનેશભાઈ,
જીવનની કડવી વાસ્તવિકતા લાઘવમાં સમજાવતી ગઝલ આપી. ગમી.
લતાબેનનો ઉમેરાયેલો શેર પણ ગમ્યો. સારી ગઝલની અસર … ખરું ને ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
જિવનનેી વાસ્તવિકતાનેી ઝાખેી કરાવતેી ગઝલ ગમેી.
કલાપેીનેી ગઝલ યાદ આવેી ગઈ.
“રે પન્ખેીનેી ઉપર પથરો ફેકતા ફેકેી દેીધો”.
કેટલુ યોગ્ય..
એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે,
ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ?