કોણ મોટું ? – પ્રેમશંકર નરભેરામ ભટ્ટ

તું નાનો હું મોટો ! એવો ખ્યાલ જગતનો ખોટો.
આ નાનો, આ મોટો, એવો મૂરખ કરતાં ગોટો.

ખારા જળનો દરિયો ભરિયો, મીઠા જળનો લોટો,
તરસ્યાને તો દરિયાથીયે, લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે, કેવો ગુલાબ-ગોટો !
ઊંચા ઊંચા ઝાડે તમને, જડશે એનો જોટો ?

મન નાનું તે નાનો, જેનું મન મોટું તે મોટો.
પાપીને ઘેર પ્રભુ જનમિયા, બડો બાપ કે બેટો ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “કોણ મોટું ? – પ્રેમશંકર નરભેરામ ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.