[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર.]
કૂંજડી સૂતી સોનાની ડોક પાથરી,
…………… રેશમી ટહુકાની ઓઢી રજાઈ….
માથે ઝળુંબે એક ઝાડવું
…………… ઝાડ એક વડલાનું ઝાડ,
અડધો ઓછાયો એના ઓરતા
…………… અડધામાં આંસુની વાડ;
પાંદડું પડખું ફરે ને હલે ડાળખી,
…………… ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ….
કાચી સોડમ કૂણો વાયરો
…………… વાયરામાં તરતી મધરાત,
ઓચિંતાં ફૂલ એકસામટાં
…………… ફાટફાટ મ્હેક્યાં રળિયાત;
આભનો તાકો તૂટ્યો ને ખર્યું માવઠું,
…………… માવઠામાં ધોધમાર વરસી શરણાઈ……
2 thoughts on “કૂંજડી સૂતી…. – વિનોદ જોશી”
ગઝલનો ભાવાર્થને સન્કલન ઉત્તમ્.
ગીતાબહેન કંસારાએ જેને ગઝલ કહી છે તે વાસ્તવમાં
એક સુંદર ગીત છે. વિનોદભાઈને મારાં હાર્દિક અભિનંદન.
ગીતાબેન આપ દરેક રચના વાંચો છો તે બદલ આપને પણ અભિનંદન.
નવીન જોશી, ધારી.