‘ઘર’ વિનાનું ઘર – પ્રવીણ શાહ

[ રીડગુજરાતીને આ લેખ મોકલવા બદલ શ્રી પ્રવીણભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે pravinkshah@gmail.com અથવા આ નંબર પર +91 9426835948 સંપર્ક કરી શકો છો.]

[dc]સ[/dc]વારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને મોહિનીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. ત્રણે મૂંગા મૂંગા જમવા લાગ્યા. એટલામાં મોહિની બોલી :
‘જુઓ અક્ષય, આજે સાંજે છ વાગે મારે ‘મધ્યમ વર્ગ ગૃહિણી મંડળ’ની મીટીંગ છે. ઉપપ્રમુખ તરીકે મારે ‘ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું’ તે વિષય પર મધ્યમ વર્ગની ગૃહિણીઓ સમક્ષ ભાષણ આપવાનું છે. એ પૂરું થયા પછી અધ્યક્ષ મૃદુલાબેન તરફથી હળવું જમણ, મનોરંજન કાર્યક્રમ વગેરે છે, એ બધું પતાવતાં સહેજે અગિયાર વાગી જશે. તમારી અને પાયલ-માસુમની સાંજની જમવાની રસોઈ બનાવીને ફ્રીઝમાં મૂકી રાખી છે, તે જમી લેજો.’

મોહિનીની વાત પૂરી થઈ એટલે પતિ અક્ષયકુમાર બોલ્યા : ‘મોહિની, મારે સાંજે ઓફિસેથી નીકળી રોયલ ક્લબમાં ગયા વગર ચાલે તેમ નથી. ધીરુભાઈ શેઠ સાંજે ક્લબમાં મળશે. તેમના ફાર્મહાઉસના પ્લાનની ચર્ચા કરવાની છે. ઘેર આવતાં મોડું થઇ જશે. જમવાનું તો સ્વાભાવિક છે કે ક્લબમાં જ થશે.’
મોહિની બોલી : ‘ભલે, તો બીજું શું થાય ? છોકરાં આજની સાંજે એકલાં પડશે. આવતી કાલે ઘેર રહેવા જરૂર પ્રયત્ન કરીશું.’

બીજા દિવસે પણ આવી જ કંઇક ગોઠવણ ચાલી. મહિનામાં કો’ક જ દિવસ એવો આવતો કે જયારે અક્ષય-મોહિની, પાયલ-માસુમની સાથે રહી શકતાં. બાળકોને ઘણું મન થતું કે પપ્પા-મમ્મી તેમની સાથે શાંતિથી બેસે, વાતો કરે, રમે, મનગમતી ચીજો યાદ રાખીને લાવી આપે, સાંજે બગીચામાં ફરવા લઇ જાય. બાજુમાં રહેતા મનોજકાકા અને સ્વાતિકાકી કેટલાં સરસ છે ! જયારે જુઓ ત્યારે ઘેરનાં ઘેર જ હોય. તેમની બેટી નમ્રતા જોડે કલાકો પસાર કરે. પાયલ-માસુમને કોઈ વાર નમ્રતાના સુખની ઈર્ષ્યા થઈ આવતી.

અક્ષયે સિવિલ એન્જીનિયરીંગની ડીગ્રી મેળવી લીધા પછી થોડો ટાઈમ નોકરી કરી અને અનુભવ પ્રાપ્ત થયા બાદ, કન્સ્ટ્રક્શનનો પોતાનો ધંધો શરૂ કર્યો હતો. ધંધો વધતો ગયો, જામતો ગયો, સાથે સાથે તેનું મિત્રમંડળ પણ વધતું ગયું. દરમ્યાન તેણે મોહિની સાથે લગ્ન કર્યાં. મોહિની સુખી ઘરાનાની એમ.એ. સુધી ભણેલી સ્માર્ટ યુવતી હતી. પાતળી અને ઊંચી દેહાકૃતિ ધરાવતી રૂપાળી મોહિની અક્ષયને ગમી ગઈ. મોહિનીને પણ ધંધાદારી અક્ષય પસંદ પડી ગયો. લગ્ન પછી પણ અક્ષયનો બિઝનેસ વિકસતો જ ગયો. હવે તેને મોટા આસામીઓનો પરિચય થતો ગયો. પૈસો પણ વધતો ગયો. મોટો બંગલો, એ.સી. ગાડી અને ઘણું બધું તેણે વસાવી લીધું. પાર્ટી અને કલબોમાં તે જતો આવતો થઈ ગયો. મોહિની શરૂઆતમાં તો ઘરકુકડી જેવી હતી. પણ તેય અક્ષય સાથે રહીને તેની જેમ ઘડાતી ગઈ અને મહિલા પ્રવૃત્તિઓમાં જોડાતી ગઈ. આ ઉંમરે હરવા-ફરવાનું, મોજમઝા અને સારું વર્તુળ કોને ન આકર્ષે ? આ વર્ષોમાં તેમને ઘેર બે બાળકો-પાયલ અને માસુમનો જન્મ થયો. બાળકો સમજણાં થયાં તેમ તેમને લાગવા માંડ્યું કે ઘરમાં કંઇક ખૂટે છે, પ્રેમની હુંફ ખૂંટે છે. રોજે રોજ કંઇક ને કંઇક કારણસર પપ્પા-મમ્મી બહાર રહે છે, અમારી જોડે તો હસી-ખુશીથી વાત કરવાનો તેમને ટાઈમ જ મળતો નથી.

થોડા દિવસો પછી બાળકોની સ્કુલમાં એક પ્રોગ્રામ હતો. પાયલ-માસુમે પણ તેમાં ભાગ લીધો હતો. માસુમ એક ગીત ગાવાનો હતો અને પાયલ ડાન્સ કરવાની હતી. બંનેએ સારી પ્રેક્ટીસ કરી હતી. વાલીઓને પણ પ્રોગ્રામ જોવા આવવાનું આમંત્રણ હતું. પાયલે મમ્મીને કહ્યું :
‘મમ્મી, મારો ડાન્સ જોવા અને ભાઇનું ગીત સાંભળવા, તું અને પપ્પા સ્કુલમાં આવજો. મઝા આવશે.’
મમ્મીએ કહ્યું : ‘હા બેટા, આ વખતે તો અમે સ્કુલમાં આવીશું જ. મારી દીકરીની કળા મારે જરૂર જોવી છે. તારા પપ્પાને પણ યાદ કરાવતી રહીશ કે આવતા રવિવારે આપણે બાળકોનો પ્રોગ્રામ જોવા જવાનું છે.’ પાયલ-માસુમ ખુશ હતાં. પણ પ્રોગ્રામના આગલા દિવસે જ અક્ષયે કહ્યું :
‘મોહિની, આપણાથી સ્કુલમાં નહિ જઈ શકાય. મુંબઈ મારા ક્લાયન્ટની નવી સ્કીમના ઉદ્દઘાટનમાં આપણે બંનેએ જવું પડશે. જો નહિ જઈએ તો તેની અસર આપણા ધંધા પર પડશે અને આપણને સારું એવું નુકશાન જશે. મુંબઈ વિમાનમાં જઈને પાછા આવીએ તો પણ બાળકોના પ્રોગ્રામમાં નહિ પહોંચી શકીએ.’ પાયલ-માસુમે પપ્પા-મમ્મીની ગેરહાજરીમાં જ પ્રોગ્રામ કર્યો. તેમના ચહેરા પરથી નૂર ઉડી ગયું. બીજાં બાળકોનાં માબાપને સ્કુલમાં જોઈને તેમને પોતાની સ્થિતિ પર અપાર દુઃખ થયું. ભાઈબહેને, કોઈ જુએ નહિ તેમ, ખાનગીમાં રડી લીધું.

સમય તો પોતાનું કામ કર્યે જ જાય છે. વર્ષો વીતતાં થોડી વાર લાગે છે ? પાયલ-માસુમ પણ પપ્પા-મમ્મીના પ્રેમની આશામાં તડપતાં તડપતાં યુવાન થઈ ગયાં. માસુમ ભણી રહ્યો પછી તેને બહારગામ નોકરી મળી. પપ્પા-મમ્મીએ તેને બહારગામ જતી વખતે વિદાય આપવાની ફરજ નિભાવી. તેને બહેનનો વિયોગ સાલ્યો. પણ પપ્પા-મમ્મીથી છૂટા પડવામાં ખાસ દુઃખ અનુભવ્યું નહિ. પાયલનું પણ લગ્ન ગોઠવાયું. માબાપે દીકરીને સાસરે વિદાય કરવાની બીજી ફરજ નિભાવી. દીકરી બિચારી માબાપની હુંફ મેળવ્યા વગર જ સાસરે સિધાવી. બે વર્ષ બાદ માસુમનું લગ્ન પણ થઇ ગયું. તે તેના સંસારમાં ગોઠવાઈ ગયો.

અક્ષય-મોહિની હવે પ્રૌઢ થયાં હતાં. જીન્દગીમાં થોડોક થાક વર્તાતો હતો. બજારમાં નવા યુવાનો ધંધામાં આવતા હતાં. તેમની આગળ અક્ષય હવે પહેલાં જેટલો તરવરિયો લાગતો ન હતો. આથી તેની બહારની દોડધામમાં થોડી રૂકાવટ આવી ગઈ હતી. મોહિનીનું પણ એવું જ હતું. હવે ઘણી સાંજ તેમણે ઘેર જ વિતાવવાની થતી હતી. પણ ઘરમાં હતાં માત્ર બે જ જણ. બહાર લોકોના સમૂહમાં રહેવાની જે આદત પડી હતી, તેને લીધે ઘેર રહેવાનું આકરું લાગતું હતું. ઘર સૂનું લાગતું હતું.

એક દિવસ ઓટલે હિંચકા પર બંને જણ બેઠાં હતાં.
અક્ષયે કહ્યું : ‘મોહિની’
મોહિની : ‘બોલો, અક્ષય’
અક્ષય : ‘મોહિની………’ અક્ષયને શું બોલવું તે સૂઝ્યું નહિ. મોહિનીને પણ સૂઝ્યું નહીં. એટલે ‘અક્ષય’, ‘મોહિની’ કરતાં રહ્યાં. તેમને વાત કરવાની ટેવ જ ક્યાં હતી ? હા, બંનેને મનમાં તેમનાં બાળકો યાદ આવી રહ્યાં હતાં. પણ વાતની શરૂઆત ક્યાંથી કરવી ? બંનેને અહમ નડતો હતો. પોતાની ભૂલ સ્વીકારવાની આદત તો હતી નહિ ને ? તેઓ, થોડા થોડા દિવસે, પાયલ અને માસુમ સાથે ફોનથી વાત તો કરતાં જ હતાં. પણ તેમાં માબાપની લાગણી અને છત્રછાયાનો અભાવ રહેતો હતો. હવે આ એકાંત અને ખાવા ધાતા મોટા ઘરમાં તેઓ એકલા પડ્યા હતા એટલે બાળકો યાદ આવી રહ્યાં હતાં. બંને જણ પસ્તાઈ રહ્યાં હતાં. છેવટે એક દિવસ મોહિનીએ વાત કાઢી, ‘અક્ષય, પાયલ મઝામાં તો હશે ને ? માસુમ અત્યારે શું કરતો હશે ?’
અક્ષય : ‘મોહિની, બંને બાળકો તેમના સંસારમાં ગોઠવાઈ ગયાં છે, તેમને ઘર છે, કુટુંબ છે, કામધંધો છે. પણ આપણો પ્રેમ પામ્યા નથી, એટલે આપણે તો તેમને ક્યાંથી યાદ આવીએ ?’
મોહિની : ‘અક્ષય, તમારી વાત સાચી છે. બાળકોને આપણે બાળપણમાં જ પોતીકાં બનાવ્યાં હોત તો અત્યારે તેમની હુંફમાં આપણી જીન્દગી કેટલી ભરીભરી અને સુમધુર લાગતી હોત !’
અક્ષય : ‘હા, એવું થયું હોત તો અત્યારે માસુમ-પાયલ અવારનવાર આપણી પાસે આવીને રહેતાં હોત. તેમને આપણું આકર્ષણ રહ્યું હોત. પણ હવે શું કરીએ ? વહી ગયેલો સમય થોડો પાછો આવે છે ?’
મોહિની : ‘હા, અક્ષય, હવે મને લાગે છે કે આપણે બહારની પ્રવૃત્તિઓ ભલે કરીએ, પણ ઘર અને બાળકોને તો ન જ ભૂલવાં જોઈએ. ઘર એ ઈંટો અને સિમેન્ટ-કોન્ક્રીટની દીવાલોથી બનેલું મકાન માત્ર નથી, પણ તેમાં જીવતા માનવીઓ વચ્ચે લાગણી, હુંફ, સ્નેહ અને પોતીકાપણાનું બંધન છે. જો આવું ન હોય તો તે ‘ઘર’ વિનાનું ઘર છે. અરે ! ભણવા માટે મકાન ભાડે રાખીને સાથે રહેતા ચાર અજાણ્યા વિદ્યાર્થીઓ પણ ધીરે ધીરે મિત્રો બની જાય છે. જયારે આપણે તો આપણાં છોકરાંનાં માબાપ હતાં , તો પણ એવો લાગણીનો તંતુ ઉભો ન કરી શક્યાં.’
અક્ષય : ‘હા, આપણે બહુ મોટી ભૂલ કરી છે. મારે હવે એ ભૂલ સુધારવી છે. મોહિની, તું અત્યારે જ પાયલને ફોન જોડ.’

મોહિનીએ પાયલને ફોન લગાડ્યો, ‘હેલો બેટા પાયલ, મઝામાં ને ? જમાઈરાજ પણ ખુશીમઝામાં ને ?’
પાયલ : ‘હા મમ્મી, અમે બંને કુશળ છીએ. તું કેમ છે ? અને પપ્પા ?’
મોહિની : ‘બસ દીકરા, અમે બંને તમને ખૂબ યાદ કરીએ છીએ. અઠવાડિયા પછી તારા પપ્પાની પચાસમી જન્મતિથિ છે. તું અને કુમાર એ વખતે જરૂર અહીં આવો. આપણે સાથે મળીને ઉજવીશું. માસુમને પણ બોલાવીશું.’ પાયલને પહેલી વાર મમ્મીના અવાજમાં લાગણીનો રણકાર સંભળાયો. તે ખુશ થઇ ગઈ. તેણે મમ્મીને ઘેર આવવાની ‘હા’ પાડી દીધી. બાળકો પ્રેમના એક જ એકરારમાં, માબાપની વર્ષોની ભૂલો, કેટલી સરળતાથી માફ કરી દે છે !
મોહિની અને અક્ષયે માસુમને પણ ફોન કર્યો : ‘બેટા, અમે અત્યાર સુધી તને તરછોડ્યો છે, પણ અમે તને ખૂબ ચાહીએ છીએ. આવતા અઠવાડિયે તું અને તારી પત્ની અહીં ચોક્કસ આવો. પપ્પાની જન્મતિથિ છે. પાયલ પણ આવવાની છે.’ માબાપના વહાલથી માસુમનું હૃદય પીગળી ગયું.

અઠવાડિયા પછી આખો પરિવાર ભેગો થયો. મોહિની અને અક્ષયે બાળકોને ભાવભર્યો આવકાર આપ્યો. પપ્પાની જન્મજયંતિ ઉજવીને બધાં થોડા દિવસ સાથે રહ્યાં. ઘર સાચા અર્થમાં ‘ઘર’ બનીને રહ્યું. અક્ષય-મોહિની અને માસુમ-પાયલ કેટલાં ખુશ હશે, એ કહેવાની જરૂર ખરી ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અબ પછતાયે ક્યા હોત હૈ…. – આશા વીરેન્દ્ર
રામુકાકા – રોહિત શાહ Next »   

16 પ્રતિભાવો : ‘ઘર’ વિનાનું ઘર – પ્રવીણ શાહ

 1. Parthvi says:

  Really very nice, Every parents should spend more time with their children for their better future & growth.

 2. gita kansara says:

  ખરેખર સત્ય વાસ્તવિક આબેહુબ વાત લેખમા પ્રસ્તુત કરેી.આજના આધુનિક સમાજ્મા કેતલાય માસુમ ને પાયલ જેવા પાત્રો જોવા મલશે.લેખ દ્વારા માતપિતાને ગર્ભિત સુચનનો સન્દેશ મલ્યો.

 3. Kalidas V. Patel { Vagosana } says:

  પ્રવીણભાઈ,
  ઈંટ,ચૂનો,પથ્થર,સીમેન્ટ વગેરેથી ” મકાન ” બને , પણ ‘ ઘર ‘ તો તેમાં રહેતાં સ્વજનોની હૂંફ , પ્રેમ અને લાગણીથી બને છે એ સનાતન સત્ય સમજાવતો આપનો લેખ ઉત્તમ રહ્યો. … પરંતુ , …
  સ્કૂલ {સ્કુલ}, હૂંફ {હુંફ} , જિંદગી {જીંદગી} , ઘરકૂકડી { ઘરકુકડી }મજા{મઝા}
  વગેરે રોજબરોજના શબ્દોની ખોટી જોડણી આપના જેવા પીઢ સાહિત્યકાર પાસેથી અપેક્ષિત નથી જ. સાચી જોડણી એ ગુજરાતી સાહિત્યની પહેલી અને અનિવાર્ય માંગ છે, એ યાદ રાખવું જ રહ્યું.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

  • Disha says:

   Tme matr jodni na chocha jova j story vancho chho?? Kyarek ema reahelo bhav pan samjo…koi pan vyakti story ma eno bhav jove che..jodani to bdhane avdti j hoy enathi bahu moto farak nthi padto..tmari darek story na ant ma jodni vise ni tika tipni j che..jane tme j gujrati vishay na mota khaa chho..

   • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

    દિશાબેન,
    આપે મારો અભિપ્રાય ધ્યાનથી વાંચ્યો લાગતો નથી. મેં શરુઆતમાં જ લેખકના ઉત્તમ લેખને બિરદાવ્યો છે.
    … પછી, રોજબરોજના શબ્દોમાં લેખકે કરેલી ભૂલો પ્રત્યે ધ્યાન દોર્યું છે , જેથી આ ભૂલો તંત્રી સુધારી શકે અને ભવિષ્યના વાંચકોને શુધ્ધ લેખ વાંચવા મળે, તો એમાં આપને વાંધો શો છે ? યાદ રહે, આવો સુધારો આપણે કોઈ મેગેજીન કે ચોપડીમાં કરી શકતા નથી.
    કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 4. Pravin Shah says:

  હા, જોડણીભૂલો થઇ છે, હવે આગળ ઉપર આ ભૂલો નહિ થવા દઉં. ધ્યાન દોરવા બદલ આભાર.
  પ્રવીણ શાહ

 5. Krutesh says:

  વાર્તા સરસ. રજૂઆત અહેવાલ જેવી.

 6. neeta says:

  આજનાં બાળકોની તકલીફને વર્ણવતી વાર્તા..સરસ..

 7. Dilipkumar Jani says:

  very very nice story really it shows todays atmosphere as parents have no time for their children at all.

 8. shaileshkumar c. yogi says:

  I like this short very much.It will help to Human life in this Fast & stressful life.good luck for new another story that will give us new vision.

 9. બી.એમ.છુછર says:

  આજના સાંપ્રત સમયના સબંધોની વાસ્તવિક હકીકત દર્શાવતો દિવાદાંડી સમાન લેખ. મા-બાપ અને બાળકો આમાંથી થોડુક પણ ગ્રહણ કરે એ જ લેખની સાર્થક્તા.

 10. p j paandya says:

  પ્રવિન્ભૈ શહ પસેતથિ પ્રવાસ વર્ન્નો ઘન સરસ મલ્ય ચ્હે આ વઆર્તા પન રન્ગ લાવ્િ ગૈ

 11. vasant says:

  Shri Kalidasbhai,
  in each & every article you are spending time for finding grammetical mistakes of the writer. good , you have enough time for commening . i wl personaly request you that you give your valuable time for typing the articles in computer & try to help Sh. Mrugeshbhai/Readgujarati for betterment.

  • કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

   વસંતભાઈ,
   આપનો આ અભિપ્રાય આજે મારા વાંચવામાં આવ્યો. આપની જાણ ખાતર જણાવવાનું કે, આ જ મતલબની વાત મેં સ્વ મૃગેશભાઈને કરેલી, પરંતુ કોઈ કારણસર તેમણે સ્વીકારેલી નહિ.
   કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

 12. suresh Raval says:

  Aadhunik samay na vyast mavtar .ketli had sudhi potana santano pratye bedarkar chhe ne potanama ketla vyast ne mast chhe tenu aabehub varnan chhe.

 13. Arvind Patel says:

  Nice Subject.
  Many times, we miss the purpose of life. Road is not destiny. In rat race of life, we miss the feelings of near & dears. When we realize the mistake, time passes. We loose those moments which we never get it back that time. Only Regrets remain there. We learn lesson but after losing the charms.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.