તકલીફ – જગદીશ સોલંકી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે jayjagdish_16@yahoo.com સંપર્ક કરી શકો છો.]

વધારે વાત કરવામાં ઘણી તકલીફ વેઠું છું
ખરી ખોટી સમજવામાં ઘણી તકલીફ વેઠું છું.

જૂની ખાટ્ટી અને મીઠ્ઠી મધુરી યાદ આવે છે.
હવે નવ્વી છતાં કડવી ઘણી તકલીફ વેઠું છું.

જુના ઘરમાં જે જોયા’તાં એ સપના યાદ આવે છે.
નવા ઘરમાં નિંદર લેતાં ઘણી તકલીફ વેઠું છું.

જુના મિત્રોના પાત્રોની મધુરી યાદ આવે છે.
નવા મિત્રોના ચિત્રોથી ઘણી તકલીફ વેઠું છું.

જીવનના માર્ગમાં દોડી અને તોડી દીધું જીવતર
તૂટેલા તનની તસ્દીમાં ઘણી તકલીફ વેઠું છું.

વધારે વાત છોડીને હવે હું થઈ ગયો છું ચૂપ
છતાં મૂંગી મુસીબતમાં ઘણી તકલીફ વેઠું છું.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous બાકી લાડવા એટલે લાડવા – વિનોદ ભટ્ટ
આજના વાલીનો પુત્રપ્રેમ – કર્દમ ર. મોદી Next »   

8 પ્રતિભાવો : તકલીફ – જગદીશ સોલંકી

 1. Dipak T. Solanki says:

  Very good…

 2. gita kansara says:

  સરસ.સમાજમા દરેક વ્યક્તિ નાનેીમોતેી તકલેીફ્માથેી પસાર થાય ચ્હે.

 3. jigna trivedi says:

  ગઝલ માણવાની મજા આવી.

 4. Kalidas V. Patel { Vagosana } says:

  જગદીશભાઈ,
  ૧૨ લીટીની નાનકડી ગઝલમાં ૩ જોડણીની ભૂલો ! એક જ શબ્દ બે જગાએ અલગ જોડણીથી ? વળી, ” નવ્વી ” જેવા શબ્દપ્રયોગો બેવજહ તથા સાચા શબ્દનો તોડ – મરોડ લાગે છે ! સાહિત્યની સેવા સાચા શબ્દોથી અને સાચા શબ્દપ્રયોગોથી થાય તે ઇચ્છનીય છે બલ્કે અનિવાર્ય પણ છે એ ન ભૂલાવું જોઈએ.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 5. સમીર says:

  અદભૂત… છે ગઝલ…..

 6. The ghazal is a beautiful introduction to reading people may forget their difficulties

 7. Deepak Solanki says:

  Wah khub sundar

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.