આજના વાલીનો પુત્રપ્રેમ – કર્દમ ર. મોદી

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ શ્રી કર્દમભાઈનો (ચાણસ્મા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kardamm@gmail.com અથવા આ નંબર પર +91 9429671298 સંપર્ક કરી શકો છો.]

અલ્યા, ભણ નહિ તો રહી જઈશ
દુનિયા જીવશે પણ તું મરી જઈશ

વસંત આવે કે વરસાદ આવે, બારી બહાર નહીં જોવાનું
કોયલ બોલે કે પતંગિયું ઉડે, તારે એ નહીં જોવાનું
વગર પાણીએ ડૂબી જઈશ
ભણ નહિ તો રહી જઈશ

લગન હોય કે ભજન હોય તારે તો લેસન જ કરવાનું
રિશેસ હોય કે રજા હોય ગમેતેમ નહીં ફરવાનું
મોટો થઈને પછી શું ખઈશ
ભણ નહિ તો રહી જઈશ

ટોપર થવાનું છે તારે, સ્ટોપ થઈશ નહીં
ઊપર જવાનું છે આપણે, નીચે જઈશ નહીં
નામ, રામનુંય ના લઈશ
ભણ નહિ તો રહી જઈશ.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous તકલીફ – જગદીશ સોલંકી
ખુમારી – સુલોચના ભણશાલી Next »   

17 પ્રતિભાવો : આજના વાલીનો પુત્રપ્રેમ – કર્દમ ર. મોદી

 1. vinod says:

  ખરેખર ખુબ જ સાચુ

 2. વિરલ says:

  રિડ ગુજરાતી

 3. Pankaj Bhatt says:

  ખુબ સરસ.

 4. gita kansara says:

  સાચેજ આજના વાલેીનેી મનોવેદના વ્યક્ત કરેી.

 5. bharat m sheth says:

  પૈસા કમાવા માટે થતી બાળમજુરી રોકવા માટે કાયદાઓ છે પણ ભવિસ્યમાં પૈસા કમાવા માટે ભણતર રુપ અને સ્પર્ધાત્મક મજુરી અને તેને માટે માબાપને કરવો પડ્તો કોથળાઑ ભરીને પૈસાનો થતો ખર્ચ્ જે આપણા દેશમા કોઇ પણ શહેરમા કોઇ પણ બાળક ની ડોઢ થી ત્રણ વરસની ઉમરથી લઈ ને ૧૮ વરસ ની ઉમર સુધી ચાલે છે તેનો જોટો અન્ય કોઇ સમ્રુધ્ધ દેશમા મલવો મુશ્કેલ છે.
  આજના યુગમા રોટલા કમાવાનું ભણતર બાળક નુ બાળપણ, નિર્દોસ્તા, આનંદ નો સમય અને માબાપના પૈસા સઘળુ છિનવી લે છે.

 6. Kalidas V. Patel { Vagosana } says:

  કર્દમભાઈ,
  બધા જ વાલી પોતના પાલ્યને પહેલો નંબર જ આવે એવો હઠાગ્રહ રાખતા હોય છે, અને તેને માટે બાળક ઉપર કેટલો બધો અત્યાચાર જાણે અજાણે કરતા હોય છે તે વાસ્તવિકતા સમજાવતું આપનું લઘુ કાવ્ય માણ્યું. બાળકને નાનપણથી જ ‘રામ રામ’ ને બદલે ” ટકા ટકા ” શિખવાડતા આપણે સૌએ હવે ચેતવા જેવું નથી લાગતું? કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 7. makwana mavji says:

  મતલબ કે પૈસા માટે નુજ ભણતર બરોબર ને !

 8. dineshbhai bhatt .vapi says:

  સરસ ખુબ સરસ.
  આજના વાલિઓનિ જે માનસિકતા એવિ જ છે માટે વિચારવ નિ જરુર છે

  dineshbhai bhatt .vapi

 9. JOSHI VIKRAMKUMAR .D says:

  આજના વાલિઓનિ જે માનસિકતા એવિ જ છે માટે વિચારવ નિ જરુર છે

 10. Jigar says:

  It’s very true.

 11. sakina habib neralwala says:

  આજ નેી હકેીકત ખુબ જ સુન્દર રેીતે કરેી.

 12. ભણતા ભણતા જો ભગવાનનુ નામ પણ બાળકને ના લેવા દેવાય તો આપણેતો વાલી નહિ પણ હિરણ્યકશ્યપથી પણ આગળ કહેવાઇ એ ! વાહ ! કર્દમ મોદી ની અદભુત રચના …મધુસુદન ઠકકર પાટણ.

 13. Sathawara harsh says:

  આ કાિવ્તા સાિચ્ જ્જ્…… આ દુિનયા મા ભણ્યા િસવાય ક્સૂ જ સ્ક્ય ન્થી…..

 14. Kanu Yogi says:

  કર્દમભાઈ , સરસ કવિતા , અભિનંદન . અગાઉ તમે ડેડીયાપાડા નર્મદા ખાતે હતા ત્યારે આવીજ એક સુંદર રચના આપેલી.ખુબ ગમેલી. નેટ ઉપર પ્રતિભાવ પણ મેં દર્શાવેલો.આજે આ રચના ગમતાં ફરીથી ફીડબેક આપું છું .આપ આ રીતે આવીજ સુંદર અને નિત-નવીન રચનાઓ આપતા રહો તેવી આશા રાખું છુ. આપના પિતાશ્રીને હું પાટણ મુકામે અગાઉ મળેલો છું. આપ મઝામાં હશો.

 15. shailesh jani says:

  નામ, રામનુંય ના લઈશ
  ભણ નહિ તો રહી જઈશ. – સાવ સાચુ

 16. pjpandya says:

  ખરેખર વાલિઓનિ આ જ માનસિકતા હોઇ ચ્હે

 17. shaikh fahmida says:

  Vastavic kavita kardambhai.kharekhar kardambhai ma baap ni vadhu padti apexa na karane aaje darek samachar patra ma avarnavar vidhyarthi na aatmahatya na samachar aave che, je kharekar dukhjanak ghatna che.balko na vajan karta temnu daftar motu nai? Jaroori nathi ke 90% valo vidhyarthi j hosiyar hoy ; safal thy.averaj vidhyarthi ke vifhyarthini pan ghani saflta melve che .

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.