Archive for February, 2013

કૂંજડી સૂતી…. – વિનોદ જોશી

[‘ગુજરાત’ સામાયિકમાંથી સાભાર.] કૂંજડી સૂતી સોનાની ડોક પાથરી, …………… રેશમી ટહુકાની ઓઢી રજાઈ…. માથે ઝળુંબે એક ઝાડવું …………… ઝાડ એક વડલાનું ઝાડ, અડધો ઓછાયો એના ઓરતા …………… અડધામાં આંસુની વાડ; પાંદડું પડખું ફરે ને હલે ડાળખી, …………… ડાળખીના અણસારે ઝૂલે વડવાઈ…. કાચી સોડમ કૂણો વાયરો …………… વાયરામાં તરતી મધરાત, ઓચિંતાં ફૂલ એકસામટાં …………… ફાટફાટ મ્હેક્યાં […]

હૃદયની છાપ – દિનેશ દેસાઈ

કોણ માપે છે હૃદયની છાપને ? કોણ પૂછે લાગણીની જાતને ? બ્હારનો દેખાવ હોવો જોઈએ, સૌ જુએ છે ફક્ત ભપકા-ઠાઠને. આંખમાં આંખો પરોવી જોઈ લો, તારવીને આપશે એ સાચને. એ ગમે ત્યારે’ય ચઢશે છાપરે, ક્યાં સુધી ઢાંકી શકો છો પાપને ? એ જ મારે, એ જ તારે છે સમય, કોઈ ભૂંસી ના શકે એ શાપને.

કરી બેઠા ! – હર્ષદ ત્રિવેદી

સરોવરમાં તમે તો કાંકરીચાળો કરી બેઠાં, ખબર છે ભર શિયાળે ધોમ ઉનાળો કરી બેઠાં ? હંમેશાથી અમારો જીવ છે તો શાંત પાણીનો, નજીવી વાતનો શું કામ હોબાળો કરી બેઠાં ? અહીં આંસુ મૂકીને આંખ કોરી લઈ જતાં સઘળા, તમે અપવાદ થઈને કાયમી ઢાળો કરી બેઠા ? લગાવ્યો છે ઋતુઓનો અમે અંદાજ ધીરજથી, નથી એવું કે […]

ઝીણીવાત – નવનીત શાહ

[‘ઝીણીવાત’ પુસ્તકમાંથી સાભાર.] [1] બદલાવ જમાનો કેટલો બધો બદલાઈ ગયો છે એમ જે જૂની પેઢીના માણસો માને છે તેનું શું કારણ ? બદલાવું એટલે જૂનું રદબાતલ કરવું ? બદલાવું એટલે પ્રગતિ કરવી ? બદલાવું એટલે ખોટે માર્ગે જવું ? જૂની પેઢીનું કહેવું છે કે અમારો જમાનો ગયો, અમારા જમાનામાં જે બધું સારું હતું તે આજે […]

મારો પોશાક એ જ મારો સંદેશ – દિનેશ શુક્લ

[‘શાશ્વત ગાંધી’ સામાયિક જાન્યુઆરી 2013માંથી સાભાર.] [dc]ગાં[/dc]ધીજીના જીવન અને કાર્ય વિશે ઘણું લખાયું છે, ઘણાં સંશોધનો અને અભ્યાસો થયા છે. ગાંધીવિચાર આજના સંદર્ભમાં કેટલો પ્રસ્તુત એ વિશે મોટા પ્રમાણમાં વિમર્શ ચાલી રહ્યો છે, પણ ગાંધીજીના એક મહત્વના પાસા વિશે પ્રમાણમાં ઓછું લખાયું છે અને તે છે કે અત્યંત અસરકારક સંવહનકાર કમ્યુનિકેટર તરીકે ગાંધીજી. સ્વાતંત્ર્ય ચળવળમાં […]

Copy Protected by Chetan's WP-Copyprotect.