Archive for March, 2013

રિચાર્જ – અનિલ ભટ્ટ

[ ‘પ્રયત્ન’ સામાયિકમાંથી સાભાર. આપ અનિલભાઈનો (જામનગર) આ નંબર પર +91 9428074508 સંપર્ક કરી શકો છો.] પૂજા : ‘પપ્પા, મારું સો નું રિચાર્જ કરાવતા આવજો.’ ‘હા, બેટા.’ ‘અરે કહું છું, સાંભળો છો ? ઓફિસથી આવતાં આવતાં મારું તથા ભક્તિનું રિચાર્જ કરાવતા આવજો ! અને હા, દર્શનનું એસ.એમ.એસ.નું રિચાર્જ કરાવતા આવજો !’ ‘જી, મેડમ !’ રિચાર્જ […]

ખરી શકતો નથી – જિતેન્દ્ર પ્રજાપતિ

[‘શબ્દસૃષ્ટિ’માંથી સાભાર.] શ્વાસનું વર્તુળ છોડી વિસ્તરી શકતો નથી, માર્ગ મેં એવો લીધો, પાછો ફરી શકતો નથી. ખળખળી શકતો નથી કે આછરી શકતો નથી; હું નદી છું આંખની, કૈં પણ કરી શકતો નથી. પ્રશ્નનો ઉત્તર નથી, કિન્તુ ખુલાસો છું જરૂર; વાત મારી એટલે હું આદરી શકતો નથી. જખ્મની એક્કે નિશાની ક્યાં હવે દેખાય છે ? જખ્મનું […]

આંગણાની બહાર – જગદીશ જોષી

યાતનાનાં બારણાંને કીધાં મેં બંધ અને ઉઘાડી એક એક બારી જાગીને જોઉં છું તો વહેલા પ્રભાતે કેવી કિરણોની ઝારે ફૂલ-ઝારી ! આંગણાની બ્હાર એક ઊભું છે ઝાડ એની ડાળ ઉપર પાંદડાંનાં પંખી ઝાડના આ લીલા તળાવણા તળિયે તો ભૂરું આકાશ ગયું જંપી ! વ્હૈ જાતી લ્હેરખીએ બાંધ્યો હિંડોળો એને તારલાથી દીધો શણગારી. ક્યાંકથી અદીઠો એક […]

ચાલો, ચોરીને સમજીએ ! – દિનકર જોષી

[ ‘અખંડ આનંદ’માંથી સાભાર.] [dc]ચો[/dc]રી અને છેતરપિંડી આ બે એવા શબ્દો છે કે જે કાને પડતાવેંત દરેકના ચિત્તમાં એક અણગમતી ચચરાટી થાય છે. ઈયળ, વંદો કે કાનખજૂરો શરીર ઉપર ક્યાંક ચડી ગયો હોય અને માણસ જે રીતે એને ખંખેરી નાખવા તત્કાલ મથામણ કરે છે એ જ રીતે ચોરી અને છેતરપિંડી જેવા આ બે શબ્દો પોતાને […]

સૂરીલી સંગત – હરિશ્ચંદ્ર

[‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી સાભાર.] [dc]શ્રો[/dc]તાઓ મુગ્ધ થઈને ડોલતા હતા. પંડિત ગિરીજાશંકરનું ગાયન આજે ચોટીએ પહોંચ્યું હતું. તંબૂરા ને તબલાની સંગત પણ બેનમૂન હતી. તેની સાથે જ તાનપુરા પર ભાર્ગવ એમની સંગત કરી રહ્યો હતો. જાણકારો એના ગળાનેય દાદ આપતા હતા. જાણે અદ્દલોઅદ્દલ પંડિતજીનો જ અવાજ, પંડિતજીની જ લઢણ, પંડિતજીની જ સ્વર-લહરી. અને તેમાં પાછું તારુણ્યનું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.