અવિરત…ચક્ર ! – જયંતિ ધોકાઈ

જીવનની સાથે ચક્ર જોડાયેલું છે- સમયચક્ર ! ‘એવં પરિવર્તિતં ચક્રમ’
જીવનચક્ર શરૂ થાય છે…..
પાંચ વર્ષનું બાળક થોડું સમજણું થાય છે ત્યારે તે એમ માને છે કે ‘મારા પપ્પા જેવા ડાહ્યા ને પ્રેમાળ…. બીજા કોઈ નથી….’

જરા મોટું થતાં તે શાળામાં જવાનું શરૂ કરે છે. બહારની દુનિયાનો તેને થોડો પરિચય થાય છે…. જીવનચક્ર ફરતું રહે છે… બાળકને લાગે છે કે… પોતાના પિતાને તે ધારતો હતો એવા કદાચ નથી. તેનાથી થોડી ચડિયાતી બુદ્ધિવાળા, વધુ સમજદાર લોકો પણ આ દુનિયામાં છે ખરા….
અને ચક્ર વધારે ફરે છે…..

શાળાનો અભ્યાસ પૂરો કરી એ બાળક બાળક મટી યુવક બને છે, કૉલેજ જવા લાગે છે. નવી ને અવનવી દુનિયા તેની સામે ખડી થાય છે…. ને તેની માન્યતામાં મોટો ફેરફાર થઈ જાય છે ! તેને હવે એમ લાગે છે કે… તેના પિતા બહુ હોંશિયાર નથી, બુદ્ધિશાળીયે નથી. એટલું જ નહિ, તે થોડા ગમાર કે મૂર્ખ પણ છે.
ફરી ચક્ર ફરતું રહે છે….

કૉલેજનો અભ્યાસ પૂર્ણ કરી તે વાસ્તવિક જગતમાં પદાર્પણ કરે છે. નોકરી-ધંધાની શોધ આદરે છે, રખડે છે. તેને લાગે છે કે…. પોતે ધારતો હતો એટલા તેના પિતા મૂર્ખ નથી. કંઈક સમજદાર ને અનુભવી પણ લાગે છે. ચક્ર ફરતું રહે છે આગળ….

યથા સમયે યુવકનાં લગ્ન થાય છે. વળી એક નવું જીવન, નવા પડકારો વચ્ચે તે આવી જાય છે. કડવી વાસ્તવિકતાઓ ને ભારેખમ જવાબદારીઓ ઘુરકિયાં કરતી જાણે તેને ક્યારેક ડરાવી પણ જાય છે ! અલબત્ત, તે ડરી જતો નથી…. પણ….
ચક્ર તો ફરતું જ રહે છે…..
એક-બે બાળકોનો એ પિતા થઈ જાય છે.

અને…. અગાઉની માન્યતામાં વળી એક પલટો આવી જાય છે. તેને થાય છે કે…. પિતા ઘણા સમજદાર ને અનુભવી છે એટલું જ નહિ, તેઓ ખરેખર એક ઉચ્ચ ખાનદાની પણ ધરાવે છે…
ફરતું રહે છે ચક્ર….
એનું બાળક થોડું મોટું થાય છે, શાળાએ જાય છે, કૉલેજમાં જાય છે અને એ બાળકની માન્યતા-વિચારધારા……?!

બસ… આમ જ.
ફરતું રહે છે ચક્ર… સમયચક્ર !
‘એવં પરિવર્તિતં ચક્રમ |’


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous હાસ્યામૃત ! – સંકલિત
શાળાઓને શીખવે તેવી એક શાળા – મૃગેશ શાહ Next »   

5 પ્રતિભાવો : અવિરત…ચક્ર ! – જયંતિ ધોકાઈ

 1. desai nagji says:

  કુદરત નો નિયમ ! દરેક નવી પેઢી તેની પાછળની પેઢી ને મુરખ જ માને છે.

 2. gitakansara says:

  સાદેી સરલ ભાશામા લેખકે સાચેી પ્રતિભાનુ ઉત્ક્રુશ્ત પ્રતિબિમ્બ રજુ કર્યુ.ઉપરોક્ત નાગજેીભાઈના મન્તવ્ય સાથે સહમત્.

 3. gita kansara says:

  સાદેી સરલ ભાશામા લેખકે સાચેી પ્રતિભાના ઉત્ક્રુશ્ત વિચાર રજુ કર્યા.ઉપરોક્ત મન્તવ્ય સાથે સહમત.

 4. jadeja dharmendra says:

  Ek dam sachi vat i feel up.

 5. Arvind Patel says:

  હું મારા પિતાજી સાથે ખુબ જ પ્રશ્નોત્તરી કરતો હતો. મને જયારે જ્ઞાન થયું કે મારી પ્રશ્નોત્તરી બિલકુલ નિરર્થક હતી, અને મારા પિતાજી હમેંશા સાચા જ હતા, ત્યાં સુધીમાં મારો પુત્ર મોટો થઇ ગયો હતો મારી સાથે પ્રશ્નોત્તરી કરે તેવડો !!

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.