i-express – ડૉ. હિતેષ બી. શાહ
[ i-feel, i-think અને i-connect એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા આ પુસ્તકમાં શ્રી હિતેષભાઈની (અમરેલી) છાંદસ તેમજ અછાંદસ રચનાઓનો સમાવેશ થાય છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે shravanenthospital@gmail.com અથવા આ નંબર પર +91 9879323478 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત કાવ્યના અંતે આપવામાં આવી છે.]
[1]
મારી જિંદગી તો ઠીક છે
ચાલે રાખે છે
લોકલ ટ્રેનની માફક,
પણ,
તું તો
‘એક્સપ્રેસ’ છે.
માટે જરા
સમજી-વિચારીને
પાટા
બદલજે !
[2]
હું પરેજી પાળું છું
તારા વિચારો નહિ કરવાની, પણ…..
લોકો કહે છે
મને ‘ડાયાબિટીસ’ થયો છે તારા પ્રત્યેની
લાગણીઓનો !
[3]
કાંઠે કરી’તી એ મજાક ભારે પડી;
કાને ધરી’તી એ જ વાત ભારે પડી.
સંબંધ ખોવાયો અમાસમાં આપણો,
પૂનમ ગુજારેલી એ રાત ભારે પડી !
લીલાશ એની છે અરીસામાં હજી;
છોલી ગયેલા જળની ઘાત ભારે પડી !
શબ્દો વહાવી લાગણી ઊડી ગયાં;
તેં કાઢેલા અર્થોની ભાત ભારે પડી !
સમંદરી મોતી સમા સૌ દોસતો;
વચ્ચે નીકળતી છીપ જાત ભારે પડી !
[ કુલ પાન : 88. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : પર્યાવરણ અને સંસ્કૃતિ રક્ષક ટ્રસ્ટ, રાજકમલ ચોક, અમરેલી-365601. ફોન : +91 2792 221060.]

Print This Article
·
Save article As PDF ·
Subscribe ReadGujarati
Aap ni samvedna aksar svarupe vadu
ne vadhu sabda deh pame avi subhechchha
sorry but i have no gujarati key board
laaganio ni mithaash no diabities amne sparshi gayo. khru kevaay ek ENT specialist loko na hriday sudhi pochi gayo.
Excellent
હિતેશભાઈની રચનાઓ તાજગીસભર, એક્ષ્પ્રેસ ટ્રેન પાટા બદલવાની વાત સુંદર. હિતેશભાઈ તેમ જ મૃગેશભાઈને ધન્યવાદ.
એક ઈ . એન . ટી . સર્જન તરીકેની વ્યસ્તતા વચ્ચે પણ આપ આવું સરસ લખી સમય આપી શકો છો તે બદલ ધન્યવાદ ……..
આભાર જયેશભઇ
Dear Dr.Hitesh,
It’s really a matter of great introspection to write
on the topics like…i think, i feel, i connect and that journey will lead you to…i transform….!!
With love & best wishes..
Maha Shivratri,
Salisbury-MD,USA
thank u mr.gajanan rawal… the i in my book stands for intelligence not the I (means myself)
todays era of i-phone, i-pad, i-10, i-20,, the word “i”attracts me most.. i want to say,, i-think,, means intelligent thinking.. etc..
ભાઈ હિતેષ,
i-connect એ સહજ શૈલી માં લખાયેલી આત્મ સહજ ભાવનાઓ નું નીઋપણ છે
આવી રીતે વણથંભી લાગણીઓ ના મેઘ વરસાવતા રહો….
મેઘ ની હ્દય થી શુભકામનાઓ…..
હિતેશભાઈ ખુબ સરસ રચના ..આપ આવિ રિતે આપનિ ક્રુતિઓ મા રસભરિ ભાવનાઓ રજુ કર્તા રહો…
અભિનન્દન.રચનાઓ ખુબ ગમેી.