[‘શબ્દસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર.]
ઢળતી સાંજ
તુલસી-ક્યારે પ્રગટતો ઘીનો દીવો
દૂરના મંદિરની આરતીના ઘંટારવના સૂર
પૂજાઘરમાંથી પ્રગટેલી ધૂપસળીની સુગંધને વહેતી વાયુલહેરી
હલકભર્યા કંઠે ભજન ગાતી માનો ભાવવિભોર ધ્વનિ
પાકગૃહેથી કર્તવ્યરત ગૃહિણીનાં કંકણોનો આવકારતો નાદ
ભાંખોડિયાભેર દોડી આવતા શિશુના પગની ઝાંઝરીનો સાદ
સ્વર અને સુગંધનું અનુપમ મિલન…..
આ ઘરમાંથી હું ક્યાં બહાર જ ગયો હતો !
5 thoughts on “ઢળતી સાંજ – જગદીશ દવે”
જગદીશભાઈ,
આવા સ્વર અને સુગંધ ભરેલા ઘરમાંથી ના છૂટકે બહાર જવું જ પડે છે ને ?
” રોટલાને હાટુ !” કદાચ સૌની આ મજબૂરી જ રહી છે ને ?
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }
કાલિદાસ ભાઇ નિ વાત સાચ્હિ
૧૯૭૭માં પોરબંદરની કે.એચ.માધવાણી કોલેજમાં શ્રી જગદીશ દવે પ્રિન્સિપાલની જવાબદારી સંભાળતા હતા.ત્યારે તો હું કૉમર્સમાં હોવાથી વધુ પરિચય થયો ન હતો પરંતુ અસ્મિતા પર્વ, ૧૬માં તેમની સાથે ગોષ્ઠી થઈ અને જાણવા મળ્યું કે તેઓ અમારી કચેરીમાં પણ સેવા બજાવી ચૂક્યા છે. હાલ તેઓ બ્રિટનમાં ઘણા વર્ષોથી ગુજરાતી ભાષાના શિક્ષણમાં વ્યસ્ત છે, કાવ્ય, નિબંધ જેવા સાહિત્ય પ્રકારનું સેવન કરે છે. તેમને બ્રિટનની મહારાણી અને અન્ય સંસ્થાઓના એવોર્ડ્સ મળ્યા છે. તા: ૨૯/૦૪/૨૦૧૩ના રોજ દીપચંન્દ ગાર્ડીની રાજકોટ ખાતેની સંસ્થા તરફથી એક એવોર્ડ અહીં અમદાવાદ ખાતે આપવામાં આવ્યો છે. તેમને બ્રિટનની મહારાણી અને અન્ય સંસ્થાઓના એવોર્ડ્સ મળ્યા છે. તા: ૨૯/૦૪/૨૦૧૩ના રોજ દીપચંન્દ ગાર્ડીની રાજકોટ ખાતેની સંસ્થા તરફથી એક એવોર્ડ અહીં અમદાવાદ ખાતે આપવામાં આવ્યો છે.
ખુબજ સરસ રચના.
સરસ