મારો પત્ર – પ્રણવ પંડ્યા

[‘કવિતાથી વધુ કંઈ નહીં’ પુસ્તકમાંથી સાભાર.]

શબ્દની દીવાલ મારો પત્ર છે
દોસ્ત, મારું વ્હાલ મારો પત્ર છે

ક્યાં જઈને પ્હોંચશે કોને ખબર ?
ઊડતો ગુલાલ મારો પત્ર છે

આભ પરબીડિયું ને અક્ષર તારલા
કેટલો વિશાળ મારો પત્ર છે

શાહીને બદલે લખ્યો છે લોહીથી
એટલે તો લાલ મારો પત્ર છે

મેં લિખિતંગ નામમાં આરસ મૂક્યો
એક તાજમહાલ મારો પત્ર છે


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઢળતી સાંજ – જગદીશ દવે
અદ્દભુત બોધકથાઓ – કનૈયાલાલ રામાનુજ Next »   

9 પ્રતિભાવો : મારો પત્ર – પ્રણવ પંડ્યા

 1. dipali patel says:

  સરસ ગઝલ મને બહુ ગમિ …મને ગઝલ વચવિ બહુ ગમે આભાર

 2. yogini says:

  wow. pranavbhai ni kavita ma maja aavi gai. it reminded me of samanvay. thnx mrugeshbhai.

 3. jatin sutariya says:

  ” patra lakhta lakhai jay che ,
  vanchta vanchai pan jay che,
  farak etlo j che samji ne lakhnar nu
  vanchnar samji nthi sakto “

 4. jigna trivedi says:

  ગઝલ માણવાની મજા આવી.

 5. darshana says:

  are wah…. maja avi

 6. Badruddin Surani Karachi Pakistan says:

  રતેીલાલ ભાઈ બોરેીસાગર સાહેબ નો લેખ વાન્ચેી ને સ્વર્ગસ્થ જ્યોતિન્દ્ર દવે સાહેબ નેી યાદ આવેી ગઈ.

 7. miral virani says:

  short but effectable emotions.really touchable.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.