ભારે પડી છે – ‘રાજ’ લખતરવી

['અખંડ આનંદ' સામાયિકમાંથી સાભાર.]

જરા જેટલી વાત ભારે પડી છે,
ફૂલોથી મુલાકાત ભારે પડી છે.

કદી બોજ લાગ્યો બીજાનો વધારે,
કદી આપણી જાત ભારે પડી છે.

ફકીરી હતી તો હતા સાવ હળવા,
અમોને અમીરાત ભારે પડી છે.

ન આંસુને પાંપણ ઉઠાવી શકે છે,
તમારી આ ખેરાત ભારે પડી છે.

ઉઠાવી શકતો નથી બોજ એનો,
તમારા વગર રાત ભારે પડી છે.

કદી વીજળીનેય ઝીલી છે રમતા,
કદી ફૂલ શી ઘાત ભારે પડી છે.

નથી કૈં પડી ‘રાજ’ નરસીંને કેવળ,
મને પણ સદા નાત ભારે પડી છે.


Email This Article Email This Article · Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous સંચાર – વીનેશ અંતાણી
હૈયું – પ્રહલાદ પારેખ Next »   

4 પ્રતિભાવો : ભારે પડી છે – ‘રાજ’ લખતરવી

  1. સરસ રચના !

  2. jigna trivedi says:

    સુંદર ગઝલ.

  3. sudhir patel says:

    ખૂબ સુંદર ગઝલ!
    બધાં જ શે’ર માણવાલાયક છે!
    સુધીર પટેલ.

  4. Kalidas V. Patel { Vagosana } says:

    ” રાજ ”
    નાત તો લગભગ સૌને ભારે પડી છે ! … પરંતુ તોયે જુવોને સૌ નાતને કેવી મડાગાંઠથી વળગી રહ્યા છે ! ગાંધી બાપુ વિલાયત ભણવા ગયેલા ત્યારે તે એક દીવાનના દીકરા હોવા છતાં નાતે તેમને નાત-બહાર મૂક્યા હતા !
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :