[ ‘ગાય તેનાં ગીત’ પુસ્તકમાંથી સાભાર.]
એટલો વિશ્વાસ તારે રાખવાનો
હું બધા ધર્મો તજીને આવવાનો
દીર્ઘતમ અંધારને નિરખી લીધો છે
આંખને અંબાર શાને ભાળવાનો
આ અભણ આદિ અગમ અંતો વિશે
વ્યક્તમધ્યે જ્ઞાન કોને આપવાનો
નભ હવા જળ સૂર્યજવાળા ને ધરા
સાથમાં હું આપને પણ માંગવાનો
આપણામાં આપણે રહેતા હશું
એ અવસ્થાએ સ્થળે જઈ જાગવાનો
છો હજી સંમુખ થયા ના હોઈએ
હું નથી તમને અજાણ્યો લાગવાનો
4 thoughts on “એટલો વિશ્વાસ – ધ્રુવ ભટ્ટ”
ગમ્યુ.વાચવાનિ મજા આવિ ગઇ.
એટલો વિશ્વાસ તારે રાખવાનો
હું બધા ધર્મો તજીને આવવાનો ખૂબ જ સરસ.
વાહ ………..
ધ્રુવભાઈ,
જબરો આત્મવિશ્વાસ ધબકે છે આપની ગઝલમાં. અભિનંદન.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}