પાકી જાય છે – મૃગાંક શાહ
[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ મૃગાંકભાઈ (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે babham@hotmail.com સંપર્ક કરી શકો છો.]
કુદરતમાં કશું ઘરડું થતું નથી બધું પાકી જાય છે,
આટલી વાત સમજતા માણસને કેટલી વાર લાગી જાય છે ?
માનવી કેટકેટલો બોજ માથે રાખીને દોડ્યા કરે છે,
દોડવું જ જીન્દગી છે એવું એના ભેજામાં કોણ નાખી જાય છે ?
બીજા બધાથી જલ્દી આગળ નીકળી જવામાં,
એના બધી રીતે અને બધી બાજુએથી બાર વાગી જાય છે.
મનનો ખાલીપો ચીજ વસ્તુઓથી ભરવા જાય છે,
પણ આખરે તો મરતી વખતે ફક્ત ખાલીપો જ રાખી જાય છે.
આખી જીન્દગી લોકો કહે એ પ્રમાણે જીવે છે,
એને એ ય સમજાતું નથી કે, આખરે લોકો શું આપી જાય છે ?
એને ખબર છે કે કફનમાં ખિસ્સું નથી હોતું,
તે છતા કેમ આખી જીન્દગી એ બધાના ખિસ્સા કાપી જાય છે ?



ખુબ સુંદર રચના.
“મનનો ખાલીપો ચીજ વસ્તુઓથી ભરવા જાય છે,
પણ આખરે તો મરતી વખતે ફક્ત ખાલીપો જ રાખી જાય છે.”
ખૂબ સરસ.
અત્યન્ત સુન્દ૨!
हर किसिको मुकम्मल जहा नही मिलता
कभी जमीं तो कभी आसमां नही मिलता
સુંદર રચના !
માનવ જીવનની આ વાસ્તવિકતાથી કોઇ અબુધ પણ અજાણ નથી.
છતાં માનવ નર્યુ દાંભીક જીવવાની લ્હાયમા ધમપછાડા કર્યે જાય છે???
true ….
V.good.
કુદરતમાં કશું ઘરડું થતું નથી બધું પાકી જાય છે,
આટલી વાત સમજતા માણસને કેટલી વાર લાગી કેજાય છે ? કેટલુ સુદર!!!!!!!!
ખરેખર અતયન્ત સહજ અને સુન્દર…
કવિતાને વાંચવાનેી ખૂબ મઝા આવી.
khoob saras,very good
Heart touching.