[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા બદલ મૃગાંકભાઈ (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે babham@hotmail.com સંપર્ક કરી શકો છો.]
કુદરતમાં કશું ઘરડું થતું નથી બધું પાકી જાય છે,
આટલી વાત સમજતા માણસને કેટલી વાર લાગી જાય છે ?
માનવી કેટકેટલો બોજ માથે રાખીને દોડ્યા કરે છે,
દોડવું જ જીન્દગી છે એવું એના ભેજામાં કોણ નાખી જાય છે ?
બીજા બધાથી જલ્દી આગળ નીકળી જવામાં,
એના બધી રીતે અને બધી બાજુએથી બાર વાગી જાય છે.
મનનો ખાલીપો ચીજ વસ્તુઓથી ભરવા જાય છે,
પણ આખરે તો મરતી વખતે ફક્ત ખાલીપો જ રાખી જાય છે.
આખી જીન્દગી લોકો કહે એ પ્રમાણે જીવે છે,
એને એ ય સમજાતું નથી કે, આખરે લોકો શું આપી જાય છે ?
એને ખબર છે કે કફનમાં ખિસ્સું નથી હોતું,
તે છતા કેમ આખી જીન્દગી એ બધાના ખિસ્સા કાપી જાય છે ?