ક્યાં જશું ? – સંધ્યા ભટ્ટ

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

આપણું આકાશ છોડી ક્યાં જશું ?
ને ધરાની પ્યાસ છોડી ક્યાં જશું ?

એક સાચો જણ મળ્યો છે ભીતરે,
તે તણો સહવાસ છોડી ક્યાં જશું ?

બે ઘડી છઈએં ન છઈએં જાણીએં,
શ્વાસનો અજવાશ છોડી ક્યાં જશું !

બારમાસી વેદનાની ડાળ પર,
પુષ્પ જેવું હાસ છોડી ક્યાં જશું ?

નર્તકીના નૃત્ય સમ સોહે ગઝલ,
આ દીવાને-ખાસ છોડી ક્યાં જશું ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

9 thoughts on “ક્યાં જશું ? – સંધ્યા ભટ્ટ”

Copy Protected by Chetan's WP-Copyprotect.