લગ્ન – ખલિલ જિબ્રાન

[‘વિદાય વેળાએ’માંથી સાભાર.]

તમે બંને સાથે જન્મ્યાં,
અને સદાને માટે સાથે જ રહેશો,
હિમ-શી મૃત્યુની પાંખો તમારો યોગ તોડી નાખે
ત્યારેય તમે સાથે જ રહેવાનાં છો.
તોયે, તમારા સહ-વાસમાં કાંઈ ગાળા પાડજો,
અને તમારી વચ્ચે આકાશના વાયુઓને વિહરવા દેજો.

તમે પરસ્પર ચાહજો ખરાં,
પણ તમારા પ્રેમની બેડી ન બનાવશો,
પણ તમારા બેઉના આત્મારૂપી કાંઠાની વચ્ચે
ઘૂઘવતા સાગરના જેવો એને રાખજો.

તમે એકબીજાની પ્યાલીઓ ભરી દેજો,
પણ બેય એક જ પ્યાલી મોઢે માંડશો નહીં,

સાથે ગાજો અને નાચજો તથા હર્ષથી ઊભરાજો,
પણ બેય એકાકી જ રહેજો-
જેમ વીણાના તારો એક જ સંગીતથી કંપતાં છતાં પ્રત્યેક છૂટો જ રહે છે તેમ.
તમારાં હૃદયો એકબીજાને અર્પજો,
પણ એકબીજાને તાબામાં સોંપશો નહીં.

કારણ, તમારાં હૃદયોનું આધિપત્ય તો
કેવળ જગજીવનનો જ હાથ લઈ શકે.

અને સાથે ઊભાં રહેજો,
પણ એકબીજાને અડોઅડ નહીં :
જુઓ, મંદિરના થાંભલા અલગ અલગ જ
ઊભા રહે છે, અને દેવદાર અને સાગ એકબીજાની છાયામાં ઊગતા નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

6 thoughts on “લગ્ન – ખલિલ જિબ્રાન”

Copy Protected by Chetan's WP-Copyprotect.